Translate to...

AK- 47 સાથે ત્રણ યુવક ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસ્યા, અહીંથી બે વખત ચીની નાગરિકની ધરપકડ થઇ ચૂકી છે

AK- 47 સાથે ત્રણ યુવક ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસ્યા, અહીંથી બે વખત ચીની નાગરિકની ધરપકડ થઇ ચૂકી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફ્લોરિડામાં આવેલ રિસોર્ટમાં શુક્રવારે ત્રણ યુવકો ઘૂસી આવ્યા હતા. તેમની પાસે સેમીઓટોમેટિક AK- 47 હતી. જે ભરેલી હતી. પોલીસે તેમની ધરપકડ કરી છે. ટ્રમ્પનું આ શાનદાર રિસોર્ટ ફોર્ટ લાઉડેરડેલમાં આવેલું છે. રિસોર્ટનું નામ માર-એ-લેગો છે. આવું પ્રથમ વખત નથી બન્યું કે રિસોર્ટમાં કોઈ ઘૂસી આવ્યું હોય. જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ચાર વખત રિસોર્ટની સુરક્ષામાં ચૂક થઇ છે. બે વખત તો ચીનના નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ વખતે શું થયું

પામ બીચ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસથી બચવા માટે ત્રણ યુવકોએ માર-એ-લેગો રિસોર્ટની દીવાલ કુદયા હતા. તેઓ બગીચા સુધી પહોંચી ગયા હતા. થોડીવાર બાદ જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. તેમાંથી એક યુવકની પાસે બેગ હતી. જેમાં સેમી ઓટોમેટિક AK- 47 અને 14 ગોળીઓ પણ જપ્ત કરી હતી. અમને લાગે છે કે આ યુવકોને તે ખબર ન હતી કે આ રાષ્ટ્રપતિનું રિસોર્ટ છે. આગળ વધુ તપાસ ચાલી રહી છે. તમામ બાબતો વચ્ચે સારી વાત એ છે કે ટ્રમ્પ અને તેમનો પરિવાર અહીંયા હાજર ન હતો.

પોલીસે 3 કિલોમીટર સુધી પીછો કર્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે માર-એ-લેગોથી લગભગ ત્રણ કિલોમીટર એક શંકાસ્પદ કાર જોવામાં આવી હતી. પોલીસ જેવી જ તેની નજીક પહોંચી તો કારના ડ્રાઇવરે ગતિ વધારી દીધી હતી. કાર માર-એ-લેગો નજીક પહોંચી ત્યારે કારમાંથી ત્રણ યુવક નીકળીને રિસોર્ટ તરફ ભાગ્યા હતા અને દીવાલ કૂદી રિસોર્ટમાં ઘૂસ્યા હતા. હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની મદદથી તેમને શોધવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી. આ લોકોએ AK- 47 ખરીદી ન હતી ચોરી કરી હતી.

કેવું છે માર-એ-લેગો રિસોર્ટ

બિઝનેસ ઇનસાઇટ વેબસાઈટ પ્રમાણે, માર-એ-લેગો ક્લબ અને રિસોર્ટ 20 એકરમાં ફેલાયેલું છે. જેમાં 128 શાનદાર રૂમ, હોલ અને ડાયનિંગ ફેસેલિટી છે. વર્ષ 1927માં તેનું અસલ બિલ્ડીંગ તૈયાર થઇ હતી. તેની આસપાસનો વિસ્તાર પામ બીચ કહેવાય છે. નજીકમાં જ એટલાન્ટિક મહાસાગર આવેલો છે.

સુરક્ષામાં ચૂક યથાવત

આવું પહેલી વાર નથી થયું જ્યારે માર-એ-લેગો સુધી કોઈ ઘુસણખોર પહોંચ્યો હોય. આ પહેલા પણ આ પ્રકારની અનેક ઘટના બની છે.

2018 : થેંક્સગિવિંગ ડે પર વિસ્કોન્સિનનો એક યુવક ભીડની વચ્ચેથી પસાર થઇને માર-એ-લેગો સુધી પહોંચી ગયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

માર્ચ, 2019 : ચીનની યુજિયાંગ ઝાંગ માર-એ-લેગો સુધી પહોંચી ગઈ હતી. 33 વર્ષીય ઝાંગે સિક્યોરિટીને ચકમો આપ્યો હતો. એટલું જ નહિ તે પોતાની સાથે લેપટોપ, બે ફોન અને કેટલાક બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઇ જવામાં સફળ થઇ હતી. તેણે પોતાને ટ્રમ્પના ફેન જણાવ્યું હતું. તેની ધરપકડ થઇ હતી પણ તપાસ બાદ મુક્ત.

ડિસેમ્બર, 2019 : ચીનના શાંધાઇમાં રહેતી અને ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવેલ 56 વર્ષીય જિંગ લ્યુ રિસોર્ટ સુધી પહોંચી ગઈ હતી. તેણે કેટલાક ફોટોગ્રાફ પણ લીધા હતા. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ બાદ મુક્ત થઇ હતી.

05 જાન્યુઆરી, 2020: ટ્રમ્પ પરિવાર બે મહિનાની રજાઓ વિતાવીને પરત ફર્યું હતું. તેના થોડા જ કલાકો બાદ એક વ્યક્તિ બે ચેક પોઇન્ટ ક્રોસ કરીને રિસોર્ટના મેઈન ગેટ સુધી પહોંચી ગઈ હતી. ધરપકડ બાદ તેણે પોલીસને ટ્રમ્પના હેલિકોપ્ટરનો ક્રુ મેમ્બર ગણાવ્યો હતો. તેના પર પહેલાથી જ બળાત્કારનો આરોપ હતો.

31 જાન્યુઆરી, 2020: કનેક્ટિકટની ઓપેરા સિંગર હન્ના રોએમહિલ્ડ પોલીસથી બચવા માટે ભાગી. તેની એસયુવીએ માર-એ-લેગોની બહાર ચેકપોસ્ટને ટક્કર મારી હતી. પોલીસે ફાયરિંગ કર્યું, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.ફોટો 7 એપ્રિલ 2017નો છે. ત્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકાના પ્રવાસે હતા. ટ્રમ્પના આમંત્રણ પર જિનપિંગ પત્નીની સાથે માર-એ-લેગો ગયા હતા.