Translate to...

ACBના વડા કેશવકુમાર સહિત 4 IPS ઓફિસરને DGP તરીકે બઢતી મળશે, આગામી દિવસોમાં ઓર્ડરની શક્યતા

ACBના વડા કેશવકુમાર સહિત 4 IPS ઓફિસરને DGP તરીકે બઢતી મળશે, આગામી દિવસોમાં ઓર્ડરની શક્યતા
વર્ષ 1986 અને 1987 બેચના ચાર IPS ઓફિસરને આગામી દિવસોમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ની બઢતી મળશે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના ઇન્ચાર્જ વડા અને 1986ની બેચના અધિકારી કેશવકુમાર, એડિશનલ DGP રિફોર્મસ વિનોદ મલ, જ્યારે વર્ષ 1987ના બેચના CID ક્રાઈમના વડા સંજય શ્રીવાસ્તવ અને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ અગેન્સ્ટ ST/ SCના વડા કમલકુમાર ઓઝાને DGP કક્ષામાં બઢતી આપવા માટે DPCમાં મંજૂરી આપી દેવામાં આવી હોવાની માહિતી મળી છે. આગામી દિવસોમાં તેઓના DGP કક્ષાના અધિકારી તરીકે ઓર્ડર થઈ શકે છે.

એડિશનલ DG કક્ષાના 13 અધિકારીઓને બઢતી અપાશેરાજ્યના પોલીસ વિભાગમાં અત્યંત મહત્વના ગણાતી એવી ATS, IB, લો એન્ડ ઓર્ડર અને સુરત શહેર JCPની જગ્યાઓ ઇન્ચાર્જ પર ચાલી રહી છે. એડિશનલ DG કક્ષાના અધિકારીઓને DGPની સાથે 13 જેટલા અધિકારીઓને બઢતી આપવામાં આવશે. ચાલુ માસના અંતે DGP શિવાનંદ ઝાનું એક્સ્ટેશન પૂર્ણ થતાં નવા DGPની જાહેરાત સાથે અથવા પહેલા બઢતીના ઓર્ડર થઈ શકે છે.ACBના ઇન્ચાર્જ વડા કેશવકુમાર