દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 70 હજાર 169 થઈ ગઈ છે. તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 99 ડોક્ટર્સના કોરોનાના કારણે મોત થયા છે. કુલ 1302 ડોક્ટર્સ સંક્રમિત થયા છે. અમે ડોક્ટર્સને સાવધાની રાખવા માટે રેડ એલર્ટ આપ્યું છે.covid19india.org વેબસાઈટ પ્રમાણે, બુધવારે 32 હજાર 607 નવા કેસની પુષ્ટી કરાઈ છે.આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં બુધવારે 7975 નવા દર્દી મળ્યા અને 233 મોત થયા હતા.
રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ ભોપાલ જિલ્લા પ્રશાસને બુધવારે કહ્યું કે, શહેરમાં સાર્વજનિક સ્થળે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ, તહેવાર અને જુલુસ વગેરેનું આયોજન કરવામાં નહીં આવે. મૂર્તિ વગેરે સ્થાપિત કરવામાં નહીં આવે. સાથે જ ગ્વાલિયરમાં પણ 127 સંક્રમિત મળ્યા છે. અહીંયા સંક્રમણની ચેઈન તોડવા માટે 7 દિવસનો કર્ફ્યુ લગાવાયો છે. છેલ્લા આઠ દિવસમાં 674 કેસ મળ્યા છે.મહારાષ્ટ્રઃ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા પોણા ત્રણ લાખની પાર પહોંચી ગઈ છે. રાહતની વાત તો એ છે કે દર્દીઓના સાજા થવાની ટકાવારી વધીને 55%થી વધુ થઈ ગઈ છે. મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું કે, છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં 62 લોકોના મોત થયા છે. આ સાથે જ મુંબઈમાં મૃતકોની સંખ્યા 5464 થઈ ગઈ છે.
CoronaVirus In India Live News And Updates Of 16th july