Translate to...

9 મહિનાથી સાથે કામ કરી રહેલા ધૂમલે કહ્યું- ICC ચેરમેન માટે સૌરવ ગાંગુલી પરફેક્ટ, ICCને તેમના જેવા અધ્યક્ષની જરૂર પણ છે

9 મહિનાથી સાથે કામ કરી રહેલા ધૂમલે કહ્યું- ICC ચેરમેન માટે સૌરવ ગાંગુલી પરફેક્ટ, ICCને તેમના જેવા અધ્યક્ષની જરૂર પણ છે




ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે 48 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કોલકાતામાં થયો હતો. આ વિશેષ પ્રસંગે ભાસ્કરે BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલ સાથે વાત કરી હતી. 9 મહિનાથી સાથે મળીને કામ કરી રહેલા ધૂમલે કહ્યું કે, ગાંગુલીએ ભારતીય ટીમની કપ્તાનીકરતી વખતે ઘણી સફળતા મેળવી હતી. એ જ રીતે, BCCIમાં કામ કરે છે. આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને તેમના જેવા અધ્યક્ષની જરૂર છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાંગુલી અને ધૂમલે સાથે મળીને પદ સંભાળ્યું હતું. ગાંગુલીનો કાર્યકાળ આ મહિનામાં સમાપ્ત થાય છે. નિયમ મુજબ, તેઓને ત્રણ વર્ષના ફરજિયાત વિરામ (કૂલિંગ ઓફ પીરિયડ) પર જવું પડશે. જો કે, BCCIએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેથી તેમના કાર્યકાળમાં વધારો કરવામાં આવે અને આ નિયમમાં સુધારો કરવાની મંજૂરી મળે. આ તમામ મુદ્દાઓ પર ભાસ્કરે ધૂમલસાથે વાત કરી...

શું BCCI ICC અધ્યક્ષ માટે ગાંગુલીના નામની દરખાસ્ત કરશે?ધૂમલ:કોરોના પછી વિશ્વ ક્રિકેટમાં જે પ્રકારનો પડકારોનો સામનો કરવો પડ્યો છે, ICCને ગાંગુલી જેવા નેતૃત્વ કુશળતાવાળી વ્યક્તિની જરૂર છે. પરંતુ તેનાથી વધુ, BCCIને તેમની જરૂર છે, કારણ કે વિશ્વમાં સુધારો કરતા પહેલા પોતાના ઘરને મજબૂત બનાવવું જરૂરી છે. જોકે, BCCIએ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી કે ગાંગુલી ICCના અધ્યક્ષ પદના ઉમેદવાર હશે કે નહીં. જો વાત કૂલિંગ ઓફ પીરિયડની છે તો કોર્ટના આદેશ હજી રાહ જોવાઇ રહી છે. કોર્ટનો આદેશ બધા માટે માન્ય રહેશે.

BCCIના અધ્યક્ષ બન્યા પછી ગાંગુલીનું વિઝન શુ રહ્યું છે?ધૂમલ:ગાંગુલીનું મુખ્ય લક્ષ્ય BCCI અને ખેલાડીઓને મજબૂત બનાવવું અને તેને સફળતા તરફ આગળ વધારવાનું છે. ઘરેલુ ક્રિકેટમાં ખેલાડીઓની સુવિધા અને આવક વધારવા માટે આ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ઘણા ક્રિકેટ બોર્ડે કોરોનાને કારણે ખેલાડીઓના પગારમાં ઘટાડો કર્યો હતો, પરંતુ BCCIએ તેમ કર્યું ન હતું. ગાંગુલી અન્ય ખર્ચ ઘટાડવા સંમત થયા હતા, પરંતુ ખેલાડીઓનો પગાર રોકાયો ન હતો અથવા કાપ મૂકાયો ન હતો.

ગાંગુલીમાં તમે કયા પ્રકારનાં ગુણો જોયા છે?ધૂમલ:ગાંગુલીમાં શાનદાર નેતૃત્વ ક્ષમતા છે. કેપ્ટન તરીકે તેમણે ભારતીય ટીમને જે રીતે સફળતા તરફ દોરી હતી, તે જ ભાવના BCCI પ્રમુખ બન્યા પછી પણ તેમનામાં જોવા મળે છે. તેઓ જે નિશ્ચય કરે છે તે પૂર્ણ કરે છે. ભારતની ટીમની જેમ તેમણે પણ BCCIમાં ઘણા નવા અને યુવાન અધિકારીઓને તક આપી હતી.

કોરોના પછીના પડકારનો સામનો કરવા ગાંગુલીની વ્યૂહરચના શું છે?ધૂમલ:તેમણે શાંત રહીને પડકારોનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ, ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક વ્યૂહરચના બનાવવામાં આવી હતી જેથી કોઈને જોખમમાં ન મૂકવામાં આવે. કોરોનાને કારણે ક્રિકેટ બંધ છે. ટ્રેનિંગ પણ બંધ છે. હજી થોડા મહિના શરૂ થશે નહિ, તેવું લાગે છે. પરંતુ, જ્યારે ખેલાડીઓ મેદાન પર પાછા ફરે, ત્યારે તેમને કોઈ સમસ્યા ન થાય, તે અંગે રણનીતિ બનાવી છે. આખી ટીમ તેના પર કામ કરી રહી છે.







Dhumal, who has been working with him for 9 months, said, "Sourav Ganguly is perfect for ICC chairman. The ICC also needs a chairman like him."





Dhumal, who has been working with him for 9 months, said, "Sourav Ganguly is perfect for ICC chairman. The ICC also needs a chairman like him."