Translate to...

9 નંબરના બેડના સ્વીચબોર્ડમાંથી આગ મહિલા પેશન્ટના વાળમાં પ્રસરી ને 10 મિનિટમાં ICUમાં તમામ દર્દીને બેડ પર જ ભરખી ગઈ

9 નંબરના બેડના સ્વીચબોર્ડમાંથી આગ મહિલા પેશન્ટના વાળમાં પ્રસરી ને 10 મિનિટમાં ICUમાં તમામ દર્દીને બેડ પર જ ભરખી ગઈ




નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે મધરાત્રે લાગેલી આગમાં 8 દર્દીના કરુણ મોત નીપજ્યાં તે ઘટનાની તપાસમાં નવા તથ્યો બહાર આવ્યા છે. આ દુર્ઘટના બની ત્યારે ICUમાં તમામ દર્દીઓ ઓક્સિજન માસ્ક પર જ હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે ICUમાં એકપણ દર્દીને બચવાનો મોકો મળ્યો ન હતો. માત્ર 10 મિનિટમાં તમામ આઠ દર્દીના હોસ્પિટલના બેડ પર જ મોત થઈ ગયા હતા. આમાંથી માત્ર 5 અને 6 નંબરના બેડ પર રહેલા દર્દીએ નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ પણ બેડ પાસે જ ઢળી પડ્યા હતા.

9 નંબર પરના જ્યોતિબેનના વાળ સળગ્યા તો વોર્ડબોય ગૌરવ પાણીની ડોલ લઈ દોડ્યો શ્રેય હોસ્પિટલમાં રાતે 3 વાગ્યાની આસપાસ આગ લાગી ત્યારે ICUમાં માત્ર વોર્ડ બોય ગૌરવ અને ડોકટર હાજર હતા. ખૂણામાં આવેલા 9 નંબરના બેડ પાસે આવેલા સ્વિચ બોર્ડમાં આગ લાગી હતી. બેડ પર સુતેલા જ્યોતિબેન સિંધીના વાળ પર આગ લાગી હતી. વોર્ડ બોય ગૌરવ પાણીની ડોલ લઇ બેડ પાસે બુઝાવવા ગયો હતો. ડોકટર પણ ત્યાં સુધી પહોંચી ગયા હતા. દરમ્યાનમાં ગૌરવની PPE કીટ આગની ઝપેટમાં આવતા તે દોડ્યો હતો. વોર્ડ બોય ચિરાગ પણ ત્યાં ICUમાં આવી પહોંચ્યો હતો.

ચિરાગ-ડોક્ટર 9 નંબરના બેડને ICU ટેબલ સુધી ખેંચી ગયા, પણ ઓક્સિજન પાઈપ ફાટી ચિરાગ અને ડોકટર બંને જણાએ 9 નંબરના બેડને ખેંચી ICU ટેબલ જ્યાં ડોકટરો બેસે છે ત્યાં સુધી લઈ ગયા હતા. ગૌરવને બચાવવા માટે બંને પહોંચ્યા હતા. જો કે ત્યાં સુધીમાં આગ ઓક્સિજન પાઇપ સુધી પહોંચી ગઈ હતી અને બલાસ્ટ થયો હતો. ICU બેડ પર રહેલા તમામ 8 દર્દીઓ ઓક્સિજન માસ્ક ઉપર જ હતા. આગ 10 જ મિનિટમાં આખા ICUમાં પ્રસરી ગઈ હતી. ICUમાં પડદાઓ, ઓક્સિજન બોટલ, સેનેટાઇઝર બોટલો વગેરે હતું, જેથી ખૂબ જ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.

જનરલ વોર્ડમાંથી લોકો બહાર દોડી આવ્યા, પણ ભયંકર ધુમાડાને લીધે દેખાતું નહોતું ​​​​​​​આગને લીધે નીચે અને સામે આવેલા જનરલ વોર્ડમાંથી પણ લોકો બહાર આવી ગયા હતા. આખા ICUમાં એટલો ધુમાડો ફેલાઈ ગયો હતો કે વિઝીબિલિટી સાવ ઝીરો થઈ ગઈ હતો. કોઈપણ વ્યક્તિની અંદર જવાની હિંમત થઈ ન હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ પહોચ્યા હતા પરંતુ તેઓ પહોચ્યા ત્યાં સુધીમાં તો તમામ લોકો મોતને ભેટી ચુક્યા હતા. ધુમાડો એટલો હતો કે ફાયરબ્રિગેડને પણ બીજી તરફથી કાચ તોડી અને મારો ચલાવવો પડ્યો હતો ત્યારે ધુમાડો બહાર આવ્યો હતો. ફાયરના કર્મીઓ ICUમાં ગયા ત્યારે દર્દીઓની ચામડી જ હાથમાં આવી હતી.







The fire from the switchboard of bed number 9 spread through the hair of the female patient and in 10 minutes all the patients in the ICU were on the bed.