7.69 લાખ કેસઃ 24 કલાકમાં રેકોર્ડ 25,559 દર્દી વધ્યા, દિલ્હીમાં સાજા થયેલા દર્દીઓની ટકાવારી 47%થી વધુ

7.69 લાખ કેસઃ 24 કલાકમાં રેકોર્ડ 25,559 દર્દી વધ્યા, દિલ્હીમાં સાજા થયેલા દર્દીઓની ટકાવારી 47%થી વધુ



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખ 69 હજાર 52 થઈ ગઈ છે. બુધવારે રેકોર્ડ 25 હજાર 559 કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. તો બીજી તરફ દિલ્હીમાં રિકવરી રેટ 74.57%થી વધુ થઈ ગયો છે. રાજ્યમાં 1 લાખ 4 હજાર 864 કેસ છે. જેમાંથી 78 હજાર 199 દર્દી સાજા થઈ ગયા છે.

તો આ તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ગુરુવાર સાંજે 5 વાગ્યાથી રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન લાગુ થઈ જશે. જો કે આ માત્ર 7 દિવસ માટે જ રહેશે. જો જરૂર જણાશે તો તેને વધારવામાં આવશે. મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા ગૃહમંત્રી તથા સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે જણાવ્યું કે, હવે રવિવારે આખા મધ્યપ્રદેશમાં ટોટલ લોકડાઉન રહેશે. અન્ય રાજ્યમાંથી આવી રહેલા લોકોથી રાજ્યની પરિસ્થિતિ બદલાઈ રહી છે. રાજ્યમાં આવનારા લોકોની બોર્ડર પર તપાસ કરાશે.

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ અનલોક-2ના છેલ્લા 8 દિવસમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ચોંકવાનારો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 110 પોઝિટિવ મળી ચુક્યા છે. બુધવારે પણ 409 કેસ સામે આવ્યા હતા. આ પહેલા 16 એપ્રિલે સૌથી વધુ 411 દર્દી મળ્યા હતા. આ સાથે જ બુધવારે ભોપાલથી ઈન્ટરસ્ટેટ બસ સર્વિસ શરૂ થઈ ગઈ હતી. પહેલી બસ બૈતૂલ ગઈ હતી. જેમાં ડ્રાઈવર અને બસ સ્ટાફ PPE કીટ પહેરીને હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રઃ સરકારે ગુરુવારે આખા રાજ્યમાં દુકાનો ખોલાવાનો સમય 2 કલાક વધારી દીધો છે. પહેલા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાનો સમય નક્કી કરાયો હતો. ઔરંગાબાજમાં બે કાઉન્સિલરના મોત થયા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં બુધવારે સવારે લોજ અને હોટલ ખુલી ગયા હતા. સરકારે 33 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં અત્યાર સુધી 10 લાખ 40 હજાર 280 ટેસ્ટ કરાયા છે. આ સાથે જ બુધવારે 1188 કેસ સામે આવ્યા હતા. બુલંદનગરમાં 23, કાસગંજમાં 07, સુલ્તાનપુરમાં 02, જાલૌનમં 02, કૌશાંબીમાં 07, મેરઠમાં 40 દર્દી મળ્યા હતા.

રાજસ્થાનઃ અહીંયા બુધવારે 659 દર્દી વધ્યા હતા. જયપુરમાં 3, કોટામાં 02, સવાઈ માધોપુરા, જોધપુર, દૌસા, બીકાનેર અને અજમેરમાં 1-1 દર્દીનું મોત થયું હતું. તો બીજી બાજુ અત્યાર સુધી 86 ફ્લાઈટ્સમાંથી વિદેશમાં ફસાયેલા 14 હજાર 200થી વધુ પ્રવાસી રાજસ્થાન પાછા આવી ચુક્યા છે.

બિહારઃ રાજ્યમાં બુધવારે બપોર સુધી 749 દર્દી મળ્યા હતા. માત્ર પટના જિલ્લામાં જ 235 કેસ સામે આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના સિટી વિસ્તારના છે. આ સાથે જ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 1349 થઈ ગઈ છે.







આ તસવીર દિલ્હીના LNJP હોસ્પિટલ પાસે શહનાઈ બેક્વેટ હોલની છે. અહીંયા અસ્થાયી કોવિડ સેન્ટર બનાવાયું છે. મેડિકલ સ્ટાફે અહીંયાના દર્દીઓ માટે ચેસ અને લૂડો સાથે અન્ય રમતની પણ વ્યવસ્થા કરી છે.