Translate to...

6.49 લાખ કેસઃ અત્યાર સુધી 95.40 લાખ કોરોના ટેસ્ટ કરાયા, શુક્રવારે 2.42 લાખથી વધુ સેમ્પલની તપાસ કરાઈ

6.49 લાખ કેસઃ અત્યાર સુધી 95.40 લાખ કોરોના ટેસ્ટ કરાયા, શુક્રવારે 2.42 લાખથી વધુ સેમ્પલની તપાસ કરાઈ



દેશભરમાં 6 લાખ 49 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે અને 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 3 લાખ 94 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. તો દેશભરમાં સૌથી વધુ દર્દી 1 લાખ 92 હજાર મહારાષ્ટ્રમાં છે અહીંયા 1 લાખ 4 હજારથી વધુ દર્દી સાજા થયા છે અને 8 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં પણ હવે આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે અને અહીંયા 58 હજારથી વધુ દર્દી રિકવર થયા છે.

અપડેટ્સ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શનિવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 95 લાખ 40 હજાર 132 થી વધુ ટેસ્ટ કરાયા ચે. 3 જૂલાઈએ 2 લાખ 42 હજાર 383 ટેસ્ટ કરાયા હતા. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 11 હજાર 300 વેન્ટીલેટર બનાવાયા છે. જેમાંથી 6154 વેન્ટીલેટર હોસ્પિટલને સોંપી દેવાયા છે. સાથે જ આખા દેશમાં 1.02 લાખ ઓક્સિજન સિલેન્ડરની સપ્લાઈ કરાઈ છે. બીજી બાજુ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ દિલ્હીમાં બનીને તૈયાર થઈ રહેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં ગલવાન શહીદોના નામથી વિવિધ વોર્ડનું નામાંકરણ કરવાનો નિર્ણય લીધો છે. છતરપુરમાં આવેલી આ હોસ્પિટલમાં એક સાથે 10 હજાર દર્દીને રાખવાની ક્ષમતા છે. આ હોસ્પિટલના સંચાલનની જવાબદારી બે હજારથી વધારે ITBI જવાનો પાસે છે.

રિકવરી રેટ 60%ને પાર થયોજ્યારે 3.80 લાખ દર્દી સાજા થયું છે. શુક્રવારે રિકવરી રેટ 60 ટકાથી વધી ગયો. છેલ્લા 10 દિવસમાં તેમા 4 ટકાનો વધારો થયો છે. 24 જૂનના રોજ રિકવરી રેટ 56 ટકા હતો.

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 14,297 થઈ ગઈ છે. જેમાંથી 11,049 દર્દી સાજા થઈને પાછા આવ્યા છે જ્યારે કુલ 593 લોકોના મોત થયા છે. શુક્રવારે 191 નવા કેસ વધ્યા હતા. ભોપાલમાં 49, ગ્વાલિયરમાં 18, જબલપુરમાં 11, સાગરમાં 10, ઈન્દોરમાં 23,ઉજ્જૈનમાં 01દર્દી સામે આવ્યા હતા.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં શુક્રવારે રેકોર્ડ 6,364 નવા કેસ સામે આવ્યા હતા. દર્દીઓનો આંકડો હવે 1 લાખ 92 હજારને પાર પહોંચ્યો છે. જેમાં 1 લાખ 4 હજારથી વધુ લોકો સાજા થયા છે જ્યારે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે 25,797 થઈ ગઈ છે. શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના રેકોર્ડ 982 કોરોના સંક્રમિત સામે આવ્યા હતા.

રાજસ્થાનઃ અહીંયા શુક્રવારે કોરોનાના 390 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં જોધપુરમાં 57, જયપુરમાં 51, ભરતપુરમાં 34, પ્રતાપગઢ અને કોટામાં 32-31, સીકરમાં 30, બીકાનેરમાં 28 લોકો સંક્રમિત થયા છે.

બિહારઃ રાજ્યમાં 23 જીલ્લામાં 231 નવા કોરોના સંક્રમિતોની શુક્રવારે પુષ્ટી કરાઈ છે અને 6 કોરોના સંક્રમિતોના મોત થયા છે.







coronavirus In India Live News And Updates Of 4th Julay