6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિતદેશભરમાં 6 લાખ 27 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ 3 લાખ 79 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જોકે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સારા એક સારા સમાચાર એવા આવી રહ્યા છે કે, દેશમાં 15 ઓગસ્ટે કોરોનાની વેક્સીન લોન્ચ થઈ શકે છે.આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. તે ઉપરાંતગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનાક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે.

દેશમાં 1 લાખ 86 હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 98 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.ગુરુવારે એક દિવસમાં 21 હજાર 947 નવા દર્દી વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત 19 હજાર 999 દર્દી સાજા પણ થયા છે.

અપડેટ્સ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં 20 હજાર 903 કેસ સામે આવ્યા અને 379 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 6 લાખ 25 હજાર 544 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 27 હજાર 439 એક્ટિવ કેસ છે. સાથે જ 3 લાખ 79 હજાર 892 દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 18 હજાર 213 લોકોના મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ICMR) શુક્રવારે જણાવ્યું કે, ભારત બાયોટેકે કોવિડ-19ની દવા બનાવી લીધી છે. જેના ક્લીનીકલ ટ્રાયલ માટે ICMR 12 સંસ્થાઓની પસંદગી કરી છે. ICMRનું કહેવું છે કે સરકાર તેને 15 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. તો આ તરફ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્લાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન વધારી દેવાયું છે. ત્રણ જગ્યાએ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં આજથી કોરોના સંક્રમિતોને એડમિટ કરાશે કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનાક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટિની ભલામણ પછી લેવામા આવ્યો હતો.

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ગુરુવારે બપોર સુધી ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 849 થઈ ગઈ છે. જો કે, 770 દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી 71 દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં 19, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.

મહારાષ્ટ્રઃ રાજ્યની 82 જેલમાં અત્યાર સુધી કુલ 363 કેદી અને 102 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. 255 કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી 181 કેદી અને 44 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ ઝાંસીમાં ગુરુવારે કોરોનાથી એક ડોક્ટર કે. આર. કૃષ્ણાનું મોત થયું છે. તે મેયરની ચૂંટણી પણ લડી ચુક્યા હતા.સાથે જ મુરાદાબાદમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. ઝાંસીમાં એક પોલીસ વિભાગનો કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં કુલ કેસમાંથી 72% દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 115 પોઝિટિવ સામે આવ્યા હતા. ઉદેયપુરમાં 21, બીકાનેરમાં 12 ધૌલપુર અને રાજસમંદમાં 10-10, જયપુરમાં 9-9, નાગૌરમાં 08, ભરતપુરમાં 06, કરૌલી અને સિરોહીમાં 5-5, અજમેર અને કોટામાં 4-4, બારાં દૌસા અને ઝૂંઝૂનૂમાં 2-2, અલવર, બાડમેર, બૂંદી, ડુંગરપુર અને સવાઈ માધોપુરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 18 હજાર 427 પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં 2 જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવાર બપોર સુધી 188 દર્દી મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગુરુવારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજ્માં મૃતકોનો આંકડો વધીને 76 થઈ ગયો છે. સાથે જ RJD ધારાસભ્ય શહનવાજ આલમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે જોકીહાટ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા મંત્રી વિનોદ કુમાર સિંહ અને તેમના પત્ની પોઝિટિવ મળ્યા હતા.દિલ્હીની ILBS હોસ્પિટલમાં ગુરુવારે પ્લાઝ્મા બેન્ક બનાવાઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસ 10થી વધુ લોકોએ તેમના પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા

CoronaVirus in India News And Updates Of 3rd Julay