Translate to...

6 સીટર MG Hector Plus 6 કલર ઓપ્શન સાથે ભારતમાં લોન્ચ થઈ, કિંમત 13.48 લાખ રૂપિયા

6 સીટર MG Hector Plus 6 કલર ઓપ્શન સાથે ભારતમાં લોન્ચ થઈ, કિંમત 13.48 લાખ રૂપિયા



બ્રિટિશની ઓટોમોબાઇલ કંપની એમજી મોટર્સે ઇડિયન માર્કેટમાં તેની ત્રીજી કાર હેક્ટર પ્લસ લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક કિંમત 13.48 લાખ રૂપિયા રાખવામાં આવી છે. MGની ભારતમાં આ ત્રીજી કાર છે, જેને 6 સીટર વર્ઝન તરીકે રજૂ કરવામાં આવી છે. આ કાર અગાઉ વર્ષ 2020ની શરૂઆતમાં લોન્ચ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું.

અટ્રેક્ટિવ ડિઝાઇનઆ કારની ડિઝાઇનમાં બહુ ઓછા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નવી બ્લેક ગ્રિલ, સ્લિક લુકવાળી LED DRLs, હેડલેમ્પ્સ નાખવામાં આવ્યા છે, જે કારને વધુ અટ્રેક્ટિવ લુક આપે છે. આ ઉપરાંત, તેમાં નવું બમ્પર, નવાં ફ્રંટ ફ્લોટિંગ ટર્ન ઇન્ડિકેટર્સ, નવો ટેલલેમ્પ અને રિવાઇઝ્ડ સ્કિડ પ્લેટ્સ આપવામાં આવી છે. આ કારને કંપનીએ કેન્ડી વ્હાઇટ, ગ્લેઝ રેડ, સ્ટારરી બ્લેક, બરગંડી રેડ, ઑરોરા સિલ્વર અને સ્ટારી સ્કાય બ્લુ સહિત 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે.

ઇન્ટિરિયરએક્સટિરિયરની સાથે આ કારના ઇન્ટિરિયરમાં મોટા ફેરફાર જોવા મળ્યાછે, જેમાં 6 સીટર સેટઅપ, બીજી રૉમાં રિક્લાઇન અને સ્લાઇડ ફ્કંશન સાથે કેપ્ટન સીટ્સ, નવી ફોર્ક્સ લેધર અપહોલ્સ્ટ્રી, બેઝ હેડલાઇનર, નવું ડિઝાઇન કરેલું ડેશબોર્ડ, થર્ડ રૉના મુસાફરો માટે એર વેન્ટ, રિઅર એસી વેન્ટ, એજસ્ટેબર હેડરેસ્ટ વગેરે સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં સ્માર્ટ સ્વાઇપ ફીચર પણ આપવામાં આવ્યું છે, જેનાથી ગ્રાહક રિઅર બમ્પર નીચે પગ સ્વાઇપ કરીને બૂટ (ડેકી) ખોલી શકે છે. આટલું જ નહીં, આ કારમાં 55 કરતાં પણ વધારે ઇન્ટરનેટ કનેક્વિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સઆ કારમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવ્યાં છે, જેમાં એક 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને એક 2.0 લિટરની ડીઝલ મોટર સામેલ હશે. તેમાં મળતું પેટ્રોલ એન્જિન 143PS પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરશે. તેમજ, 2.0 લિટર ડીઝલ એન્જિન 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરશે. બંને એન્જિન BS6 કમ્પ્લાયન્ટ હશે. તેમજ, તેના ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને એક DCT યૂનિટ સામેલ હશે.







The 6-seater MG Hector Plus launches in India with 6 color options, priced at Rs 13.48 lakh