Translate to...

6 વીઘા જમીન સૌનો કાળ બની;વિકાસ 3 વર્ષથી આ જમીન માટે બનેવી સાથે લડી રહ્યો હતો

6 વીઘા જમીન સૌનો કાળ બની;વિકાસ 3 વર્ષથી આ જમીન માટે બનેવી સાથે લડી રહ્યો હતો
કાનપુરના બિકરુ ગામમાં ગુરુવારે રાત્રે 8 પોલીસ કર્મચારીઓની હત્યા થઈ ગઈ. આ હત્યાકાંડને અંજામ આપનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ વિકાસ દુબે પોલીસની પકડથી દૂર છે. લખનઉમાં રહેતા વિકાસની માતા સરલા કહે છે કે 6 વીઘા જમીન જ સૌનો કાળ બની હતી. તે કહે છે તે પોલીસ જે પણ કરે તેને લઈ કોઈ અફસોસ નથી. દિકરાએ જે કર્યું તેનું પરિણામ ભોગવવું જ પડશે.

6 વીધા જમીન અને વિવાદની કહાનીજે 6 વીઘા જમીન માટે સમગ્ર ઘટના બની તે વિકાસના સંબંધિ લલ્લન શુક્લા હતા. લલ્લનની ત્રણ દિકરી સુનીતા, પ્રતિભા અને સરિતા. લલ્લનના બે દિકરાના લગ્ન કર્યા હતા. કોઈ દિકરો ન હોવાથી લલ્લને તેમના ભત્રિજા સુનીલ શુક્લાને દત્તક લીધો હતો અને જમીન તેના નામે કરી હતી. સુનીલના લગ્ન વિકાસની બહેન સમીક્ષા સાથે થયા હતા. આ જમીનને લઈ વિવાદ ત્યારે થયો કે જ્યારે લલ્લનની દિકરી પ્રતિભાના પતિ રાહુલ તિવારીએ તેના સાસરાની આ જમીન વેચવાનો પ્રયત્ન કર્યો. રાહુલ ઈચ્છતો હતો કે જમીન વેચીને સાળી સરિતાના લગ્ન કરવામાં આવે. વિકાસ આ બાબતની વિરુદ્ધ હતો. તેનું કહેવુ હતું કે જમીન તેની બહેન સમીક્ષાના પતિ સુનીલની છે.આ વાતને લઈ વિકાસ અડગ થઈ ગયો. રાહુલ અને વિકાસ વચ્ચે આ મુદ્દે વિવાદ હતો. આ મુદ્દે અનેક વખત પંચાયત બેઠી, પણ મુદ્દાનો ઉકેલ ન આવ્યો. આ વિવાદને લઈ રાહુલે વિકાસ સામે અપહરણ અને જાનથી મારી નાંખવાનો કેસ દાખલ કર્યો. સંબંધોને જોવામાં આવે તો રાહુલ પણ વિકાસનો બનેવી છે.

માતાનું દુખઃ જો એટલો ખરાબ હતો તો વિકાસને સૌએ તેમની પાર્ટીમાં શાં માટે રાખ્યો?માતા સરલા કહે છે- વિકાસે બિકરું જ નહીં, આજુબાજુના 85 ગામોને ચમકાવી દીધા હતા. વીજળી, પાણી અને માર્ગ ઘણી બધુ ગામડાઓ સુધી પહોંચાડ્યું. તેને નેતાઓએ ખોટા માર્ગે દોરી ગયા. પહેલા તેની પાસે અપરાધ કરાવ્યો, પછી તેના જીવ પાછળ પડી ગયા.5 વર્ષ ભાજપમાં,15 વર્ષ બીએસપીમાં અને 5 વર્ષ સમાજવાદી પક્ષમાં રહ્યો હતો.હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની માતા સરલા દેવી. તે અત્યારે લખનઉમાં રહે છે