Translate to...

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?
કોરોનાવાયરસના કારણે એશિયા કપ અને T-20 વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. તેમનું મનોરંજન પૂરું કરવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) તેની સીઝન -13 સાથે પરત ફરી રહી છે. ગઈ સીઝનની સરખામણીએ ઘણા ફેરફારો જોવા મળશે. આયોજન ક્યાં થશે, કેવી રીતે થશે અને સુરક્ષા વ્યવસ્થા કેવી હશે, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પહેલાં IPLનું શુ શેડયૂલ હતું?

BCCIએ IPLની 13મી સીઝન માટે 29 માર્ચથી 24 મે સુધીનું શેડયૂલ નક્કી કર્યું હતું. જોકે, લોકડાઉનને કારણે આ તારીખો રદ્દ કરવી પડી હતી.ત્યારબાદ સાંભળવા મળ્યું હતું કે, IPLની મેચ મુંબઇ અને તેના આસપાસના કેન્દ્રોમાં પ્રેક્ષકો વિના થઈ શકે છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના કેસો એટલી હદે વધી ગયા કે તે વિચાર માત્ર વિચાર જ રહી ગયો હતો.તે પછી, એશિયા કપ અને T-20 જેવી ઇવેન્ટ્સ યોજાવાની હતી, પરંતુ કોરોનાવાયરસનો કહેર જોતા ICCએ ટૂર્નામેન્ટ્સ રદ્દ કરી હતી. આનાથી IPLના આયોજન માટેનો રસ્તો ખુલ્યો.

હવે મેચ ક્યારે થશે?

એશિયા કપ અને T-20 વર્લ્ડ કપ રદ્દ થવાને કારણે BCCIને 8 અઠવાડિયાનો વિંડો પિરિયડ મળ્યો છે. તે દરમિયાન IPL કરાવવામાં આવશે.IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 8 નવેમ્બરના રોજ રમાશે. 51-દિવસીય ટૂર્નામેન્ટમાં દરેક ટીમ 14–14 મેચ રમશે. કુલ 60 મેચ રમવામાં આવશે.મેચ સાંજે 7:30 વાગે શરૂ થઈ શકે છે. ભારતમાં 8 વાગે શરૂ થતી હતી. 7:30 વાગે ટોસ થતો હતો. આ વખતે IPL UAEમાં રમાશે. જેથી મેચોના ટાઇમિંગમાં ફેરફાર થશે.IPLના ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન બ્રજેશ પટેલે કન્ફર્મ કર્યું છે કે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરના રોજ ફાઇનલ રમાશે. જોકે, હજી સરકારની પરવાનગી મળવાની બાકી છે.

મોટો પ્રશ્ન-UAE કેમ પસંદ કરવામાં આવ્યું?

ભારતમાં કેસ વધી રહ્યા છે, તેથી IPL અહીં થઈ શકતું નથી. આને કારણે, ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ રહી છે. આ અગાઉ 2014માં પણ IPLની અમુક મેચો ત્યાં રમવામાં આવી હતી. ત્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી. IPLની 20 મેચ UAE રમાઈ હતી.યુએઈમાં ત્રણ સેન્ટર્સ છે જ્યાં મેચો થઈ શકે છે - શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ, અબુધાબી; દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, દુબઇ અને શારજાહ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, શારજાહ.બોર્ડ ત્રણેય સેન્ટર્સ ભાડે રાખી રહ્યું છે. ત્યાં બસ દ્વારા પહોંચી શકાય છે. દરેક કેન્દ્રની મુલાકાત માટે હવાઈ મુસાફરી જરૂરી નથી. ICC એકેડેમી ગ્રાઉન્ડ પણ ટ્રેનિંગ માટે ઉપલબ્ધ છે.

શું UAEમાં IPL રમવી સુરક્ષિત રહેશે?

ગયા અઠવાડિયે, UAEમાં કોરોનાના નવા કેસોમાં દરરોજ 300 કેસોનો ઘટાડો થયો છે. તે ભારત કરતાં સુરક્ષિત છે. ભારત હવે વિશ્વનો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ બની રહ્યો છે.UAEએ 7 જુલાઈએ તેની સરહદો પ્રવાસીઓ માટે ખોલી છે. 15 દિવસ કવોરન્ટીન રહેવું પણ જરૂરી નથી. દરેક વ્યક્તિને નેગેટિવ કોવિડ રિપોર્ટ બતાવ્યા પછી જ એન્ટ્રી મળી રહી છે.ભારતીય ખેલાડીઓએ માર્ચથી કોઈ મેચ રમી નથી. આને કારણે એક મહિનાનો ટ્રેનિંગ કેમ્પ જરૂરી છે. ભારતીય ખેલાડીઓ માટે આ એક સારું સ્થળ સાબિત થશે કારણ કે કવોરન્ટીન થવું જરૂરી નથી.ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સીઝન શરૂ થવા પર જોડાય શકે છે. બંને દેશો વચ્ચે 4થી 15 સપ્ટેમ્બર દરમિયાન લિમિટેડ ઓવર્સની સીરિઝનું પ્લાનિંગ છે. તેઓ મેચ પ્રેક્ટિસ સાથે ટૂર્નામેન્ટમાં જોડાશે.

IPL ફ્રેન્ચાઇઝ ટીમો શું કહે છે?

ગયા અઠવાડિયે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ, તમામ ફ્રેન્ચાઇઝ ટીમોને સંભવિત તારીખો વિશે માહિતી આપવામાં આવી હતી. આને કારણે, તેઓએ તેમની તૈયારીઓ ઝડપી કરી દીધી છે.ઘણા ખેલાડીઓની સાથે ઘણા લોકો માટે IPL જ આવકનું એક માત્ર સ્રોત છે. આવી સ્થિતિમાં તે વહેલી તકે IPL કરાવવા માંગે છે. આ માટે, તેઓએ દરેક શક્ય તૈયારી કરી લીધી છે.ફ્રેન્ચાઇઝના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે 20 ઓગસ્ટથી ટીમો ટ્રેનિંગ કેમ્પની તૈયારી કરી રહી છે. તે પહેલાં તેઓ તેમનો બેસ સેટ-અપ કરી લેશે. જેથી ખેલાડીઓને એડજસ્ટ થવાની તક મળે.કેટલીક ફ્રેન્ચાઇઝ દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે તેમની ટીમ અબુધાબીની કઈ હોટલમાં રોકાશે. ફ્લાઈંગ પ્રોસેસ શુ હશે.એક ફ્રેન્ચાઇઝે UAE જતા પહેલા ભારતમાં આઇસોલેશન પીરિયડમાં રહેવાનું નક્કી કર્યું છે. જેથી બધાને બાયો-સિક્યોર વાતાવરણમાં મૂકી શકાય. તે પછી તેઓ ટેસ્ટ કરાવીને UAE લઈ જશે.તમામ ટીમો તેમના ખેલાડીઓને દુબઈ લઈ જવા માટે ચાર્ટર પ્લેન બુક કરાવી રહી છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે કોઈ તારીખ નક્કી કરી નથી, તેથી આવું કરવામાં આવી રહ્યું છે.

વખતે IPL કઈ રીતે અલગ હશે?

પ્રેક્ષકો હાજર રહેશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. UAE સરકાર અને અન્ય સંજોગોને આધારે નિર્ણય લેવામાં આવશે. વધારે સંભાવના છે કે આ વખતે IPL મેચ પ્રેક્ષકો વિના થશે.મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની હાજરીના આધારે ચીયર લીડર્સ રહેશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. તેઓ અત્યાર સુધી દરેક IPLનું મુખ્ય આકર્ષણ રહ્યા છે. પ્રથમ વખત તેમના વગર મેચ થઈ શકે છે.જૂનું શેડ્યૂલ 44 દિવસમાં 60 મેચનું હતું. આ વખતે 51 દિવસ થયા છે. પ્રથમ પાંચ રવિવારે બે મેચમાં રમવાના હતા. પરંતુ હવે માત્ર પાંચ દિવસ ડબલ હેડર (એક જ દિવસમાં બે મેચ) રમવામાં આવશે.ટીમને મેચ દરમિયાન રણનીતિ બનાવવા 2 મિનિટનો સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ મળતો હતો. તે આ વખતે મળશે કે નહિ, કંઈપણ કહી શકાય તેમ નથી. આ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

IPL પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવાની હતી?

IPLનું શેડયૂલ એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર અસર ન પડે. એ નોંધવામાં આવી રહ્યું છે કે ટીમના ખેલાડીઓને પ્રવાસ પહેલાં જરૂરી મેચ પ્રેક્ટિસ મેળવી શકે.ભારતે નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયાના નિયમો અનુસાર, ખેલાડીઓએ 14 દિવસ સુધી કવોરન્ટીનમાં રહેવું પડશે. તેને ધ્યાનમાં રાખીને IPLનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતા અઠવાડિયે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે?

આ બેઠકમાં ત્રણ મોટા એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. આમાં UAEમાં લીગ શિફ્ટ કરવી, ફ્રેન્ચાઇઝ માટે કોરોના ગાઈડલાઈન બનાવી અને બ્રોડકાસ્ટરની ડિમાન્ડ સામેલ છે.બ્રોડકાસ્ટર સાથે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વાત થશે. લીગના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે 16,347 કરોડમાં IPL રાઇટ્સ ખરીદ્યા છે. મીટિંગમાં મેચનો સમય નક્કી કરવામાં આવશે.

IPL reaches UAE again after 6 years: In 2014, 20 out of 60 matches were played here; Learn how the tournament will be different this time?