Translate...

‘6 ડિસેમ્બર 1992ના રોજ હું છેક ગુંબજ પર ચડી ગયો હતો, સાંજ સુધીમાં તો રામલલ્લાનું કામચલાઉ મંદિર પણ બનાવી દીધું હતું’

‘6 ડિસેમ્બર 1992ના રોજ હું છેક ગુંબજ પર ચડી ગયો હતો, સાંજ સુધીમાં તો રામલલ્લાનું કામચલાઉ મંદિર પણ બનાવી દીધું હતું’રામ જન્મભૂમિ અયોધ્યામાં આવતીકાલે (5 ઓગસ્ટ) રામમંદિરનો શિલાન્યાસ થશે, ત્યારે કરોડો દેશવાસીઓ અને મંદિર આંદોલન સાથે સંકળાયેલા લાખો કારસેવકોનું સપનું સાકાર થશે, 1992માં જ્યારે વિવાદાસ્પદ માળખું તોડી પડાયું ત્યારે અમદાવાદથી પણ અનેક કારસેવકો અયોધ્યા ગયા હતા. આ કારસેવકો આજે તેમનું વર્ષો જૂનું સપનું પૂર્ણ થતા જોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. શહેરના મેઘાણીનગરમાં પ્લાયવૂડનો બિઝનેસ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ માળખું તૂટી પડવાના સાક્ષી છે. આ અંગે તેમણે DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું કે, હું ઘરેથી નીકળ્યો તેના બે દિવસ પહેલા જ ઘર બહાર કપડાં સંતાડી દીધા હતા. મારે તો બસ અયોધ્યા જવું હતું. આજે રામે મને ખૂબ આપ્યું છે, હું રોજ લાખો રૂપિયાનો બિઝનેસ કરું છું. બાબરી મસ્જિદનું વિવાદિત માળખું અમારી સામે હતું. અમે અન્ય લોકોની જેમ ત્યાં ભેગા થયા હતા. સ્ટેજ પરથી નેતાઓ દૂર રહો તેવું કહી રહ્યા હતા પણ ધીમે ધીમે લોકો બાબરી તરફ દોડવા લાગ્યા અને તેમાં હું પણ હતો. હું બાબરીના ગુંબજ પર ચડી ગયો અને પછી જે થયું તે ઇતિહાસ બની ગયો. સાંજ સુધીમાં તો અમે કામચલાઉ રામમંદિર બનાવી દીધું હતું.

બેરિકેડ હોવા છતાં હું કોઈપણ રીતે બાબરી મસ્જિદ સુધી પહોંચ્યો હતો ભૂપેન્દ્રભાઈ આગળ કહે છે, તે સમયે હું 17 વર્ષનો હતો. અયોધ્યામાં ઘણા લોકોને માર માર્યો હતો અને તેથી મારે ત્યાં જવું હતું. જો કે, ઘરેથી મંજૂરી મળે તેમ ન હોવાથી હું બે ત્રણ દિવસથી પોતાના કપડાં તથા અન્ય જરૂરી સામાનનો થેલો તૈયાર કરી રહ્યો હતો. આ પોટલું એક જગ્યાએ સંતાડી દીધું હતું અને એક દિવસ હું ઘરેથી નીકળી ને અયોધ્યા પહોંચી ગયો. અયોધ્યા પહોંચી તો ગયો પરંતુ બાબરી મસ્જિદ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. અનેક જગ્યાએ બેરિકેડ લગાવ્યા હતા. પરંતુ અમે કોઈપણ રીતે ત્યાં પહોંચ્યા. 6 ડિસેમ્બર 1992ના રોજ હજારો લોકો આ વિવાદિત જગ્યાએ હાજર હતા. સ્ટેજ પરથી નેતાઓ આગળ ન આવી અને કશું ન કરવા વિનંતિ કરતા હતા. પરંતુ લોકો બેરિકેડ તોડીને વિવાદિત સ્થળ સુધી પહોંચી ગયા હતા. હું પણ આ ટોળામાં ત્યાં પહોંચીને બાબરી મસ્જિદના ગુંબજ પર ચડી ગયો હતો અને સાંજ સુધી આ વિવાદિત માળખા પર અનેક લોકો હતા.

ઈંટો અને લાકડાંથી એક તંબુ બનાવીને રામલલ્લાની સ્થાપના કરી દીધી ભૂપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો જમીનદોસ્ત થઈ ગયો ત્યારે અમે ત્યાં ઈંટો અને લાકડાંથી એક તંબુ બનાવીને રામલલ્લાની સ્થાપના કરી દીધી હતી. હું અને મારા ઘણા સાથીઓ પરત આવ્યા હતા. જેમાંના ઘણાં લોકો હવે જીવિત નથી. પરંતુ ભગવાન રામે મને ખુબ આપ્યું છે અને હું આર્થિક રીતે સંપન્ન છું. આજે લોકોને મદદ કરું છું. ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે હું કેટલો ખુશ છું તેની કલ્પના પણ કરી શકતો નથી. ભગવાન રામની મૂર્તિ મૂકી ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે, અમારું જે કામ હતું તે અમે કર્યું. હવે રામલલ્લાનું મંદિર બનાવવા માટે ભગવાન રામ કોઈને નિમિત્ત બનાવશે, એ નિમિત્ત નરેન્દ્ર મોદી બન્યા છે. પાંચ ઓગસ્ટે પહેલી ઈંટ મૂકાવાની હોવાથી એ દિવસ ખૂબ મોટો તહેવાર છે. આ કાર સેવામાં હું પણ હતો તેનો મને ગર્વ છે.

એકને જોઈને બે, બેને જોઈ ચાર એમ આખો સમૂહ દોડ્યો અને ગુંબજ તોડી પાડ્યો ભૂપેન્દ્રભાઈ 6 ડિસેમ્બર, 1992ના દિવસની યાદોમાં સરી પડતા કહે છે કે, 6 ડિસેમ્બરે 1992ના રોજ મંચ પરથી રાજકીય પક્ષો દ્વારા વિનંતીઓ કરાતી હતી. જો કે, કારસેવકોમાં ખૂબ લાગણી અને જુસ્સો હોવાથી તેઓ કોઈના કહ્યામાં ન રહ્યા. કારસેવકો એટલા ઉત્સાહમાં હતા કે એકને જોઈને બે અને બેને જોઈને ચાર એમ આખો સમૂહ દોડ્યો હતો. ગુંબજ પર ચડી જે થવું હોય તે થાય એમ કહી ચડી ગયા હતા. આક્રોશ અને તાકાત લગાવી ગુંબજ તોડી પાડ્યો હતો.ahmedabadi kar sevak said I climbed babri mosque and built a temporary ram temple by evening