દેશમાં 6 ટેબલ ટોપ સહિત 12 એરપોર્ટના રનવે ખતરનાકની શ્રેણીમાં છે. તેમાંથી જમ્મુ અને પટણા સૌથી ખતરનાક છે. પટણાનો રનવે અંદાજે 6 હજાર ફૂટ જ લાંબો છે. તેની એક તરફ રેલવે લાઇન અને બીજી તરફ હાઇવે હોવાથી રનવે વધુ લાંબો કરી શકાય તેમ નથી. ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ (નાના વિમાન)ની ફ્લાઇટ્સની મંજૂરી આપી છે જ્યારે મોટા વિમાન લવાય તો અંદાજે 30% સીટો ખાલી રાખવાનો નિયમ છે. દરમિયાન, જમ્મુ એરપોર્ટ સિવિલ એન્ક્લેવમાં છે એટલે કે તેનો રનવે એરફોર્સનો છે. તેમાં એક તરફ તવી નદી અને બીજી તરફ રનવે લંબાવવામાં આવે તો વિમાને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે પાક.ની સરહદમાં જવું પડે. તેથી નદી તરફ રનવે લંબાવી શકાય તેમ છે. તેની પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે.
માપદંડ આ છે: ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ એવિયેશન એક્સપર્ટ અંકુર ભાટિયાએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ. કોઝિકોડની લંબાઇ નિર્ધારિત માપદંડ મુજબની છે. 7,500 ફૂટ લાંબા રનવે પરથી એરબસ ઉડાન ભરી શકે છે. 6-7 હજાર ફૂટ લાંબા રનવે પરથી બોઇંગ ઉડાન ભરે છે.
દેશના ટેબલ ટોપ એરપોર્ટ: પેકયાંગ એરપોર્ટ (સિક્કિમ), કુલ્લુ અને શિમલા (બન્ને હિમાચલ), લેંગપુઇ (મિઝોરમ), કરિપુર એરપોર્ટ (કાલીકટ, કેરળ), મેંગલોર (કર્ણાટક).
ખતરનાક એરપોર્ટઃ લેહ, પોર્ટ બ્લેર, અગરતલા, લાતૂર, જમ્મુ, પટણા.
કોઝીકોડ એરપોર્ટનો ટેબલ ટોપ રનવે - ફાઇલ તસવીર