Translate to...

6 જુલાઈથી શ્રાવણની શરૂઆત, પરંતુ સોમનાથ સહિત 7 જ્યોતિર્લિંગો માટે 21 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે

6 જુલાઈથી શ્રાવણની શરૂઆત, પરંતુ સોમનાથ સહિત 7 જ્યોતિર્લિંગો માટે 21 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે
6 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. પરંતુ તે 12માંથી 5 જ્યોતિર્લિંગ માટે જ છે. અન્ય 7 જ્યોતિર્લિંગો માટે શ્રાવણ મહિનાની શરૂઆત 21 જુલાઈથી થશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે આવી સ્થિતિ હિંદુ પંચાંગની વ્યવસ્થાના કારણે દર વર્ષે બને છે. દેશના ઉત્તર, મધ્ય અને પૂર્વ રાજ્યોમાં પૂર્ણિમા બાદ નવા હિંદુ મહિનાની શરૂઆત થાય છે. જેને પૂર્ણિમાંત મહિનો કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો તેમાં સામેલ છે. અહીં 6 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે.

પં. મિશ્રાએ જણાવ્યું કે, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં અમાસના બીજા દિવસથી નવો મહિનો શરૂ થાય છે. જેને અમાંત મહિનો કહેવામાં આવે છે. જેના કારણે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 15 દિવસ પછી થાય છે. આ રાજ્યોમાં 7 જ્યોતિર્લિંગ આવે છે, અહીં 21 જુલાઈથી શ્રાવણ શરૂ થશે. આ સિવાય નેપાળ અને તેની પાસેના ભારતીય રાજ્યો સાથે હિમાચલ પ્રદેશના થોડાં ભાગમાં સૌર કેલેન્ડર પ્રમાણે તહેવાર ઉજવવામાં આવે છે. એટલે આ જગ્યાએ શ્રાવણ મહિનાની તારીખ અલગ-અલગ હોય છે.

7 જ્યોતિર્લિંગ, જ્યાં 21 જુલાઈથી શ્રાવણ શરૂ થશેઃ-અમાંત કેલેન્ડરના કારણે ગુજરાતના સોમનાથ અને નાગેશ્વર, મહારાષ્ટ્રના ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ધ્રુશ્મેશ્વર, આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન, તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રાવણની શરૂઆત 21 જુલાઈથી થઇ રહી છે અને તેની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ રહેશે. અહીં શ્રાવણના સોમવાર ચાર જ રહેશે.

5 જ્યોતિર્લિંગ જ્યાં શ્રાવણ 6 જુલાઈથી શરૂ થશેઃ-પૂર્ણિમાંત કેલેન્ડર પ્રમાણે મધ્યપ્રદેશના મહાકાળ અને ઓંકારેશ્વર, ઉત્તરાખંડના કેદારનાથ, ઉત્તરપ્રદેશના કાશી વિશ્વનાથ, બિહારના વેદ્યનાથ ધામ જ્યોતિર્લિંગની પૂજા માટે શ્રાવણ મહિનાની શરૂઆત 6 જુલાઈથી થઇ રહી છે. તેનો છેલ્લો દિવસ 3 ઓગસ્ટ રહેશે.

નેપાળના પશુપતિનાથઃ-નેપાળ, હિમાચલ અને ઉત્તરાખંડના થોડાં ભાગમાં શ્રાવણ મહિનાની શરૂઆત 16 જુલાઈથી થશે અને તેનો છેલ્લો દિવસ 15 ઓગસ્ટ રહેશે. આ જગ્યાએ સૌર કેલેન્ડર પ્રમાણે તહેવાર ઉજવવામાં આવે છે.

15 દિવસનું અંતર પરંતુ તહેવારોની તારીખ એકઃ-દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં અમાંત કેલેન્ડરના કારણે અને પૂર્ણિમાંત કેલેન્ડરના કારણે શ્રાવણની તારીખમાં 15 દિવસનું અંતર રહે છે. પરંતુ રક્ષાબંધન, નવરાત્રિ, દશેરા, દિવાળી અને હોળી જેવા તહેવારોની તારીખો એક જ રહે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં જ્યાં રક્ષાબંધન પર્વ શ્રાવણના છેલ્લાં દિવસોમાં ઉજવવામાં આવે છે. ત્યાં જ, દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં શ્રાવણની વચ્ચેના દિવસોમાં આ પર્વ ઉજવાય છે. પરંતુ, તારીખમાં ફેરફાર થતો નથી.Shravan starts from July 6, but Shravan month will start from July 21 for 7 Jyotirlingas including Somnath