Translate to...

500 વર્ષ પછી આ ઘડી આવીઃ શ્રીરામની કુળદેવીની સ્તુતિ સાથે ભૂમિપૂજનના શ્રીગણેશ થયા

500 વર્ષ પછી આ ઘડી આવીઃ શ્રીરામની કુળદેવીની સ્તુતિ સાથે ભૂમિપૂજનના શ્રીગણેશ થયા




500 વર્ષની રાહ, આંદોલન અને કાનૂની લડાઈ પછી સોમવારથી રામ મંદિર નિર્માણનું પૂજન શરૂ થયું છે. રામ જન્મભૂમિ પર પૂજા શરૂ થવાની સાથે જ શ્રીરામની કુળદેવી દેવકાલી મંદિરમાં પૂજા પણ શરૂ થઈ છે. બંને જગ્યાએ ત્રણ દિવસ સુધી વિશેષ પૂજા ચાલશે. જન્મ સ્થળ પર પૂજા પહેલા વૈદિક પરંપરા મુજબ 21 આચાર્યોએ સવારે 9 વાગે આસન ગ્રહણ કર્યું હતું. પ્રથમ દિવસની પૂજાના યજમાન મહેશ ભાગચંદકા દંપતિ હતા. કોલકાતા નિવાસી મહેશ વીએચપીના કાર્યકર છે. કાશીના આચાર્ય જયપ્રકાશ ત્રિપાઠીના નેતૃત્વમાં આચાર્યોએ સૌપ્રથમ ગણેશ અથર્વશીષનો પાઠ શરૂ કર્યો. આ સ્તુતિ અથર્વવેદમાંથી લેવાય છે. વૈદિક પૂજા સાંજે 4.15 સુધી ચાલી.

‘बिबुध बिप्र बुध ग्रह चरन बंदि कहउँ कर जोरि। होइ प्रसन्न पुरवहु सकल मंजु मनोरथ मोरि।।’

અર્થાત્ - દેવતા, બ્રાહ્મણ, પંડિત, ગ્રહ આ બધાના ચરણોની વંદના કરી હાથ જોડી કહું છું કે તમે પ્રસન્ન થઈ મારા તમામ સુંદર મનોરથ પૂરા કરો.

આ મંદિર આરંભ પૂજા છેઃ ગોવિંદદેવ ગિરી મહારાજ 5 ઓગસ્ટે ભૂમિ પૂજા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હનુમાનજીના આશીર્વાદ લેવા હનુમાનગઢી મંદિર જશે. સોમવારે મંદિરને સેનેટાઈઝ કરાયું હતું. પૂજારી રાજુદાસે કહ્યું કે હનુમાનજીના ભગવાન રામનું કોઈ કાર્ય શરૂ થતું નથી એટલે પીએમ મોદી અને સીએમ યોગી પહેલા હનુમાનગઢી આવી રહ્યાં છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદદેવ ગિરી મહારાજે કહ્યું કે અમે ‘મંદિર આરંભ પૂજન’ કરી રહ્યાં છીએ. આ શિલાન્યાસ નથી, કારણ કે શિલાન્યાસ તો 1989માં થઈ ચૂક્યો છે.

અયોધ્યા સુંદર હશે, રોજગારી મળશે: અન્સારી ભૂમિપૂજન માટે સૌથી પહેલુ આમંત્રણ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીને મોકલાયું છે. અન્સારીએ કહ્યું કે આ ભગવાન શ્રીરામની ઇચ્છા હતી કે પહેલા નિમંત્રણ મને મળે. હું તેનો સ્વીકાર કરું છું. જ્યારે મંદિર બની જશે ત્યારે અયોધ્યા વધુ સુંદર બની જશે અને રોજગાર મળશે.

યોગીએ 4-5 ઓગસ્ટે દેશભરમાં દીપ પ્રાગટ્ય અને રામચરિતમાનસનો પાઠ કરવાનું આહવાન કર્યું છે. ઉમા ભારતી અને કલ્યાણસિંહ કાર્યક્રમમાં સામેલ થઈ શકશે નહીં. સોમવારે મુસ્લિમ પક્ષને પણ સારા સમાચાર મળ્યા. જિલ્લાધિકારીએ મસ્જિદ માટે ફાળવાયેલી 5 એકર જમીન વકફ બોર્ડને સોંપી દીધી.

દ.કોરિયાની 10% વસ્તી માટે અયોધ્યા નાનીનું ઘર દ.કોરિયાના 60 લાખ લોકો એટલે કે 10 લાખની વસતી અયોધ્યાને પોતાના નાનીનું ઘર માને છે. દ.કોરિયાના રાજવંશનું માનવું છે કે આ રાજવંશ શરૂ કરનાર રાણી હૌ હ્યાંગ-ઓક અયોધ્યાની રાજકુમારી સુરીરત્ના હતા.







સીતા માતા કૂળદેવીની મૂર્તિ પોતાની સાથે લાવ્યા હતા