Translate to...

5 ઓગસ્ટથી ખુલશે જિમ, 4 મહિનાથી પ્રતિબંધ હોવાથી ઈન્દોરમાં 10 હજાર ટ્રેઈનર બેરોજગાર થયા, જયપુરમાં ઘર ચલાવવા સંચાલકે જિમનો સામાન વેચ્યો

5 ઓગસ્ટથી ખુલશે જિમ, 4 મહિનાથી પ્રતિબંધ હોવાથી ઈન્દોરમાં 10 હજાર ટ્રેઈનર બેરોજગાર થયા, જયપુરમાં ઘર ચલાવવા સંચાલકે જિમનો સામાન વેચ્યો
દેશભરમાં અનલોક-3ની શરૂઆત થઈ ગઈ છે. નવી ગાઈડલાઈન પ્રમાણે 5 ઓગસ્ટથી જિમ સેન્ટર્સ ખોલી શકાશે. તે અગાઉ કોરોનાને પગલે 25 માર્ચથી જિમ બંધ હતા. આ સમય દરમિયાન સંચાલકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.ભાસ્કરે દેશના ચાર મુખ્ય શહેરોમાં જિમ સંચાલકો અને ફિટનેસ પ્રેમિઓ સાથે વાત કરી અને લોકડાઉનને લીધે તેમને જે મુશ્કેલી પડી તે અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

જયપુરઃ ઘર ચલાવવા માટે જીમ વેચવુ પડ્યું રાજસ્થાન પોલીસમાં DSP સુનિલ પ્રસાદ શર્માએ કહ્યું કે હું નિયમિતપણે જિમ જતો હતો. લોકડાઉનને પગલે જિમ બંધ થવાથી મુશ્કેલીનો સામનો કરવો કરવો પડ્યો હતો. જોકે મે મારું રુટીન જાળવી રાખ્યુ હતું. ઘર પર જ ફિટનેસને જાળવી રાખવા માટે વર્કઆઉટ કરવાની શરૂઆત કરી. તેમણે રનિંગ અને સાઈકલિંગની શરૂઆત કરી,જેથી તે ફિટ રહી શકે.

જયપુરના મનીષ ચોરસિયા વર્ષ 1998થી બોડી બિલ્ડિંગના ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. તે બોડી બિલ્ડિંગમાં મિસ્ટર જયપુર, મિસ્ટર રાજસ્થાન, મિસ્ટર હી-મેન સહિત દેશના ટોપ-10 બોડી બિલ્ડરમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે. તે કહે છે કે ઓનલોક બાદ કેન્દ્ર અને રાજ્યની સરકારો શરાબની દુકાનો, તમામ બજારો, લગભગ તમામ બાબતને લઈ રાહત અને છૂટ આપી રહી છે. પણ શરીરને ફિટ રાખવા માટે મદદરૂપ બને તેવા જિમ પર પ્રતિબંધને ચાર મહિના પસાર થઈ ગયા છે. જિમથી તો ઈમ્યૂનિટી વધે છે (વિષ્ણુ શર્માનો રિપોર્ટ)

લખનઉઃ ચાર મહિના સુધી ભાડુ ભર્યું,જે બચતો કરી હતી તે પૂરી થઈ ગઈ લખનઉમાં 15 માર્ચથી જ કોરોનાને લીધે જિમ બંધ કરવા માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ હતું. ઈન્દિરા નગર ક્ષેત્રમાં ક્લાસિસ ફિટનેસ એકેડમીના સંચાલક રાજ સિંહ કહે છે કે છેલ્લા ચાર મહિનાથી હું ભાડુ ભરી રહ્યો છું અને વીજળી બીલ આપી રહ્યો છું. આવક એક રૂપિયો પણ થઈ નથી.

આશિયાનામાં ફિટનેસ સેન્ટરના સંચાલક અભિષેક યાદવ પણ જિમ બંધ થવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જો તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે તેમ હોય તો જિમ શાં માટે બંધ છે. અમે ચાર મહિનાથી ઘરે બેઠા છીએ અને ભાડા ભરી રહ્યા છીએ. હવે અમારી બચતો પણ ખતમ થઈ ગઈ છે.

વર્ષ 2009માં રાષ્ટ્રીય સ્તરના બોક્સિંગની રમતમાં ભાગ લઈ ચુકેલા લખનઉના હુસૈનગંજના રહેવાસી વિકલ્પ ભટ્ટે રેગ્યુલર એક્સરસાઈઝમાં ભારે મુશ્કેલી પડતી હતી. તેઓ કહે છે કે હું ફિટ રહેવા માટે જિમ જતો હતો. પણ લોકડાઉનને લીધે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. હવે અનલોક-3માં આ મુશ્કેલી દૂર થી જશે. (આદિત્ય તિવારીનો રિપોર્ટ...)

સંચાલક રાજ સિંહ કહે છે કે છેલ્લા ચાર મહિનાથી ફક્ત ભાડુ ચુકવી રહ્યા છીએ અને વીજળી બિલ આપી રહ્યા છીએ

ઈન્દોરઃ 250 જિમ સેન્ટર્સ માટે રાહત ઈન્દોરમાં આશરે 250 જિમ સેન્ટર્સ છે, કોરોનાને લીધે આ તમામ બંધ હતા. પણ હવે અહીં આ કામ બંધ થવાથી 10 હજારથી વધારે ટ્રેઈનરોને માટે માઠા સમાચાર આવ્યા છે. તેઓ લગભગ બેરોજગાર થઈ ગયા છે. જિમ સંચાલકોની આર્થિક સ્થિતિ હવે ખરાબ છે. અનેક લોકોએ તો જિમને તાળા લગાવી દીધા છે. સંચાલકોનું કહેવું છે કે લાખો રૂપિયાની મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે. આ પૈકી કેટલાક મશીનો ઘણા મોંઘા છે. ભાડુ નહીં ભરી શકવાને લીધે મકાન માલીક જગ્યા ખાલી કરાવી રહ્યા છે. ઈન્દોર જિમ એસોસિએશનના અધ્યક્ષ સુનીલ રામચંદાની કહે છે કે એક લાખથી વધારે લોકો જે જિમ આવે છે તે પણ વર્કઆઉચ કરી સકતા નથી. શહેરમાં આશરે 90 ટકા જિમ ભાડાની બિલ્ડિંગમાં ચાલી રહ્યા છે. અનેક જગ્યા પર ભાડુ નહીં મળવાને લીધે મકાન માલિક સપોર્ટ કરતા નથી. શહેરોમાં આશરે 20 ટકા જિમ બંધ થઈ ચુક્યા છે. તે કહે છે કે જિમ બંધ થવાને લીધે અનેક સંચાલકોને સામાન વેચવાની ફરજ પડી છે. (રાજીવ તિવારીનો અહેવાલ...)

ઈન્દોરમાં 250 જિમ છે, તમામ હાલ બંધ છે.

ભાેપાલ: જિમ ટ્રેઈનરે કહ્યું- જે મળવ્યું હતું તેનાથી મેઈનેઈન કરવું મુશ્કેલ થઈ ગયું હતું ભોપાલ શહેરના જિમ સંચાલક અને ફિટનેસ ટ્રેઈનર સતીશ કુમારે જણાવ્યું હતું કે જે અત્યાર સુધી મેળવ્યું છે તેનાથી મેઈન્ટેઈન કરવું મુશ્કેલ બની ગયું હતું. ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે સૌથી જરૂરી જીમ છે. ચાર મહિના પછી બધી વસ્તુ ખુલી પણ જિમ ન ખુલ્યા. સરકારને તો માત્ર રેવન્યુની ચિંતા હતી. લોકોના સ્વાસ્થ્યની નહીં. પરંતુ હવે સ્થિતિ સુધરશે. (વિકાસ વર્માનો રિપોર્ટ)

ભોપાલની ફિટનેસ ફ્રીક બીહૂ પાલે કહ્યું સરકારે લોકોના આરોગ્ય અંગે વિચાર કરવો જોઈએ

Gym to open from August 5, 10 thousand trainers unemployed in Indore due to 4 months ban