48 વર્ષીય પ્રવીણ તાંબે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમશે, ટૂર્નામેન્ટમાં રમનાર પ્રથમ ભારતીય બનશે

48 વર્ષીય પ્રવીણ તાંબે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમશે, ટૂર્નામેન્ટમાં રમનાર પ્રથમ ભારતીય બનશે



48 વર્ષીય લેગ સ્પિનર પ્રવીણ તાંબેને કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનબગો નાઈટ રાઈડર્સ(TKR)ની ટીમે સાઇન કર્યો છે. તે આ T-20 ટૂર્નામેન્ટમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. કેરેબિયન પ્રીમિયર લીગ 18 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન TKRનો કો-ઓનર છે.

તાંબે પોતાની હોમ ટીમ મુંબઇ માટે માત્ર 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. જે તેણે 2013-14માં રમી હતી. તેને આ વખતના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બેસ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો હતો. BCCIની પોલિસી પ્રમાણે કોઈપણ ખેલાડી નિવૃત્તિ લીધા વગર વિદેશી લીગમાં રમી શકે નહીં. તાંબે દુબઇ અને શારજાહ ખાતે T-10 લીગમાં રમ્યો હતો, તેથી તે IPLમાં રમવા ડિસ્ક્વોલિફાય થયો હતો.

તે હરાજીમાં વેચાયા હોય તેવા ખેલાડીઓની સૂચિમાં સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો હતો. તેણે 2013થી 2016 દરમિયાન 33 મેચમાં 28 વિકેટ લીધી હતી. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો છે.







Praveen Tambe, 48, will play in the Caribbean Premier League, becoming the first Indian to play in the tournament