47 વર્ષમાં પહેલીવાર તાતાને પછાડી રિલાયન્સ બન્યું દેશનું સૌથી મોટું ગ્રૂપ, વિશેષજ્ઞએ કહ્યું- હવે આ અંતર વધતું જ જશે

47 વર્ષમાં પહેલીવાર તાતાને પછાડી રિલાયન્સ બન્યું દેશનું સૌથી મોટું ગ્રૂપ, વિશેષજ્ઞએ કહ્યું- હવે આ અંતર વધતું જ જશેરિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના શેરોમાં ગત અઢી મહિનામાં આવેલા ઉછાળાએ કંપની અને તેના ચેરમેન મુકેશ અંબાણીના ખાતામાં અનેક સિદ્ધિઓ ઉમેરી છે. રિલાયન્સ આ ઉછાળા સાથે 13 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂએશન ધરાવતી કંપની બની ગઈ છે, જ્યારે અંબાણી દુનિયાની 5મી સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. ઉપરાંત રિલાયન્સે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માર્કેટકેપ મામલે રિલાયન્સ હવે તાતા ગ્રૂપને પાછળ કરી દેશનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ બની ગયું છે.

તાતા ગ્રૂપની કુલ 17 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ બાદ સૌથી મોટી કંપની ટીસીએસ પણ સામેલ છે. ગત વર્ષે એક એપ્રિલે રિલાયન્સની કુલ માર્કેટકેપ 8,91,000 કરોડ રૂપિયા હતી. જોકે તાતાની 17 કંપનીઓની કુલ માર્કેટકેપ ત્યારે 11,09,809 કરોડ રૂપિયા હતી એટલે કે રિલાયન્સથી આશરે 2.18 લાખ કરોડ રૂપિયા વધુ. પણ તાજેતરમાં રિલાયન્સમાં આવેલા રોકાણે તસવીર બદલી નાખી છે.

બ્રોકરેજ ફર્મ જીરોધાના સહ-સંસ્થાપક નિખિલ કામથ કહે છે કે તાતા ગ્રૂપમાં ટીસીએસ ઉપરાંત કોઈ પણ કંપની સારું પ્રદર્શન કરી શકી નથી. તાતા મોટર્સ અને સ્ટીલે ખરાબ પ્રદર્શન કર્યુ હતું. તેનું મોટું કારણ આ સેક્ટર દબાણ હેઠળ હોવાનું પણ રહ્યું છે. ઉપરાંત ટોપ મેનેજમેન્ટમાં થયેલી ઊથલપાથલની પણ ગ્રૂપ પર અસર જોવા મળી હતી. આ કારણે જ તાતાની કુલ માર્કેટકેપ અપેક્ષાને અનુરૂપ વધી ન હતી. શેરબજાર નિષ્ણાત અંબરીશ બલિગાએ કહ્યું કે બજારમાં સારી કહાણીઓ વેચાય છે. રિલાયન્સ વિશે તમામ કહાણીઓ ચાલી રહી છે, જ્યારે તાતા વિશે ગત થોડાક સમયથી કંઈ ખાસ સાંભળવા મળ્યું નથી. આશાથી ભરપૂર કહાણીઓને લીધે રિલાયન્સની માર્કેટકેપ વધી છે, જોકે તાતાની સ્થિર છે.

નિષ્ણાતોએ કહ્યું- તાતા પરંપરાગત તો રિલાયન્સ ભવિષ્ય પર કામ કરે છેતાતાને પાછળ કરવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝને ભલે 47 વર્ષનો સમય લાગ્યો હોય પણ નિષ્ણાતો માને છે કે હવે આ અંતર વધતું જશે. રિલાયન્સ જિયોની વેલ્યૂએશન હાલ 4.40 લાખ કરોડ રૂપિયા છે. તેનું શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ તેની વેલ્યૂએશન વધી જશે. તેનાથી ગ્રૂપની માર્કેટકેપ પણ વધશે. તાતા પરંપરાગત સેક્ટરમાં છે. જ્યારે રિલાયન્સ ભવિષ્ય પર કામ કરે છે. બલિગાનું પણ એવું માનવું છે. તે કહે છે કે રિલાયન્સ હવે તાતાથી આગળ જ રહેશે.

રિલાયન્સની માર્કેટકેપ તાતા ગ્રૂપથી 2.18 લાખ કરોડ રૂપિયા વધુ

ગ્રૂપ 1 એપ્રિલ 2019 22 જુલાઈ 2020 રિલાયન્સ ગ્રૂપ 8.91 લાખ કરોડ રૂપિયા 13.06 લાખ કરોડ રૂપિયા તાતા ગ્રૂપ 11.09 લાખ કરોડ રૂપિયા 11.32 લાખ કરોડ રૂપિયા

મુકેશ અંબાણી અને રતન તાત- ફાઇલ તસવીર.