44 ટેસ્ટ રમી ચૂકેલા કુસલ મેન્ડિસે વૃદ્ધને ટક્કર મારી, ઘટના સ્થળે જ મોત; પોલીસે ધરપકડ કરી

44 ટેસ્ટ રમી ચૂકેલા કુસલ મેન્ડિસે વૃદ્ધને ટક્કર મારી, ઘટના સ્થળે જ મોત; પોલીસે ધરપકડ કરી



શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે રવિવારે સવારે સાયકલ ચલાવતા 64 વર્ષીય વ્યક્તિને કારથી ટક્કર મારી હતી. વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રન કેસમાં પોલીસે મેન્ડિસની ધરપકડ કરી છે. રાજધાની કોલંબોથી આશરે 30 કિમી દૂર પાનાદુરા શહેરમાં આ દુર્ઘટના બની હતી.

પોલીસ પ્રવક્તા અને એસએસપી જલિયા સેનારત્નેએ સમાચારોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મેન્ડિસની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ચેકઅપ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મેન્ડિસે 44 ટેસ્ટમાં 2995 રન બનાવ્યામેન્ડિસે શ્રીલંકા તરફથી 44 ટેસ્ટમાં 2995 અને 76 વનડેમાં 2167 રન બનાવ્યા છે. તેણે 26 T-20માં 484 રન બનાવ્યા છે. વિકેટકિપર બેટ્સમેન પણ કોરોના પછી શરૂ થયેલા ટ્રેનિંગ કેમ્પનો ભાગ છે. જુલાઈમાં, શ્રીલંકા ભારત સાથે ઘરેલુ શ્રેણી રમવાનું હતું, જે કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે.







મેન્ડિસે શ્રીલંકા માટે 44 ટેસ્ટમાં 2995 અને 76 વનડેમાં 2167 રન બનાવ્યા છે.