41 ટેપના રોલ અને 400 કલાકની મહેનત પછી કોરોના થીમ પર ડ્રેસ બનાવનાર ટીનેજર ઈન્ટરનેટ સેન્સેશન બની

41 ટેપના રોલ અને 400 કલાકની મહેનત પછી કોરોના થીમ પર ડ્રેસ બનાવનાર ટીનેજર ઈન્ટરનેટ સેન્સેશન બની



અમેરિકાના ઇલિનોઈસ રાજ્યમાં રહેતી 18 વર્ષની ટીનેજર પોતાના સ્પેશિયલ ડ્રેસને લઈને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. પેટોન મેન્કરે 41 ટેપનાં રોલમાંથી મહામારી કોરોના વાઈરસ થીમ પર ડ્રેસ બનાવ્યો છે. આ ડ્રેસ તેણે પ્રોમ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે બનાવ્યો છે, જેને બનાવતા તેને 400 કલાક લાગ્યા છે. ડ્રેસ પર તેણે કોરોના હીરોઝ, ડોક્ટર અને ચિંતિત વ્યક્તિ સામેલ છે. તેણે કોરોના વાઈરસ જેવું દેખાતું પર્સ પણ બનાવ્યું છે.

લોકડાઉનને લીધે પ્લાન બદલવો પડ્યો
હાઈસ્કૂલની સ્ટુડન્ટ પેટોને પોતાની આવડતથી ડ્રેસ તૈયાર કર્યો છે. તે પહેલાં કોમ્પિટિશન માટે ડ્રેસ લિયોનોર્ડો દ વિન્સીના ડ્રેસની જેમ ડીઝાઇન કરવા માગતી હતી, પણ લોકડાઉનને લીધે તેની આ ઈચ્છા અધૂરી રહી. ત્યારબાદ તેણે લોકડાઉન અને કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રેસ ડીઝાઇન કરવાનું વિચાર્યું.

400 કલાકની મહેનત પછી બન્યો સસુંદર ડ્રેસ
પેટોને કહ્યું કે, હું કોરોના વાઈરસ થીમ પર આધારિત ડ્રેસ ડીઝાઇન કરવા માગતી હતી અને મને તે પણ ખબર હતી કે આવો ડ્રેસ અન્ય કોઈ ડીઝાઇન નહિ કરે. હાલ દુનિયામાં બદલાઈ રહેલા સમયનેહું મારા ડ્રેસની મદદથી લોકોને બતાવવા માગતી હતી. કોરોના મહામારીને લીધે આ ટીનેજરનો ગ્રેજયુએશનપ્રોગ્રામ કેન્સલ થઇ ગયો હતો, પરંતુ તેણે ડ્રેસને લઈને અમુક ડીઝાઇન નક્કી કરીને રાખી હતી. પેટોનને આ સુંદર ડ્રેસ બનાવતા 400 કલાક લાગ્યા.

હું બધાની આભારી છું
પેટોન આ ડ્રેસને કોઈને બતાવવા નહોતી માગતી, પણ આજે આખી દુનિયા ડ્રેસ જોઈને વખાણ કરી રહી છે. પેટોનની માતાએ તેની દીકરીના ડ્રેસના ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે. તેની પોસ્ટને 25 હજાર લોકોએ શેર કરી છે અને અનેક લોકો ડ્રેસના વખાણ કરી રહ્યા છે. પેટોનને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે દુનિયા આખી તેના વખાણ કરી રહી છે, તેણે કહ્યું કે, હું બધાની આભારી છું જે લોકોને મારો આ પ્રોમ ડ્રેસ પસંદ આવ્યો. ડ્રેસ પર ફેસ માસ્ક પહેરેલા ડોક્ટર, કોરોનાથી ભાગતા લોકો અને મહામારીથી ચિંતિત લોકો દેખાઈ રહ્યા છે.

કોમ્પિટિશન 21 જુલાઈએ યોજાશે
અમેરિકાની ટીનેજરે પોતાના ડ્રેસથી કોરોનાથી અસરગ્રસ્ત થયેલા લોકોની ચિંતા દર્શાવી છે કે લોકો આર્થિક અને માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પેટોને આ પ્રોમ ડ્રેસ 21 જુલાઈએ થનારી કોમ્પિટિશન માટે બનાવ્યો છે, પણ તે પહેલાં જ લોકોએ જોઈ લીધો. પેટોન અત્યારથી જ પોતાને વિનર સમજે છે, જો તે કોમ્પિટિશન જીતી જશે તો કોલેજ ફંડમાં જીતેલી રકમ જમા કરાવશે.









Teen's DIY coronavirus-themed prom dress made out of duct tape scores likes around the globe