403 ધારાસભ્યોમાંથી 143 પર ગુનાહિત કેસ, ભાજપના 37% ધારાસભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ; ભાજપના જ 61માંથી 35 લોકસભા સાંસદ પર કેસ

403 ધારાસભ્યોમાંથી 143 પર ગુનાહિત કેસ, ભાજપના 37% ધારાસભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ; ભાજપના જ 61માંથી 35 લોકસભા સાંસદ પર કેસ



ગેંગસ્ટર વિકાસ દુબે હજુ સુધી ઝડપાયો નથી જેના કારણે હોબાળો થઈ રહ્યો છે. આ હોબાળો કરનારા પણ એ જ રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓ છે, જે ચૂંટણીમાં ખુલ્લેઆમ ગુનાહિત રેકોર્ડવાળા ઉમેદવારને ઉતારે છે. જેમાંથી ઘણા ઉમેદવાર જીતીને લોકસભા અને વિધાનસભા પહોંચી પણ જાય છે. પરંતુ, જ્યારે આ જ ગુનાહિત રેકોર્ડ વાળા રાજનેતા ક્યાંકના ધારાસભ્ય કે સાંસદ બની જાય છે, તો ગુનાખોરી વિરુદ્ધના નિવેદનો આપે છે.

ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે, જ્યાંની વસ્તી 22 કરોડથી પણ વધુ છે.જેટલી વસ્તી પાકિસ્તાનની છે એટલી તો માત્ર યુપીમાં છે. અહીંયા સૌથી વધુ વિધાનસભા અને લોકસભાની બેઠકો છે. અહીંયાથી 80 લોકસભા સાંસદ અને 403 ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. જેમાંથી ઘણા સાંસદ અને ધારાસભ્ય ગુનાહિત રેકોર્ડ વાળા પણ હોય છે.એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ પ્રમાણે, અહીંયાના 2019માં ચૂંટાઈને આવેલા 80 લોકસભા સાંસદોમાંથી 44 સાંસદો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા. જ્યારે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા 403 ધારાસભ્યોમાંથી 147 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

વિધાનસભા ચૂંટણીઃ કેટલા ગુનાહિત કેસ વાળા ઉમેદવાર ઉતર્યા અને કેટલા જીત્યા?1. ઉમેદવારઃ 4823માંથી 859 પર ગુનાહિત કેસ હતા2017માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં 403 બેઠકો માટે 4 હજાર 823 ઉમેદવાર ઉતર્યા હતા. જેમાંથી 17% એટલે કે 859 ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા. આ 859માંથી 704 તો એવા હતા, જેમની પર ગંભીર ગુનાહિત કેસ હતા. ગંભીર ગુના એટલે કે એવા ગુના જેમાં પાંચ વર્ષ અથવા એનાથી વધારે સમયની સજા મળતી હોય અથવા બિમ જામીન હોય.

આ તો થઈ કુલ ઉમેદવારોની વાત. જ્યારે અહીંયાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, સપા, બસપા, RLD અને કોંગ્રેસે 1 હજાર 480 ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી 492 ઉમેદવારો પર ગુનાહિત કેસ હતા. આ હિસાબથી વિધાનસભા ચૂંટણીમાં આ પાંચ પાર્ટીઓએ જેટલા ઉમેદવાર ઉતાર્યા હતા,તેમાંથી 33%થી વધુ પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા.

2. જીત્યાઃ 859 ઉમેદવારોમાંથી 143 જીતીને પણ આવ્યાવિધાનસભા ચૂંટણીમાં જે 859 ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા. તેમાંથી 143 તો જીતીને વિધાનસભા પણ પહોંચી ગયા હતા. એટલે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં તો જે 403 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા, જેમાંથી 143 એટલે કે 36% પર ગુનાહિત કેસ હતા. જો કે, 2012ની સરખામણીમાં આ આંકડા ઓછા હતા. 2012માં 189 ધારાસભ્ય ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા હતા.

આ ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 312 બેઠકો જીતી હતી. એના જ સૌથી વધુ 114 ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે. આ ઉપરાંત બસપા, સપા અને કોંગ્રેસે 72 બેઠકો જીતી હતી. આ ત્રણેય પાર્ટીઓના 20 ધારાસભ્ય ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા હતા.

લોકસભા ચૂંટણીઃ કેટલા ગુનાહિત કેસવાળા ઉમેદવાર ઉતર્યા અને કેટલા જીત્યા?1. ઉમેદવારઃ 80 બેઠકો પર ઉતરેલા 220 ઉમેદવારો પર ગુનાહિત કેસ હતા2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકો પર 979 ઉમેદવાર ઉતર્યા હતા, જો કે આમાથી 958 ઉમેદવારીના જ એફિડેવિટનું એનાલિસિસ થયું હતું. આ 958 ઉમેદવારોમાંથી 220 ઉમેદવાર એવા હતા, જેમની પર ગુનાહિત કેસ હતા.

ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપાના 216 ઉમેદવારોના એફિડેવિટનું એનાલિસિસ થયું હતું. આ ચારેય પાર્ટીઓના 117 ઉમેદવાર ક્રિમિનલ બ્રેકગ્રાઉન્ડ વાળા હતા. એટલે કે આ ચારેય પાર્ટીઓએ જેટલા ઉમેદવાર ઉતાર્યા હતા, તેમાંથી 54%થી વધુ ગુનાહિત કેસ હતા.

2. જીત્યાઃ જે સાંસદ ચૂંટાઈને આવ્યા, તેમાંથી 56% પર ગુનાહિત કેસ હતાલોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 80 બેઠકો પર ચૂંટાઈને આવેલા સાંસદોમાંથી 79 સાંસદોના એફિડેવિટનું એનાલિસિસ થયું હતું. આ 79 સાંસદોમાંથી 44 સાંસદો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા. એટલે કે જેટલા સાંસદ જીતીને આવ્યા હતા, તેમાંથી 56% ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા હતા.વિધાનસભા ચૂંટણીની જેમ જ લોકસભામાં પણ ભાજપે જ સૌથી વધુ બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે 61 બેઠકો જીતી હતી, જેમાંથી 35 બેઠકો પર ગુનાહિત કેસ વાળા ઉમેદવાર જીતીને આવ્યા હતા.આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી હતી. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક જીતી હતી અને તેમના એફિડેવિટ પ્રમાણે, તેમની પર પણ ગુનાહિત કેસ નોંધાયેલો છે.







UP Crime News: Uttar Pradesh (UP) 143 MLA With Criminal Cases | List of Uttar Pradesh (UP) BJP BSP and Congress, Samajwadi Party MLAs with Criminal Records