Translate to...

40 વર્ષીય ભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી, મૃત્યુ પહેલાં લાઈવ આવીને રડતા રડતા આત્મહત્યાનો સંકેત આપ્યો હતો

40 વર્ષીય ભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી, મૃત્યુ પહેલાં લાઈવ આવીને રડતા રડતા આત્મહત્યાનો સંકેત આપ્યો હતો
ટીવી એક્ટર સમીર શર્મા બાદ હવે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી છે. 40 વર્ષીય અનુપમાએ 2 ઓગસ્ટે મુંબઈના દહિસર વિસ્તારમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. જોકે, આ ન્યૂઝ સમીર શર્માના મૃત્યુ બાદ મીડિયામાં આવ્યા છે. અનુપમાએ આત્મહત્યા કરતા પહેલાં ફેસબુક લાઈવ કરીને તેની દિલની વાત કરી હતી અને આત્મહત્યા કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ 26 મિનિટ પછી તેણે ફેસબુકની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું, બાય બાય ગુડ નાઈટ.

મૃત્યુ પછી સહાનુભૂતિ વ્યક્ત કરનારને આડે હાથ લીધા 1 ઓગસ્ટે રાત્રે 11: 54 વાગ્યે અનુપમા ફેસબુક પર 10 મિનિટ 4 સેકન્ડ માટે લાઈવ આવી હતી. આ દરમ્યાન તે રડી રહી હતી. તેણે એવા લોકો પ્રત્યે તેનો રોષ પણ વ્યક્ત કર્યો જે કોઈના મૃત્યુ બાદ તેમના પ્રત્યે સહાનુભૂતિ જતાવે છે. અનુપમાએ કહ્યું, નમસ્તે. હું મારી વાતો ફેસબુક પર શેર કરવા આવી છું. હું જોઉં છું કે કોઈનું મૃત્યુ થઇ જાય છે તો લોકો તેના વિશે ઘણી સારી વાતો કરવા લાગે છે. જેમ કે, અરે પહેલાં કઈ કહ્યું નહીં, કહ્યું હોત તો કંઈક રસ્તો શોધી શક્યા હોત. કંઈક તો કરત, કંઈક તો થઇ શક્યું હોત. આ બધું ખાલી બોલવા માટે છે.

કોઈ કોઈની પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. તમે ખુદ ટ્રાય કરીને જોઈ લો. પહેલી વાત એ છે કે આવું પગલું લોકો ત્યારે ભરે છે જ્યારે બધી રીતે થાકી જાય છે. મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને કોઈ સમયસર પાસે નથી આવતા, મદદ નથી કરતા. તમે ક્યારેક ટ્રાય કરો, કહો કે અમારી આ પ્રોબ્લેમ છે, આ કારણ છે, આને કારણે અમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. તમે મારા મિત્ર છો, માટે હું તમને કહીને જઈ રહ્યો છું. જેથી તમે દુનિયાને કહી શકો કે તેનું કારણ આ છે.

મેં આ બધી વાતોને ઘણી નજીકથી જોઈ છે અને સમજી છે કે જેને તમે મિત્ર સમજીને વાત શેર કરશો તેઓ વાતને સીધી રીતે લેવાને બદલે ખોટી રીતે લેશે. તેઓ કહે છે કે તમે મને આ શું કામ કહી રહ્યા છો? મને કેમ સંભળાવી રહ્યા છો? મને કેમ ખેંચી રહ્યા છો? જો તમને કઈ થયું તો હું ફસાઈ જઈશ. તેના મૃત્યુ બાદ તે જ લોકો દુનિયાભરમાં બોલતા ફરે કે યાર મને તો ખબર જ ન હતી. જો ખબર હોત તો હું આ કરત, તે કરત.

જેને તમે ખાસ ફ્રેન્ડ સમજશો તે જ મિત્રો તમારા પર આંગળી ઊઠાવશે. બીજી વાત તમે ખુદને એવા બનાવો કે દરેક તમારા પર વિશ્વાસ કરે, પરંતુ તમે ક્યારેય કોઈપર ભરોસો ન કરતા. આ પાઠ મેં આ દુનિયામાં ભણ્યો છે.

ત્રીજી વાત છે કે તમારી તકલીફ, પ્રોબ્લેમ કોઈની સાથે શેર ન કરો. કોઈને પોતાના મિત્ર ન માનો. કોઈ કોઈનો ફ્રેન્ડ નથી. બધા ખોટા છે, બધા ફ્રોડ છે. તમારી વાતની મસ્તી કરશે. તમારા પર હસશે. દુનિયામાં આવું જ થાય છે. મેં બધું ઘણું નજીકથી જોયું છે. ઘણો અનુભવ થયો છે. એટલે હું આજે શેર કરી રહી છું.

જ્યારે તમે કોઈ સાથે ફોન પર વાત કરો છો તો તેને રેકોર્ડ કરીને બીજાને ફોરવર્ડ કરવામાં આવે છે. આ સાંભળો, આ આવું કહેતી હતી. આવી રીતે મસ્તી કરવામાં આવે છે. તમે કોઈને દિલની વાત શેર કરો, તે તેને બીજી દસ જગ્યાએ જાહેર કરશે કે આ આવું બોલી હતી. મતલબ તમે મરવા સમયે પણ પોતાની વાત કોઈ સાથે શેર કરો તો તે સમયે પણ માણસ તમને નીચા પાડવામાંથી કે તમારી મસ્તી કરવામાંથી ઊંચા નહીં આવે.

પોતાની જાતને જ પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણાવી વીડિયોના અંતમાં અનુપમા તેના મૃત્યુ માટે ખુદને જ જવાબદાર ગણાવી રહી છે. તેણે કહ્યું કે, આજે જો હું મરી જાઉં તો મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તેની જવાબદારી હું ખુદ લઉં છું. જો કોઈ એવી સ્થિતિ આવી તો તેની જવાબદાર માત્ર હું છું, બીજું કોઈ નહીં. જો પોલીસ, મીડિયા, સમાજમાં કોઈ પોઇન્ટ આઉટ કરે કે તે મિત્ર હતો, તેને કંઈક કહ્યું હશે કે તે ભાઈ હતો, તેણે કંઈક કહ્યું હશે.

જો કોઈએ કઈ કહ્યું, કોઈએ કઈ કર્યું તો સ્થિતિ આપણે જ ઊભી કરી હતી, આપણે જ તે ચાન્સ આપ્યો હતો તો બીજાને પોઇન્ટ આઉટ કેમ કરવા? તેના જવાબદાર આપણે જ છીએ. આપણે બીજાને શું કામ દોષી જાહેર કરીએ? બસ આ જ કહેવું હતું. આભાર તમે લોકો આવ્યા. તમારા બધાનો આભાર કે મને સાંભળી. હવે હું કેટલી સાચી છું, કેટલી ખોટી? આ તો તમે લોકો નિર્ણય કરજો. પરંતુ, મેં જે કંઈપણ કહ્યું છે તે સમજી વિચારીને કહ્યું છે. બાકી બાય બાય, બધા ખુશ રહો.અનુપમા પાઠકે ઘણી ભોજપુરી ફિલ્મ્સ અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે