Translate to...

30 જુલાઈથી વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત, યજમાન હોવાથી ભારતને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી

30 જુલાઈથી વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત, યજમાન હોવાથી ભારતને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી



ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત 30 જુલાઈએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની સીરિઝથી થશે. આ લીગમાં વર્લ્ડની ટોપ 12 ટીમો અને નેધરલેન્ડસ્ રમશે. દરેક દેશ ઘરઆંગણે અને વિદેશમાં 3 વનડેની 4-4 સીરિઝ રમશે. લીગના અંતે ભારતને બાદ કરતાં વર્લ્ડની ટોપ 7 ટીમો ઓક્ટોબર-નવેમ્બર 2023માં થનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થશે. યજમાન હોવાથી ભારતને 2023ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે. જ્યારે નેધરલેન્ડસ્ 2015-17 વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ જીતીને ક્વોલિફાય કરવાની રેસમાં જોડાયું છે.

પોઇન્ટ્સ સિસ્ટમનું શું છે?

દરેક ટીમને આ લીગમાં એક જીત બદલ 10 પોઇન્ટ્સ મળશે, ટાઈ/નો રિઝલ્ટ પર 5-5 પોઇન્ટ્સ, જ્યારે મેચ હારવા પર એકપણ પોઇન્ટ્સ મળશે નહિ.

ટોપ-7માં આવનાર ટીમો વર્લ્ડ કપમાં કઈ રીતે રમી શકશે?

ટોપ-13માંથી 5 ટીમોને વર્લ્ડ કપ લીગ દ્વારા એન્ટ્રી નહિ મળે. તે બાદ તેમણે 5 એસોસીએટ્સ ટીમો સાથે વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડશે. તે 10માંથી ફાઇનલિસ્ટ એટલે કે 2 ટીમને વર્લ્ડ કપમાં જગ્યા મળશે.

લીગ પાછળનું કારણ શું?

ICCના જનરલ મેનેજરે કહ્યું કે, આ લીગથી આગામી 3 વર્ષ માટે વનડેમાં બાઇલેટરલ સીરિઝનું મહત્ત્વ વધી જશે. વર્લ્ડના ફેન્સને અન્ય દેશોની સીરિઝમાં પણ રસ પડશે કારણકે અન્યની હાર-જીતની અસર તેમની ટીમના સ્ટેન્ડિંગ પર થશે. 2023નો વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનો હોવાથી, કોરોનાને કારણે જે સમય ગુમાવ્યો છે, તેને કવર અપ કરી શકીશું.







વર્લ્ડ કપ સુપર લીગમાં દરેક ટીમ 3 વનડે મેચની 8 સીરિઝ રમશે. 4 સીરિઝ ઘર આંગણે અને 4 સીરિઝ વિદેશમાં રમશે.