Translate to...

26 સદસ્યની ટીમમાં મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજાનું પણ નામ, બંનેની એક વર્ષ પછી વાપસી; શોન માર્શ અને કૂલ્ટર નાઇલ બહાર

26 સદસ્યની ટીમમાં મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજાનું પણ નામ, બંનેની એક વર્ષ પછી વાપસી; શોન માર્શ અને કૂલ્ટર નાઇલ બહાર




ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ સપ્ટેમ્બરમાં થનાર ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 26 સદસ્યની સંભવિત ટીમ જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાને આ પ્રવાસ દરમિયાન વનડે અને T-20 સીરિઝ રમવાની છે, જેનું શેડયૂલ જાહેર થયું નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઓપનર ઉસ્માન ખ્વાજાની એક વર્ષ પછી વાપસી થઈ છે.

મેક્સવેલ અને ખ્વાજા 2019ના વર્લ્ડ કપમાં છેલ્લી વનડેમાંજુલાઈમાં રમ્યા હતા. આ સિવાય, અનકેપ્ડ ખેલાડી ડેનિયલ સેમ્સ, રિલે મેરેડિથ અને જોશ ફિલિપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પીટર હેન્ડસકોમ્બ, શોન માર્શ અને નાથન કૂલ્ટર નાઇલને સ્થાન મળ્યું નથી.

ચીફ સિલેક્ટર ટ્રેવર હોન્સે કહ્યું કે, આગામી T-20 વર્લ્ડ કપ અને 2023ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ સિલેક્ટ કરવામાં આવી છે. T-20 વર્લ્ડ કપ આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન રમાવવાનો છે. જ્યારે 2023 વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ:સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, આરોન ફિંચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, નેથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મેકડરમટ, રિલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ , ડાર્સી શોર્ટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રુ ટાઇ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝામ્પા.







2019 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડમાં સામેની મેચમાં વિકેટ પડ્યા પછી ઉજવણી કરતા ગ્લેન મેક્સવેલ, ઉસ્માન ખ્વાજા (વચ્ચે) અને પેટ કમિન્સ (જમણે)