Translate to...

225 રૂપિયાવાળી કોરોના વેક્સીનના સમાચાર વચ્ચે કેરળ પ્લેન દુર્ઘટનાએ હચમચાવ્યા, આજે યાદ કરીશું ભારત છોડો આંદોલન અને 8 ગ્રહોના દર્શન કરીશું

225 રૂપિયાવાળી કોરોના વેક્સીનના સમાચાર વચ્ચે કેરળ પ્લેન દુર્ઘટનાએ હચમચાવ્યા, આજે યાદ કરીશું ભારત છોડો આંદોલન અને 8 ગ્રહોના દર્શન કરીશું
ઓગસ્ટ 2020નો 221મો દિવસ. 78 વર્ષ પહેલા આજના જ દિવસે મહાત્મા ગાંધીએ મુંબઈથી ભારત છોડો આંદોલન શરૂ કર્યુ અને અંગ્રેજોને ભગાડ્યા. તેની ઉજવણી આગામી સપ્તાહે આજના દિવસે જ કરીશું, પરંતુ આ વખતે સાથે મળીને નહીં, પણ થોડા દૂર-દૂર રહીને ઉજવીશું.

આજના દિવસને વધુ એક ઘટના ખાસ બની રહી છે, જેમાં તમે રાતે પૂર્વ દિશામાં એકસાથે એક-બે નહીં, પૂરેપુરા 8 ગ્રહ જોઈ શકશો. તો છેને આ કમાલનો દિવસ, તો સૌથી પહેલા એ સમાચારોની વાત કરી લઈએ જે ઘટના ગઈકાલે બની છે પણ આજના દિવસ તમને નોલેજ અને માહિતી આપશે..

સૌથી પહેલા સમાચાર વરસાદ અને તે પ્રકોપના જેણે ભગવાની ધરા એટલે કે God's Own Country કેરળમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે, ત્યાંથી મળેલા આ બે સમાચાર દુઃખ છે.

સવારના સમાચારઃ 15 ગરીબ મજૂરો દટાઈ ગયા, 12ને બચાવી લેવાયા શુક્રવાર સવારે કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમાલામાં જમીન ધસી પડવાથી 15 ગરીબ મજૂરોના મોત થયા છે. 12ને બચાવી લેવાયા છે. 60થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.આ વિસ્તાર જાણીતા પર્યટન સ્થળ મુન્નાથી 25 કિમી દૂર છે. જે સ્થળે ભૂસ્ખલન થયું, ત્યાં ચાના બગીચામાં કામ કરતા તમિલનાડુના મજૂરોની કોલોની હતી. આ સમાચારને વિગતવાર નીચે વાંચી શકશો, જેથી તમે સમજી શકો કે કેવી રીતે બધુ ખતમ થઈ ગયું.

કેરળમાં ભારે વરસાદ / ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 15ના મોત, 12ને બચાવાયા, 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સાંજના સમાચારઃ લેન્ડિગના સમયે લપસ્યુ વિમાન;18ના મોત, 163ને બચાવાયા સવારે જમીન ધસી પડવાની દુર્ઘટનામાં બહાર પણ નહોતા આવ્યા અને કેરળના કોઝિકોડ એરપોર્ટ પર સાંજે મોટ દુર્ઘટના સર્જાઈ. દુબઈથી આવી રહેલા એર ઈન્ડિયાના એક પ્લેન ટેબલ ટોપ(પહાડી) એરપોર્ટ પર લેન્ડિગ કરતી વખતે લપસી જતા 30 ફુટ ઊંડી ખાઈમાં પડ્યું હતું. જેમાં 180 યાત્રિ હતા. દુર્ઘટનામાં બન્ને પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાની તસીવર ભયાનક છે. કારણ કે વિમાન ખરાબ રીતે બે ટુકડામાં વહેચાઈ ગયું હતું. ઈશ્વરને બાકીના યાત્રિઓની સલામતીની પ્રાર્થના સાથે લિંક પર ક્લિક કરીને તમે જાણી લો કે આ દુર્ઘટના કેટલી ભયાનક હતી.

કેરળ વિમાન દુર્ધટના LIVE / મૃત્યુઆંક 18 થયો, મુસાફરોની મદદ માટે દિલ્હી અને મુંબઈથી 2 સ્પેશિયલ ફ્લાઈટ કોઝિકોડ મોકલાઈ

હવે એ ક્રાંતિકારી કોરોના વેક્સીનની વાત જેના માટે રાહ જોવાઈ રહી છે, સારા સમાચાર તો એ છે કે ભારતમાં કોરોના વેક્સીન બની રહી છે 225 રૂપિયા વાળી વેક્સીન ક્યારે આવશે? ભારતમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સીન તૈયાર કરી રહેલા સીરમ ઈન્સ્ટીટ્યૂટ વાળા અદાર પૂનાવાલાનો આભાર, આભાર એટલા માટે કારણ કે તે માત્ર 225 રૂપિયામાં વેક્સીન આપવાની તૈયારી કરી રહ્યા છે. તેમને બિલ ગેટ્સ અને તેમના પત્નીનું ફાઉન્ડેશન સાથ આપી રહ્યું છે. આ બધુ કેવી રીતે થશે, એ જાણવા માટે તમે નીચેની લિંક પર ક્લિક કરીને જાતે જ જાણી લેશો તો ખુશી થશે..

સસ્તી વેક્સીન / 225 રૂપિયામાં કોરોનાની રસી મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને ગાવીની સાથે કરાર કર્યો

ઉપરના સમાચાર વાંચીને ખુશી થઈ હોય તો બીજા નંબર પર વધુ એક સારા સમાચાર વાંચો જે તમને સોના-ચાંદી તેજી સાથે જોડાયેલા છે 60 હજારનું સોનું બહુ સારું લાગવાનું છે? સાહેબ સમાચાર એ છે કે આ વખતે તહેવારની સિઝનમાં ચાંદીમાં 90 હજાર રૂપિયા કિલો તો સોનું 60 હજાર રૂપિયા તોલા(10 ગ્રામ) થઈ શકે છે. આપણે ભારતીયોને સમજણ વાળી બચત સાથે જોડાયેલા આ સમાચાર સાચ્ચે તમને પ્લાનિંગ કરવામાં મદદ કરશે, તેને નીચેની લિંક પર ક્લિક કરીને શાંતિથી વાંચો.

વણથંભી તેજી / સોનું બનાવી રહ્યું છે રોજ નવી વિક્રમી સપાટી, ટૂંક સમયમાં 10 ગ્રામ દીઠ રૂ. 60,000 થવાની સંભાવના

હવે આગળ વધીએ અને વાત કરીએ એ સુશાંતની જે સાચ્ચે જ સોના જેવો હતો, તેના સુસાઈડ કેસમાં CBI-EDનું ડબલ પાવર વાળુ જેટ એન્જિન લાગી ગયું છે. રિયા એન્ડ ફેમલિ Vs CBI-ED , મામલો ગંભીર છે શુક્રવારે EDએ સુશાંતની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈને ઘેર્યો હતો. મામલો પૈસાનો છે. 9 કલાક પૂછપરછ ચાલી. સામે આવ્યું કે, રિયા મેડમ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે 15 કરોડ રૂપિયા ઉડાવવાની વાત ખોટી છે. તેને કહ્યું કે, મે 7 ફિલ્મમાં કામ કર્યું છે અને પૈસા કમાયા છે. આખો કેસ સમજવા અને જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

સુશાંત આત્મહત્યા કેસ / રિયાના કોલ ડીટેલ્સમાં ખુલાસો- બાંદ્રાના DCP અભિષેક ત્રિમુખે સાથે ચાર વાર એક્ટ્રેસે વાત કરી હતી, સુશાંતની પણ બમણા ફોન તેના હાઉસ મેનેજર સેમ્યુઅલને કર્યા

ક્રિકેટના દિવસો ફરી પાછા આવી રહ્યા છે હવે સમાચાર સ્પોર્ટ્સની દુનિયાના કારણ કે કોરોનાના લોકડાઉનને જીવનમાંથી ઉત્સાહ જ છીનવી લીધો છે, એવામાં ક્રિકેટ શરૂ થાય તો દેશમાં નવો ઉત્સાહ આવે. T-20ની ઘમાસાણ વાળી IPLને UAEમાં યોજવા અંગે કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. BCCIએ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર UAEમાં ટૂર્નામેન્ટ કરાવવા માટે રાજી થઈ ગઈ છે. IPLના તમામ પત્તા આ મહિનામાં ખુલી જશે અને ઉત્સાહની ઊંધી ગણતરી શરૂ થઈ જશે. કેવી રીતે-ક્યારે થશે, આ લિંક પર ક્લિક કરીને જાણી લો

બીજી બાજુ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વર્ચુઅલ મીટિંગમાં શુક્રવારે એક મોટો નિર્ણય લેવાયો છે. કોરોનાથી ઊભી થયેલી સ્થિતિને જોતા એ નક્કી કરવામાં આવ્યું કે, 2021માં થનારી T-20 વિશ્વ કપ ભારતમાં થશે જ્યારે આ વર્ષે ટાળવામાં આવેલા વિશ્વ કપનું આયોજન 2022માં ઓસ્ટ્રેલિયામાં કરાશે. નિર્ણય અને તારીખને સમજવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. IPL માટે કોરોના ગાઇડલાઇન્સ / તમામ 8 ટીમો અલગ-અલગ હોટલમાં રોકાશે, ખેલાડીઓ સાથે બેસીને જમી નહિ શકે; બાયો-સિક્યુરિટી નિયમ તોડવા પર સજા મળશે

હવે જતા જતા જોઈ લઈએ કે ઓગસ્ટના બીજા શનિવારના સિતારા,અંક અને કાર્ડ તમારા માટે શું ભવિષ્યવાણી કરી રહ્યા છે. સિતારાઓની ચાલ, આજનો મંત્ર, રાહુકાળ અને કયા કામો માટે આજે શુભ મુહૂર્ત છે અસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 8 ઓગસ્ટ, શનિવારે ચંદ્રમા મીન રાશિમાં મંગળ સાથે રહેશે. આ બે ગ્રહોના એક જ રાશિમાં હોવાથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના પ્રભાવની અટકેલા પૈસા મળી શકે છે. આજે 12 થી 6 રાશિઓ માટે દિવસ શુભ રહેશે. ટેરો કાર્ડ રીડર શીલા એમ. બજાજના જણાવ્યા પ્રમાણે, આજનો દિવસ 12માંથી 8 રાશિઓ માટે દિવસ ઘણો સફળતા અને લાભદાયક રહી શકે છે. સાથે જ 4 રાશિઓ માટે સમય છેતરપિંડીથી બચવાનો છે. ઘમા લોકોને અચાનક મોટા લાભની તક મળી શકે છે.

8 ઓગસ્ટનું રાશિફળ / શનિવારે તુલા રાશિના લોકો ખૂબ જ વ્યસ્ત રહેશે, જાતકોને આર્થિક ગતિવિધિઓના ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે

હવે જતા જતા જોઈ લઈએ કે આજ દિવસભરમાં કયા મોટા સમાચાર પર નજર રહેશે

સ્વસ્છ ભારત મિશન હેઠળ આજથી ‘ગંદકી મુક્ત ભારત’ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી તથા સ્વચ્છતા વિભાગના નેતૃત્વમાં તેનું ઉદ્ધાટન 8 ઓગસ્ટે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલા ગાંધી દર્શન પરિસરથી થશે.વંદેભારત મિશન હેઠળ ભારત લાવવામાં આવી રહેલા યાત્રિઓની મદદ માટે દિલ્હી એરપોર્ટે એક સુવિધા પોર્ટલ તૈયાર કરી છે જેનું આજે લોન્ચિગ થશે. આ પોર્ટલની મદદથી ભારત આવનારા યાત્રિઓને ક્વોરન્ટિનની લાંબી પ્રક્રિયાથી છૂટ મળશે.

08 August 2020 Kerala Plane Crash|Corona Virus, Politics|CBI Sushant Singh Case|News Brief Dainik Bhaskar Morning Latest Updates