Translate to...

22 દિવસથી ચાલી રહેલા ડ્રામામાં ગેહલોતે રણભૂમિ બદલી, પરંતુ સદન પહેલા કોર્ટમાં ચિત્ર બદલાઇ શકે છે




રાજસ્થાનમાં 22 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામામાં શુક્રવારે મુખ્યમંત્રી ગેહલોત જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર શિફ્ટ કરી દેવામા આવ્યા હતા. હવે આ ધારાસભ્યો 14 ઓગસ્ટ સુધી મતલબ કે વિધાનસભા સત્ર શરૂ થવા સુધી અહીં રહેશે. ગેહલોતે રણભૂમિ ભલે બદલી હોય પરંતુ BSPના જે 6 ધારાસભ્યોને તેમણે કોંગ્રેસમાં સામેલ કર્યા હતા તેમનો કેસ હાઇકોર્ટ પહોંચી ગયો છે. કોર્ટે નોટિસ પણ જાહેર કરી છે. હવે જો ચૂકાદો BSPના ધારાસભ્યો વિરુદ્ધ આવશે તો ગેહલોત સંકટમાં મુકાઇ શકે છે.

ગેહલોત દાવો કરી રહ્યા છે કે તેમની સરકારને કોઇ ખતરો નથી. કોંગ્રેસ 102 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ફ્લોર ટેસ્ટ થશે ત્યારે બહુમતિ સાબિત કરવી તેમના માટે મોટો પડકાર હશે. કારણ કે પાર્ટી જે 102 ધારાસભ્યોની વાત કરી રહી છે તેમાં સ્પીકર સામેલ છે. સ્પીકર ત્યાં સુધી વોટ ન આપી શકે જ્યાં સુધી બન્ને પક્ષમાંથી બરાબર વોટ ન પડે. તેમાં કોંગ્રેસના ધારાસભ્ય માસ્ટર ભંવરલાલ પણ છે જેઓ અત્યારે બીમાર છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમનું સદનમાં ઉપસ્થિત રહેવું મુશ્કેલ છે. તેથી આ સંખ્યા પહેલાથી જ 100 પર આવી જાય છે.

હવે જો BSPમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોનો મામલો કોર્ટમાં ફસાય તો ગેહલોત માટે મુશ્કેલી વધી જશે. કોર્ટમાં ગુરૂવારે BSPએ અપીલ કરી હતી કે જ્યાં સુધી કોર્ટનો ચૂકાદો ન આવે, ત્યાં સુધી તેમને ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા પર રોક લગાવવામા આવે. જો આવું થશે તો ગેહલોતની સમસ્યા વધશે.







Gehlot changes battlefield in 22-day drama, but picture may change in court before House