Translate to...

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા
દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 65 હજાર 156 દર્દી નોંધાયા અને 52 હજાર 135 દર્દી સાજા થયા. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે 60 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 50 હજારથી વધુ દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 21.52 લાખ કેસ આવી ચુક્યા છે. સારા સમાચાર તો એ છે કે આમાથી 14.79 લાખથી વધુ લોકો સાજા થયા છે. 6.28 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 43 હજાર 453 લોકો આ બિમારીથી જીવ ગુમાવી ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 12 હજાર 822 સંક્રમિત નોંધાયા છે. આ એક દિવસમાં પહેલી વખત આટલા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો પણ 5 લાખને પાર કરી ગયો છે. 10 હજાર 80 નવા કેસ સાથે આંધ્રપ્રદેશ બીજા નંબરે રહ્યું છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

અપડેટ્સ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા 14.79 લાખથી વધુ થઈ ગઈ છે. રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ વધીને 68.32% થઈ ગયો છે જ્યારે મૃત્યુદર 2.04% છે. દેશમાં અત્યાર સુધી 2 કરોડ 33 લાખ 87 હજાર 171 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેએ ટ્વિટ કરીને આ સમાચાર આપ્યા છે.ગુજરાત કેરળ ત્રિપુરા, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા 24 કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દર્દી સાજા થયા છે. આ ઉપરાંત દાદાર નગર હવેલી, ચંદીગઢ અને મિઝોરમમાં નવા કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યા એકસરખી રહી હતી.

રાજ્યોની સ્થિતિ મહારાષ્ટ્રઃ મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં શુક્રવારે સાત નવા કેસ નોંધાયા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2,604એ પહોંચી ગઈ છે. તો આ તરફ પૂણેમાં એક્ટિવ કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં સૌથી વધારે થઈ ગઈ છે. શુક્રવાર સુધી અહીંયા કુલ સંક્રમિત દર્દી 1 લાખ 264 છે, જેમાંથી 30 હજારથી વધુ એક્ટિવ દર્દી છે. અહીંયા 2,290 દર્દીઓના મોત પણ થઈ ચુક્યા છે. સતત વધી રહેલા કેસ વચ્ચે હવે પૂણેમાં 3 જમ્બો કોવિડ સેન્ટર તૈયાર કરાયા છે.

મધ્યપ્રદેશઃ અનલોક-3 અંગે રાજ્ય સરકારે શુક્રવાર સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, તહેવાર પર બહાર નીકળવાની છૂટ નહીં મળે. બજાર રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. નાઈટ કર્ફ્યુ સવારે 5 વાગ્યા સુધી હશે. ભોપાલ સહિત રાજ્યમાં માત્ર રવિવારે જ લોકડાઉન રહેશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, હોટલ અને રેસ્ટોરન્ટ હવે રાતે 10 વાગ્યા સુધી ખુલી શકશે, પરંતુ તેમણે આ વખતે ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું પડશે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યના મુખ્ય સચિવ અવસ્થીએ કહ્યું કે, અમે કોવિડ ગાઈડલાઈન્સનું સખતાઈથી પાલન કરાવી રહ્યા છીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી કલમ 188 હેઠળ કુલ 1 લાખ 74 હજાર FIR કરવામાં આવી છે.

બિહારઃ રાજ્યમાં કોરોના સેમ્પલની તપાસ અંગે કુલ સંક્રમિતોની સંખ્યામાં વધારાનો સતત નવો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 71,520 કોરોના સેમ્પલની તપાસ કરાઈ છે, જેમાં 3,646 નવા સંક્રમિતોની ઓળખ કરાઈ છે. રાજ્યમાં સંક્રમણની ટકાવારી સતત ઘટી રહી છે. છેલ્લા દસ દિવસોની વાત કરવામાં આવે તો 31 જુલાઈએ સંક્રમણની ટકાવારી 13.12%એ પહોંચી હતી. પરંતુ 7 ઓગસ્ટે સંક્રમણની ટકાવારી 5.09% રહી છે. એટલે કે ઈન્ફેક્શનની ટકાવારી અડધાથી પણ ઘટી ગઈ છે.Corona India Live News And Updates Of 9th August

ફાઈલ તસવીર