2028 ગેમ્સની તૈયારી: ચેમ્પિયન તૈયાર કરવા વાળી પોડિયમ સ્કીમમાં હવે જૂનિયર્સને પણ તક, કોચની સેલેરી અને કરાર પણ વધારવામાં આવ્યો

2028 ગેમ્સની તૈયારી: ચેમ્પિયન તૈયાર કરવા વાળી પોડિયમ સ્કીમમાં હવે જૂનિયર્સને પણ તક, કોચની સેલેરી અને કરાર પણ વધારવામાં આવ્યો



રમત મંત્રાલયે 2028ની ઓલિમ્પિક તૈયારીઓ માટે તૈયારી શરૂ કરી દીધી છે. રમત મંત્રી કિરણ રિજિજુએ શુક્રવારે કહ્યું હતું કેહવે ઓલિમ્પિક ચેમ્પિયન તૈયાર કરનાર ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS)માં જૂનિયર્સનો પણ સમાવેશ થશે.તેમજ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને કોચનો પગાર અને કરાર 4 વર્ષ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રિજિજુએ ફિટ ઈન્ડિયા સત્રમાં કહ્યું, "દરેક ભારતીયનું સપનું છે કે આપણા ખેલાડીઓ ઓલિમ્પિકમાં વધુ મેડલ્સ જીતે."આનાકારણે રમત મંત્રાલયે 2028 ઓલિમ્પિકમાં મેડલ જીતવાના મામલે ટોપ -10માં પ્રવેશ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પ્રતિભાશાળીજુનિયરનેએડોપ્ટકરાશેરિજિજુએ કહ્યું - સરકાર 10 થી 12 વર્ષના પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરીને તેમને એડોપ્ટ કરશે. તેઓને તમામ આધુનિક સુવિધાઓ સાથે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ 2024 અને 2028 ઓલિમ્પિક્સમાં મેડલ્સ જીતી શકે.

પરિણામો નાઆધારેપગારવધશેમોટા ખેલાડીઓના કોચને 2 લાખ રૂપિયાથી વધુ નહીં આપવાના બાઉન્ડેશનને દૂર કરવામાં આવ્યું. વિદેશી કોચની જેમ તેમની સાથે 4-વર્ષનો કરાર કરવામાં આવશે જેથી આપણા ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. રમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે 2028 ઓલિમ્પિકનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ તમામ કોચનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આ કોચનો પગાર કેટલો વધશે, તેનો નિર્ણય પરિણામોના આધારે લેવામાં આવશે.

'Fit Hai to Hit Hai India' webinar - Interacting with students @[email protected]@chetrisunil11#[email protected]@[email protected]://t.co/t0CawlG9k5

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 3, 2020

8રાજ્યોમાંસ્ટેટએક્સીલેન્સસેન્ટરબનશેરમત મંત્રાલયે કહ્યું કે, પહેલા લેગમાં 8 રાજ્યોમાં ખેલો ઇન્ડિયા હેઠળ ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સીલેન્સ તૈયાર કરવાની અનુમતિ મળી છે. આ સેન્ટર્સ પર આગામી 3 ઓલિમ્પિકની તૈયારી માટે હાઈ પરફોર્મન્સ મેનેજર, સ્પોર્ટ્સ સાયન્સ એક્સપર્ટ અને કોચની નિયુક્તિ કરવામાં આવશે.

વનસ્ટેટ,વનગેમ્સયોજનાથીખેલાડીઓતૈયારકરાશેભારતનું લક્ષ્ય 2028ના ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ 10માં આવવાનું છે. આ અંતર્ગત રમત મંત્રાલયે વન સ્ટેટ, વન ગેમ્સ માટેની યોજના તૈયાર કરી છે. આ માટે 14 રમતોની પસંદગી કરવામાં આવી છે. રાજ્યોને આ રમતો દત્તક આપવામાં આવી છે. રાજ્યો પર તેમના ખેલાડીઓ તૈયાર કરવાની જવાબદારી રહેશે.

શુંછેપોડિયમસ્કીમ?ઓલિમ્પિકની તૈયારી માટે સપ્ટેમ્બર 2014થી પોડિયમ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આમાં તે ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે, જે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લે છે અથવા ક્વોલિફાય કરશે તેવી આશા છે. ખેલાડીઓને આધુનિક સુવિધાઓ આપવા ઉપરાંત ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં આવે છે.







રિજિજુએ ફિટ ઈન્ડિયા સત્રમાં કહ્યું, "દરેક ભારતીયનું સપનું છે કે આપણા ખેલાડીઓ ઓલિમ્પિકમાં વધુ મેડલ્સ જીતે. તેથી અમે વધુ મહેનત કરી રહ્યા છીએ."