ગુજરાતમાં વસતિવધારો થઈ રહ્યો છે, જેમાં આગામી 2021માં રાજ્યમાં કુલ વસતિ6.61 કરોડ સુધી પહોંચી જશે, તેમાં પણ 20 થી 59 વર્ષની વયની વસતિ3.82 કરોડ એટલે કે 56.8% જેટલી થશે,અને 0 થી 19 વર્ષની વસતિ2.23 કરોડ એટલે કે 33.2% થશે, જ્યારે 67 લાખ એટલે કે 9.9% વસતિ60 વર્ષથી ઉપરની વયની હશે.
અંદાજ પ્રમાણે ગુજરાતમાં વસતિ2022માં વધીને 6.67 કરોડ અને 2025માં 6.86 કરોડ થઇ હશેગુજરાતમાં વસતિના પ્રોજેક્ટેડ આંકડા મુજબ 2021માં જ્યારે વસતિ ગણતરી થશે ત્યારે વસતિનું પ્રમાણ 6.72 કરોડ થવાની ઘારણા છે. જેમાં 20થી 59 વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા 3.82 કરોડ (56.8 ટકા)એ પહોંચી હશે. ગુજરાતમાં માત્ર 67 લાખ (9.9 ટકા) લોકોની વય 60 વર્ષ કે તેથી ઉપરની હશે. ગુજરાતમાં 2021માં કુલ વસતિ 6.61 કરોડ હશે જે અંદાજ પ્રમાણે 2022માં વધીને 6.67 કરોડ અને 2025માં 6.86 કરોડ થઇ હશે. રાજ્યમાં 2026માં વસતિનો આંકડો સાત કરોડ સુધી પહોંચી ચૂકયો હશે.
2021માં ભારતમાં વસતિ ગણતરીનું કામ એપ્રિલમાં થરૂ થવાનું હતુંગુજરાતમાં સૌથી વધુ 56.8 ટકા લોકોની વય 20થી 59 વર્ષની હશે જે વિક્રમી હશે. 2011ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ વસતિ 6.04 કરોડની નોંધાઇ હતી, જેમાં છેલ્લા 10 વર્ષમાં 70 લાખ લોકોનો ઉમેરો થાય તેવી સંભાવના છે. 2011 બાદ 10 વર્ષે એટલે કે, 2021માં ભારતમાં વસતિ ગણતરીનું કામ એપ્રિલમાં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શકયું નથી.પરંતુ પ્રોજેક્ટડ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
તસવીર પ્રતિકાત્મક છે