Translate to...

2009માં કાનપુર ASPએ મંચ ઉપર વિકાસની હિસ્ટ્રીશીટ ફાડી હતી, બસપા સરકાર ઉપર ક્લીનચિટ આપવાનો આરોપ લાગ્યો હતો

2009માં કાનપુર ASPએ મંચ ઉપર વિકાસની હિસ્ટ્રીશીટ ફાડી હતી, બસપા સરકાર ઉપર ક્લીનચિટ આપવાનો આરોપ લાગ્યો હતો




કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઘટનાના 8માં દિવસે શુક્રવારે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જેમના માથે પાંચ લાખનું ઈનામ રખાયું હતું તે વિકાસના એન્કાઉન્ટરની પોલીસની કહાની ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે. તેની સાથે જોડાયેલા કિસ્સા અને રાજકીય કનેક્શન પણ સામે આવી રહ્યા છે.

એક ઘટના તેની હિસ્ટ્રીશીટ સાથે જોડાયેલી છે. 2009માં કાનપુરના તત્કાલીન ASPએ વિકાસની હિસ્ટ્રીશીટ ફાડતા કહ્યું હતું કે આવા લોકોને પણ જીવવાનો હક છે, જે ઘણા સમયથી ક્રાઈમને છોડી ચૂક્યા હોય.

શું હતો સમગ્ર બનાવવર્ષ 2009માં ઉત્તરપ્રદેશમાં બસપાની સરકાર હતી. વરિષ્ઠ પત્રકાર અનુપ બાજપેયી જણાવે છે કે તે સમયે કાનપુરના તત્કાલિન ASP આનંદ સ્વરૂપે ગુનાઓ છોડી ચૂકેલા હિસ્ટ્રીશીટરોનું લીસ્ટ બનાવ્યું હતું.તેમા એવા લોકોના નામ હતા જેમની હિસ્ટ્રીશીટ ખુલી હતી, પરંતુ તેઓએ લાંબા સમયથી કોઈ ગુનો કર્યો ન હતો અને પોતે કરેલા ગુનાની સજા ભોગવી ચૂક્યા હતા. આ કવાયતનું કારણ એ પણ જણાવાઈ રહ્યું હતું કે ઘણીવાર જિલ્લામાં કોઈ ગુનો થતો તો પોલીસ જૂના હિસ્ટ્રીશીટરોને પણ પરેશાન કરે છે, જેઓની આ ગુનામાં કોઈ સંડોવણી ન હોય. આ યાદીમાં મોટાભાગના હિસ્ટ્રીશીટર 60થી 80 વરષની ઉંમરના લોકો હતા. આ સમયે વિકાસ દુબે 40-45 વર્ષનો હતો. વિકાસને પણ આ કાર્યક્રમમાં બોલાવાયો હતો. અહીં તત્કાલીન ASPએ વિકાસની હિસ્ટ્રીશીટ ફાડી નાંખી હતી.

હિસ્ટ્રીશીટ ફાડવાથી ભારે રાજનીતિ થઈ હતીઆ કાર્યક્રમનું કવરેજ કરનાર સીનિયર જર્નલિસ્ટ મનીષ નિગમ જણાવે છે કે હિસ્ટ્રીશીટ ફાડવાના બનાવને લઈને કાનપુરમાં ભારે રાજનીતિ થઈ હતી. વિકાસના વિરોધીઓએ તત્કાલિન બસપા સરકાર સામે નિશાન સાધ્યું હતું. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે બસપા સાથે જોડાયેલા લોકોને ક્લીનચિટ અપાઈ રહી છે.

વિકાસની હિસ્ટ્રીશીટ શું છે?વિકાસની હિસ્ટ્રીશીટ મુજબ તેની સામે 60 કેસ હતા. 2007માં વિકાસ ઉપર ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ નંબર 265/07માં 3(1) ગેંગસ્ટર એક્ટ મુજબ કેસ નોંધાયો હતો. ત્યાર પછી 2012થી અત્યાર સુધી બસપા સરકાર રહી, કોઈ કેસ નોંધાયો નથી.

પત્રકાર અનુપ બાજપેયી કહે છે કે આ સમયે બસપા સરકારમાં બ્રાહ્મણ નેતાઓનો દબદબો હતો. કાનપુરની ઘટના પછી એક વીડિયો વાયરલ થયો હતો. તેમા વિકાસ પણ કહી રહ્યો છે કે માયાવતી તેને નામથી ઓળખે છે. કદાચ આજ કારણ છે કે 2007માં જે ગેંગસ્ટર એક્ટ લગાવાયો, ત્યાર પછીના 5 વર્ષ સુધી કોઈ કેસ નોંધાયો નથી. બસપા પછી સપા સકરા આવી. વિકાસ સામે વર્ષ 2015માં બે કેસ નોંધાયા.

બિકરુ અથડામણ પહેલા 2017માં હત્યાનો કેસ નોંધાયો હતોએવું ન હતું કે વિકાસ દુબે ભાજપની સરકાર બન્યા પછી શાંત બેઠો હોય. હિસ્ટ્રીશીટ મુજબ વિકાસ દુબે ઉપર 2017માં 4 કેસ નોંધાયા છે. તેમા એક હત્યાનો કેસ છે. 2018માં એક અને 2020માં બે કેસ નોંધાયા. તેમ છતા વિકાસ દુબે ખુલેઆમ ફરી રહ્યો હતો. વિકાસને 1992માં પ્રથમ હત્યા કરી હતી.







In 2009, the Kanpur ASP tore up Vikas Dube history sheet on the stage, accusing the BSP government of giving a clean chit.