સચિન પાયલટને બહારનો રસ્તો બતાવ્યા પછી હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતનારાજ ધારાસભ્યોને મનાવવા માટેભારે પ્રયાસો કરી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે ગેહલોત 16 જુલાઈની આસપાસ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. સરકારને પડતી બચાવવા માટે તેમા નારાજ રહેલા ધારાસભ્યોને જગ્યા આપવામાં આવી શકે છે. એવી સંભાવના છે કે અમુક મંત્રીઓના રાજીનામા લઈને પાયલટ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે.
મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. ત્યાર પછી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવમાં આવી રહ્યું છે કે ગેહલોત હવે બે નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. સાત નવા ચહેરાને મંત્રી બનવાની તક અપાશે. આ ઉપરાંત સરકારમાં 10થી 15 સંસદીય સચિવ બનાવવામાં આવી શકે છે.
ગેહલોત પહેલા પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાગુ કરી ચૂક્યા છેગહેલોત પોતાની પ્રથમ સરકારમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાગુ કરી ચૂક્યા છે. તેમની પ્રથમ સરકારમાં બનવારી લાલ બૈરવા અને કમલા બેનીવાલ જાટ નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે પાયલટના ગયા પછી ગુર્જર સમુદાયને જાળવી રાખવા માટે કોઈ ગુર્જર ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. પાટલટ સામે લેવાયેલા પગલા પછી અલવર, ટોંક સહિત ઘણા જિલ્લામાં સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીની રેસમાં ચાર નામઆ વખતે બ્રાહ્મણ, ગુર્જર અને SC કેટેગરીના ધારાસભ્યોમાંથી કોઈ બેને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી સંભાવના છે. SC કોટામાં લાલ બૈરવા, ગુર્જર કોટમાંથી જિતેન્દ્ર સિંહ કે શકુંતલા રાવત અને બ્રાહ્મણ કોટમાંથી મહેશ જોશીને તક મળી શકે છે. નવા મંત્રીમંડળમાં નરેન્દ્ર બુઢાનિયા, લાખન મીણા, જોગેન્દ્ર અવાના, રાજેન્દ્ર ગુઢા, રાજકુમાર શર્માને મંત્રી બનાવાય તેવી સંભાવના છે. અમુક મંત્રીઓના પ્રોફાઈલ અપગ્રેડ પણ થઈ શકે છે.
Rajasthan: Possibility of 2 Deputy Chief Ministers, 7 Ministers and 15 Parliamentary Secretaries; One Deputy Chief Minister may belong to the Gurjar community