Translate to...

2 કલાકથી બેભાન પડેલા મહારાષ્ટ્રના પ્રેમીને BSFએ રણમાંથી પકડ્યો, નેવિગેશનથી પ્રેમિકા સાયરાને મળવા પાકિસ્તાન જવાનો રસ્તો શોધતો હતો

2 કલાકથી બેભાન પડેલા મહારાષ્ટ્રના પ્રેમીને BSFએ રણમાંથી પકડ્યો, નેવિગેશનથી પ્રેમિકા સાયરાને મળવા પાકિસ્તાન જવાનો રસ્તો શોધતો હતો




મહારાષ્ટ્રના એક પ્રેમીએ પ્રેમને પામવા માટે સરહદ ઓળંગવાની તૈયારી કરી હતી. પરંતુ કચ્છની સરહદેથી BSFએ તેને ઝડપી પાડ્યો હતો. તે બે કલાકથી વધુ સમયથી રણમાં બેહોશ હાલમાં પડ્યો હતો. મહારાષ્ટ્ર્થી આવેલો આ યુવક તેની પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા બાઇક લઇને આવ્યો હતો. BSFએ તેની પૂછપરછ કરતા તે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના ખ્વાજા નગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેનું નામ સિદ્દકી જીસાન મોહમ્મદ સલીમુદ્દીન મોહમ્મદ સલ્લીમુદીન સિદ્દકી જણાવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી યુવતી સાથે પ્રેમ થઈ જતા તેને મળવા પાકિસ્તાન જવું હતું.

સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ થયોબે દિવસથી આ યુવાન કચ્છના બોર્ડર વિસ્તારમાં જોવા મળ્યો હતો. તે આસપાસના વિસ્તારોમાં ફરીને બોર્ડર કઈ રીતે ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચાય તેનો પ્લાન બનાવી રહ્યો હતો. જેથી પોલીસ અને BSFએ શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે તેની બાઈક મળી આવી હતી. ત્યારબાદ BSFએ શોધખોળ દરમિયાન તેને પાકિસ્તાની સીમાથી દોઢ કિલોમીટર દૂરથી પકડી લીધો હતો. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, ‘તેની ફેસબુક અને વોટ્સઅપ પર પાકિસ્તાનના કરાંચીના શાહ ફૈઝલમાં રહેતી સામરા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેનાથી તેને પ્રેમ થઈ ગયો હતો. જેને તે મળવા માંગતો હતો.’

ગૂગલ નેવિગેશનની મદદથી પાકિસ્તાન જવાનો પ્રયાસ કર્યોમહારાષ્ટ્રથી બાઈક લઇને આવેલા પ્રેમીએ ગૂગલ મેપ્સની મદદથીકચ્છની બોર્ડરથી પાકિસ્તાન જવાનો રસ્તો શોધી રહ્યો હતો. ત્યારે BSFએ ધોળાવીરા પાસે તેના મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું અને ત્યારબાદ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં ફોસિલ પાર્ક પાસે કાળા રંગની બજાજ બોક્સ બાઈક પડેલી મળી હતી. BSFએ તેને પકડી પાડ્યા બાદ મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની માહિતી મોકલી હતી. જેમાં તેના માતા-પિતાએ આ મામલે યુવકની ગુમ થયા હોવાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.







મહારાષ્ટ્રનો પ્રેમી સિદ્દકી જીસાન મોહમ્મદ સલીમુદ્દીન મોહમ્મદ સલ્લીમુદીન સિદ્દકી અને પાકિસ્તાનના કરાંચીમાં રહેતી પ્રેમિકા સાયરાની તસવીર