Translate to...

1983ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે કહ્યું- હું ઇયાન બોથમ, ઇમરાન ખાન અને રિચાર્ડ હેડલી કરતા સારો એથલીટ હતો

1983ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે કહ્યું- હું ઇયાન બોથમ, ઇમરાન ખાન અને રિચાર્ડ હેડલી કરતા સારો એથલીટ હતો




પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઇયાન બોથમ, પાકિસ્તાનના ઇમરાન ખાન અને ન્યૂઝીલેન્ડના રિચાર્ડ હેડલી વિશે વાત કરી છે. કપિલે કહ્યું કે તે પોતે આ ત્રણેય કરતા વધુ સારા ખેલાડી હતા. તે જ સમયે, તેમણે બોથમને ચારેયમાં સૌથી સારા ઓલરાઉન્ડર ગણાવ્યા હતા.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને મહિલા ટીમના વર્તમાન મુખ્ય કોચ ડબલ્યુ વી.રમને કપિલ સાથે ઓનલાઇન ચેટ કરી હતી. આ દરમિયાન કપિલે કહ્યું, 'ઇયાન બોથમ સાચા ઓલરાઉન્ડર હતા. તે કોઈ પણ સંજોગોમાં મેચ જીતાડી શકતા હતા. હું કહેવા માંગતો નથી કે હેડલી શ્રેષ્ઠ બેટ્સમેન હતા."

ઇમરાનમાં લીડરશિપની શાનદાર ક્વોલિટી હતી

કપિલે કહ્યું, "બોથમ તેની બેટિંગ અને બોલિંગથી વિરોધી ટીમને ઘણું નુકસાન પહોંચાડતા હતા.ઇમરાનમાં લીડરશિપની શાનદાર ક્વોલિટી હતી. તેમણે પાકિસ્તાન ટીમને સારી રીતે સંભાળી હતી અને તેમની સામે ઘણી પડકારો હતા."

હેડલી ચારેયમાં સૌથી શ્રેષ્ઠ બોલર

તેમણે કહ્યું, હેડલી ચારેયમાં સૌથી શ્રેષ્ઠ બોલર હતા. તેઓ કમ્પ્યુટર જેવા હતા. હું એમ નહીં કહું કે ઇમરાન સર્વશ્રેષ્ઠ એથલીટ હતા, પરંતુ તે ખૂબ મહેનત કરતા હતા. તેઓ જાતે જ શીખ્યા પછી અહીં પહોંચ્યા છે.હું એમ નથી કહેતો કે હું મહાન છું, પરંતુ ચારેયમાં હું બેસ્ટ એથલીટ હતો.કપિલે પોતાની કપ્તાનીમાં 1983માં ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડયો હતો.તેમણે 131 ટેસ્ટમાં 5248 રન બનાવ્યા અને 434 વિકેટ લીધી હતી. તેમજ 225 વનડેમાં 3783 રન કર્યા અને 253 વિકેટ લીધી હતી.





કપિલે 131 ટેસ્ટમાં 5248 રન બનાવ્યા અને 434 વિકેટ લીધી હતી. તેમજ 225 વનડેમાં 3783 રન કર્યા અને 253 વિકેટ લીધી હતી.