1962ના યુદ્ધ વખતે ભારતથી ફક્ત 12% વધુ હતી ચીનની GDP, આજે આપણા કરતાં 5 ગણી મોટી ઈકોનોમી

1962ના યુદ્ધ વખતે ભારતથી ફક્ત 12% વધુ હતી ચીનની GDP, આજે આપણા કરતાં 5 ગણી મોટી ઈકોનોમીભારત-ચીન સરહદ પર 22 દિવસ ચાલી રહેલા તણાવ બાદ, બંને દેશોની સેના ઘર્ષણ થયું તે સ્થળેથી પાછા જવા માટે સંમત થઇ છે. હોટ સ્પ્રિંગ અને ગોગરા વિસ્તારોમાં પણ સૈન્ય દળો પાછા જવા સહમત થયા છે. આ પ્રક્રિયા થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે. તણાવ દરમિયાન ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે સતત ભારત વિરુદ્ધ લખ્યું હતું. એ જ ગ્લોબલ ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1962માં ભારત અને ચીનની ઈકોનોમી લગભગ સમાન હતી. હાલમાં ચીન ભારત કરતા ઘણી મોટી અર્થવ્યવસ્થા છે. જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો ભારતને ઘણું નુકસાન થશે.

ચાલો જાણીએ કે 1962માં બંને દેશોની આર્થિક સ્થિતિ કેવી હતી અને ત્યારથી લઇને આજ સુધીમાં અર્થતંત્રમાં કેવો બદલાવ થયો છે. આ માટે, અમે બંને દેશોના GDP, પર કેપીટા GDP, નિકાસ અને આયાતની GDPમાં હિસ્સેદારી, ઉદ્યોગોનું GDPમાં યોગદાન, બંને દેશોની વસ્તી અને સંરક્ષણ બજેટમાં ફેરફારનું વિશ્લેષણ કરીશું.

GDP: ઓપન કરાયા બાદ ચીનની ઈકોનોમી 39 ગણી અને ભારતની 9 ગણી વધી1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે બંને દેશોની તાકાતમાં બહુ તફાવત નહોતો. તે સમયે, ચીનની GDP ભારત કરતા લગભગ 12% વધુ હતી. આજે બંને દેશોના GDPમાં 5 ગણાથી વધુનો તફાવતછે. 1980માં ચીને તેની અર્થવ્યવસ્થા ખોલી. ત્યારથી 39 વર્ષમાં તેની અર્થવ્યવસ્થા 75 ગણી વધી છે. તે જ રીતે, ભારતે 1991માં તેની અર્થવ્યવસ્થા ખોલી. તે પછી, 28 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 9 ગણી વધી છે.

2019માં ભારતની ઇકોનોમીમાં એકસપોર્ટની હિસ્સેદારી ચીન કરતા 0.24% વધુ

1962માં, બંને દેશોના અર્થતંત્રમાં નિકાસનો હિસ્સો GDPના 4% કરતા થોડો વધારે હતો. યુદ્ધ પછીના વર્ષોમાં, બંનેની નિકાસમાં ઘટાડો થયો, પરંતુ 1980 પછી, ચીને સસ્તી ચીજવસ્તુઓ અને લેબરથી વિશ્વના બજારોમાં તેની પકડ વધારવાનું શરૂ કર્યું. 2010માં, નિકાસનો હિસ્સો તેના GDPના 27% જેટલો હતો. જોકે, પછીના વર્ષોમાં ચીને અન્ય સેક્ટર્સમાંથી આવક વધારી તેથી GDPમાં નિકાસનું યોગદાન ઘટી ગયું.

1991માં ભારતે તેની અર્થવ્યવસ્થા ખોલી ત્યારે તેની અર્થવ્યવસ્થામાં નિકાસનો હિસ્સો પણ વધ્યો હતો. 2019માં, ભારતે નિકાસમાંથી GDPમાં 18.66% ઉમેરો કર્યો, જ્યારે ચીન 18.42% ઉમેરી શક્યું. ભારતે 2019માં તેના GDPમાં ચીન કરતા 0.24% વધુ ઉમેર્યા છે, પરંતુ, ચીન ભારત કરતા પાંચ ગણું મોટું અર્થતંત્ર છે તેથી તેના 18.42% આપણા 18.66% કરતા ચાર ગણા વધારે છે.

ચીનની તુલનામાં ભારત ખરીદી માટે અન્ય દેશ પર વધુ નિર્ભર, પણ તેને ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે

1962ના યુદ્ધ દરમિયાન GDPમાં ભારતનો હિસ્સો ચીન કરતા બમણા હતો. તે સમયે ભારતની GDPમાં આયાતનો હિસ્સો 6.03% હતો જ્યારે ચીનની GDPમાં આયાતનો હિસ્સો 2.91% હતો. પછીના વર્ષોમાં, બંને દેશોના અર્થતંત્રમાં આયાતનો હિસ્સો વધ્યો. ચીનની અર્થવ્યવસ્થામાં આયાતનો હિસ્સો હવે 17.26% છે જ્યારે ભારતમાં તે 21.36% છે. એટલે કે ભારત અને ચીન બંને દેશોએ અન્ય દેશોની ખરીદી પર નિર્ભરતા વધારી છે. જો કે, બંને દેશોએ છેલ્લા 10 વર્ષમાં આ અવલંબન ઘટાડ્યું છે.

ગ્લોબલ ટ્રેડમાં ભારત ચીનથી 14.4% પાછળ છેવિશ્વમાં સર્વિસીસ અને ગૂડ્સની નિકાસના મામલે ચીન ભારત કરતા આગળ છે. બીજી તરફ, ભારતની તુલનામાં ચીન આયાત પણ ઓછી કરે છે. આ બતાવે છે કે ચીનની ઈકોનોમીનો બેઝ મજબૂત છે. ચીન ભારત કરતા પાંચ ગણું મોટું અર્થતંત્ર છે. વૈશ્વિક વેપારમાં ચીનનો હિસ્સો 18%થી વધુ છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર 2.6% છે.

1962માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP ચીન કરતા વધુ હતી, અત્યારે ચીન આપણા કરતા 5 ગણું મોટું

1990 સુધી ભારતમાં વ્યક્તિ દીઠ GDP ચીન કરતા વધારે હતી. ચીનની ઈકોનોમી ખુલવી અને વસ્તી નિયંત્રણ માટે સખત પગલાને કારણે ચીનના માથાદીઠ GDP ઝડપથી વધી છે.

29 વર્ષમાં ચીને ઉદ્યોગોનો હિસ્સો 5.47% વધાર્યો, ભારત ફક્ત 2.57% વધારી શક્યું

ઈકોનોમી ઓપન કર્યા બાદ ચીનની GDP 3200% વધી

ભારતથી 2 વર્ષ બાદ 1949માં ચીનમાં વ્યવસ્થા પરિવર્તન થયું. ચીનનું ધ્યાન સ્થાનિક અર્થવ્યવસ્થા પર હતું. તેમણે નક્કી કર્યું કે વિદેશી રોકાણ ક્યાં લાવવું અને ક્યાં નહીં. તેમણે ઈકોનોમિકલ એરિયા વિકસિત કર્યા, જેના માટે તેમણે ચીનના દક્ષિણ કાંઠાના વિસ્તારોની પસંદગી કરી. ચીનમાં આર્થિક ક્રાંતિ લાવનાર દેંગ ઝિયાઓપિંગે 1978થી કોમ્યુનિસ્ટ સોશિયલ પોલિટીકલ માળખું સુધારવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં આધુનિકરણ લાવ્યું. તે સમયે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ચીનનો હિસ્સો 1.8% હતો. ઝિયાઓપીંગના સુધારા બાદ ચીનના અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવ્યું. આને કારણે, ચીનનો GDP 1980થી 2016 સુધીમાં 3200% વધી હતી. 2017માં, વિશ્વના અર્થતંત્રમાં તેનો હિસ્સો વધીને 18.2% થયો. દરમિયાન, ચીનની અડધાથી વધુ વસ્તી, એટલે કે 70 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા અને 38.5 કરોડ લોકો મધ્યમ વર્ગમાં જોડાયા. ચીનનો ફોરેન ટ્રેડ 17,500% વધ્યો અને 2015 સુધીમાં ચીન ફોરેન ટ્રેડમાં વિશ્વના વર્લ્ડ લીડર તરીકે આગળ આવ્યું. 1978માં ચીને આખા નાણાકીય વર્ષમાં જેટલો વેપાર કર્યો એટલો વેપાર તે અત્યારે 48 કલાકમાં કરે છે. ભારતે ચીનથી 11 વર્ષ પછી 1991માં વિદેશી રોકાણો માટે દરવાજા ખોલ્યા. વૈશ્વિકરણ તરફ ભારતનું પગલું એક નાણાકીય કટોકટી હતી. ચીને તેની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે કરેલા ફેરફારોનો સખત અમલ કર્યો હતો. તે જ સમયે, લોકશાહી દેશ ભારત ઉદાર નીતિ હેઠળ આગળ વધ્યું.

ચીન 1962 માં આપણા કરતા 41% વધુ વસ્તી ધરાવતું હતું, હવે ફક્ત 4% તફાવત છે

ભારતનું ડિફેન્સ બજેટ 4.71 લાખ કરોડ, ચીનનું આપણા કરતા ચાર ગણું વધારે છેઆ વર્ષે ભારતનું કુલ બજેટ 30.42 લાખ કરોડ છે. જ્યારે, ચીનનું 258.40 લાખ કરોડનું છે. ચીનનું બજેટ ભારત કરતા 8 ગણું વધારે છે. ચીન સતત પોતાના સંરક્ષણ બજેટમાં પણ વધારો કરી રહ્યું છે. હાલમાં તેનું કુલ સંરક્ષણ બજેટ રૂ. 13.47 લાખ કરોડ છે. ચીનની તુલનામાં ભારતનું સંરક્ષણ બજેટ ફક્ત 25% એટલે કે રૂ. 4.71 લાખ કરોડ છે. 1962માં ભારતનું સંરક્ષણ બજેટ કુલ GDPના 1.5% હતું. જોકે, ઓક્ટોબર 1962માં ચીન સાથેના યુદ્ધને કારણે સંરક્ષણ બજેટ વધારીને 2.34% કરવામાં આવ્યું હતું. તે 2018-19માં ઘટીને 1.49% થઈ ગયું. 56 વર્ષમાં પ્રથમ વખત આટલો ઘટાડો થયો. ડિફેન્સનો હિસ્સો 2020-21ના બજેટમાં GDPના 2.1% છે.

ગ્લોબલ ટાઇમ્સના દાવામાં એવું કંઈ નવું નથી કે ભારત ચીન કરતા નાનું અર્થતંત્ર છે, પરંતુ સૈન્ય સત્તામાં ભારત ચીન કરતાં નબળું નથી. ભારતનું સંરક્ષણ બજેટ ચીન કરતા ઓછું છે કારણ કે ચીન ભારત કરતા મોટી અર્થવ્યવસ્થા છે. બીજું કારણ એ પણ છે કે ચીન એક વિસ્તારવાદી કોમ્યુનિસ્ટ સામ્રાજ્ય છે અને તેને જાળવવા માટે આક્રમક સૈન્યની જરૂર છે, જ્યારે ભારત એક સમાજવાદી લોકશાહી છે. જો ચીન પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે, તો ભારત પણ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ગ્લોબલ ટાઇમ્સના દાવામાં કોઈ મતલબ નથી કે નુકસાન ફક્ત ભારતનું જ થશે, પરંતુ બે મોટી શક્તિઓના ટકરાવને કારણે બંનેનું નુકસાન પણ થશે. ચીન પણ અમેરિકા સાથે ટ્રેડ વોરનો સામનો કરી રહ્યું છે, તેથી તેને રોકાણ કરવા ભારત જેવા મોટા બજારની જરૂર છે. ચીન તરફથી સરહદ પર તણાવ વધારવો એ ભારત પર દબાણ લાવવાનો એક રસ્તો હતો જેથી ભારત ચીન માટે તેની બજારના દરવાજા ખોલી દે.At the time of the 1962 war, China's GDP was only 12% higher than India, Now it is 5 times larger than India's economy