Translate to...

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને મંજૂરી આપી દેવાઈ છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તમામ પ્રકારની આકારણી પછી આ મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સીનના 5 જગ્યાએ ચાલી રહેલા ટ્રાયલના પહેલા તબક્કામાં સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. આનાથી લોકોમાં એન્ટી બોડીમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો રવિવારે 18 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી દેશમાં 18 લાખ 04 હજાર 702 દર્દી સંક્રમિત થઈ ચુક્યા છે.

દેશમાં રવિવારે કોરોનાના 2 કરોડ ટેસ્ટ પુરા થઈ ગયા હતા. જેમાં 20 લાખ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા, જે સૌથી પહેલા દિલ્હીમાં 18 જૂનથી શરૂ થયા હતા. આનાથી દર્દીઓમાં કોરોના સંક્રમણની તપાસ ઝડપથી થાય છે, પણ આમા એક ખામી એ છે કે 35% દર્દી પકડાતા નથી. આ ટેસ્ટ શરૂ થયા પછી દિલ્હીમાં નવા દર્દીઓનો ગ્રાફ ઝડપથી ઘટ્યો છે. મુંબઈ-અમદાવાદમાં પણ જ્યારે એન્ટીજન ટેસ્ટ થવા માંડ્યા તો ત્યાં પણ કોરોનાની સંખ્યા ઘટવા માંડી. હવે ઘણા રાજ્યોમાં એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે.

હવે આ રાજ્ય એન્ટીજન ટેસ્ટમાં વધારો કરી રહ્યા છે બિહારઃ જુલાઈમાં કુલ 1 લાખ RTPCR ટેસ્ટ થયા, જ્યારે 2.3 લાખ એન્ટીજન ટેસ્ટ કરાયા છે હરિયાણાઃ જુલાઈમાં 1.4 લાખ RTPCR, 1.2 લાખ એન્ટીજન ટેસ્ટ કરાયા છત્તીસગઢઃ જુલાઈમાં 98 હજાર RTPCR અને 29 એન્ટીજન ટેસ્ટ કરાયા (ત્રણ રાજ્યોમાં જૂનમાં એક પણ એન્ટીજન ટેસ્ટ કરાયો નથી) આ સાથે જ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો રવિવારે 18 લાખને પાર થઈ ગયો છે. સતત છઠ્ઠી વખત એક લાખ કેસ માત્ર બે દિવસમાં સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 18 લાખ 04 હજાર 258 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 11 લાખ 81 હજાર 471 લોકો સાજા થયા છે જ્યારે 5 લાખ 78 હજાર 171 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી લગભગ 9 હજાર દર્દીઓની હાલત ગંભીર છે. અત્યાર સુધી 38 હજાર 158 લોકોના મોત થઈ ચુક્યા છે. ગંભીર દર્દીઓના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. 18,720 ક્રિટિકલ દર્દીઓ સાથે અમેરિકા પહેલા નંબરે અને 8,318 દર્દીઓ સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે છે.જો કે, આ આંકડાઓની ટકાવારી જોવામાં આવે તો ભારતમાં સૌથી વધુ 1.75% દર્દીઓની સ્થિતિ ગંભીર છે. સરળ ભાષામાં કહીએ તો ભારતમાં હાલ જે દર્દીઓની સારવાર ચાલી રહી છે, તેમાંથી દર 200 સંક્રમિતોમાંથી 3ની હાલત ગંભીર છે. અમેરિકામાં 200 દર્દીઓ પર લગભગ 2 દર્દી અને બ્રાઝિલમાં 1 સંક્રમિતની સ્થિતિ નાજુક છે.

અમિત શાહ પણ કોરોના પોઝિટિવ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંક્રમિત થવાની માહિતી તેમને પોતે ટ્વિટ કરીને આપી છે. કોરોનાની સ્થિતિ પર શાહ સતત દેખરેખ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં જ્યારે કેસ ઝડપથી વધવા લાગ્યા ત્યારે પણ તેમણે ઘણી વખત બેઠકો કરી અને કોરોનાને અટકાવવા માટે રણનીતિ તૈયાર કરી. આનાથી સ્થિતિ કાબૂમાં આવી ગઈ. લોકડાઉન અને અનલોક ગાઈડલાઈન્સ તૈયાર કરાવવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે.

कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

— Amit Shah (@AmitShah) August 2, 2020

UP ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, જળ મંત્રી મહેન્દ્રસિંહ પણ કોરોના પોઝિટિવ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને રાજ્યના જળશક્તિ મંત્રી ડો. મહેન્દ્ર સિંહ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મહેન્દ્ર સિંહને PGI હોસ્પિટલ લખનઉમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પોતે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મને કોરોનાના શરૂઆતના લક્ષણ હતા જેના કારણે મે કોરોના ટેસ્ટ કરાવ્યો. તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને મારી અપીલ છે કે તે ગાઈડલાઈન પ્રમાણે પોતાને ક્વોરન્ટિન કરી લે અને જરૂર પ્રમાણે પોતાની તપાસ કરાવી લે. કર્ણાટકના મુખ્યમંત્રી પણ કોરોના પોઝિટિવ ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ ઉત્તરપ્રદેશના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, યુપીના મંત્રી મહેન્દ્ર સિંહ પછી રવિવારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.યેદિયુરપ્પાએ પોતે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છું. હું એકદમ ઠીક છું અને ડોક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છું.

ನನ್ನ ಕೊರೋನಾ ಪರೀಕ್ಷಾ ವರದಿಯಲ್ಲಿ ಪಾಸಿಟಿವ್ ಎಂದು ಬಂದಿದ್ದು, ರೋಗಲಕ್ಷಣಗಳು ಇಲ್ಲದಿದ್ದರೂ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆ ದೃಷ್ಟಿಯಿಂದ, ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗುತ್ತಿದ್ದೇನೆ. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದಿರುವವರು, ಕ್ವಾರಂಟೈನ್ ನಲ್ಲಿದ್ದು ಮುಂಜಾಗ್ರತೆ ವಹಿಸಿ ಎಂದು ಕೋರುತ್ತೇನೆ.

— B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020

ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મૃત્યુ થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃરાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધતુ જઈ રહ્યું છે. રવિવારે સૌથી વધુ 921 નવા કેસ સામે આવ્યા પછી તેની કુલ સંખઅયા 33535 થઈ ગઈ છે. જેમાંથી કુલ 23,550 સાજા થયા પછી એક્ટિવ કેસની સંખ્યા 9099 સુધી પહોંચી ગઈ છે. રવિવારે રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ 10 લોકોના પણ મોત થયા છે. આ સાથે જ હવે રાજ્યમાં આ બિમારીના કારણે મૃતકોની સંખ્યા 886 થઈ ગઈ છે. એક્ટિવ કેસ જે એક મહિના પહેલા ત્રણ હજારથી ઓછા હતા, આજે ત્રણ ગણાથી વધુ થઈ 9099 થઈ ગયા છે.

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાની વરુણનું રવિવારે કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તે 58 વર્ષના હતા. ઉત્તરપ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાના કારણે આ પહેલું મોત છે.

રાજસ્થાનઃ રવિવારે કોરોનાના 1167 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી કોટામાં 142, અલવરમાં 128, જયપુરમાં 127, પાલીમાં 105, અજમેરમાં 95, જોધપુરમાં 84, બીકાનેરમાં 77, બાડમેરમાં 49, સીકરમાં 43, બારામાં 42, ઝાલાવાડમાં 41, નાગૌરમાં 33, ઉદેયપુરમાં 30 દર્દી સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 44,410એ પહોંચ્યો છે. સાથે જ 12 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રઃ રાજ્યમાં જુલાઈ મહિનામાં કોરોનાના ટેસ્ટીંગમાં લગભગ 103 ટકાનો વધારો થયો હતો. મેડિકલ એજ્યુકેશન અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે જુલાઈની શરૂઆતમાં 9.9 લાખ કોરોના ટેસ્ટ કરાયા હતા જે 31 જુલાઈ સુધી 21.3 લાખ પહોંચ્યા ગયા છે. બિહારઃ બિહારમાં રવિવારે 2762 નવા દર્દીઓની પુષ્ટી કરાઈ છે. અરરિયામાં 29, અરવલમાં 14, ઔરંગાબાદમાં 53 નવા દર્દીઓ મળી આવ્યા છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં 1164 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.CoronaVirus In India Live News And Updates Of 3 rd August

તસવીર હૈદરાબાદની છે. અહીંયા કોરોનાની તપાસ માટે કેમ્પની અંદરથી સ્વાસ્થ્યકર્મીઓ સેમ્પલ લઈ રહ્યા છે