18 સરકારી બેન્કોને 1 વર્ષમાં 1.5 લાખ કરોડનો ચૂનો લાગ્યો, છેતરપિંડીનો વધુ શિકાર સ્ટેટ બેન્ક બની

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં 1.5 લાખ કરોડનો ચૂનો લાગ્યો, છેતરપિંડીનો વધુ શિકાર સ્ટેટ બેન્ક બનીરિઝર્વ બેન્કે કહ્યું છે કે 2019-20ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની 18 બેન્કોની કુલ 1.48 લાખ કરોડની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. બેન્ક સાથે છેતરપિંડીના કુલ 12,461 કેસ બહાર આવ્યા છે. આરટીઆઈ હેઠળ મંગાયેલા જવાબમાં રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે. સૌથી વધુ શિકાર જાહેર ક્ષેત્રની ટોચની બેન્ક સ્ટેટ બેન્ક બની છે. તેની સાથે 6964 કેસ દ્વારા 44612 કરોડની છેતરપિંડી થઈ છે.

RTIમાં અપેલા માહિતી અનુસાર બીજા ક્રમે પીએનબી આવે છે. પીએનબી સાથે 395 મામલા દ્વારા 15354 કરોડની છેતરપિંડી થઈ છે. ત્રીજા ક્રમે બેન્ક ઓફ બરોડા છે. તેની સાથે 12586 કરોડની છેતરપિંડી થઈ છે. યુનિયન બેન્ક સાથે 9316 કરોડ, કેનેરા બેન્ક સાથે 7519 કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયા સાથે 8069 કરોડ, આઈઓબી સાથે 7275 કરોડ, અલ્હાબાદ બેન્ક સાથે 6973 કરોડ અને યુકો બેન્ક સાથે 5384 કરોડની છેતરપિંડી થઈ છે.RTI Says State Bank of India Writes Off Rs1.23 Lakh Crore of Bad Debt