17 વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી સરકારે આર્મીના દરેક વિભાગમાં મહિલાઓને કાયમી હોદ્દો આપવા આદેશ કર્યો

17 વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી સરકારે આર્મીના દરેક વિભાગમાં મહિલાઓને કાયમી હોદ્દો આપવા આદેશ કર્યોભારતીય સૈન્યમાં હવે મહિલાઓને પણ સમાન હક મળશે. સરકારે મહિલાઓને આર્મીના દરેક વિભાગમાં કાયમી હોદ્દો આપવા આદેશ કર્યો છે. મહિલાઓને સેનાની તમામ 10 સ્ટ્રીમ- આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જીનિયર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મીકેનીકલ એન્જીનિયર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલિજન્સ કોર્પ, જજ, એડવોકેટ જનરલ અને એજ્યુકેશનલ કોર્પમાં કાયમી હોદ્દો મળશે.

ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો17 વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં સેનામાં મહિલાઓને સમાન હક મળવાનો રસ્તો સાફ થયો હતો. સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, વિકલ્પ પસંદ કરવા માગતા તમામ મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર આર્મીમાં કાયમી હોદ્દો આપવો. કોરોનાને કારણે સુપ્રીમે વધુ એક મહિનાનો સમય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો આવ્યો તે પહેલા આર્મીમાં 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમિશન (SSC)માં સેવા આપી ચુકેલા પુરુષોને જ કાયમી હોદ્દાનો વિકલ્પ મળતો હતો. પરંતુ મહિલાઓને આ હક મળતો ન હતો. બીજી તરફ એરફોર્સ અને નેવીમાં મહિલા ઓફિસરોને પહેલાથી જ કાયમી હોદ્દો મળી રહ્યો છે.After 17 years of legal battles, the government ordered to give permanent commission to women officer in the army