15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ




દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 15 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 15 લાખ 32 હજાર 135 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 49 હજાર 632 દર્દી વધ્યા છે. 35 હજાર 484 લોકો સાજા પણ થયા છે. 770 લોકોના મોત થયા છે. 9 લાખ 88 હજારથી વધુ દર્દી સાજા પણ થઈ ચુક્યા છે, 34 હજાર 200થી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. 5 લાખ 8 હજારથી વધુ એક્ટિવ દર્દી છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં કોરોનાના અત્યાર સુધી 1 લાખ 32 હજાર 275 કેસ આવ્યા છે. આ મામલામાં દિલ્હી દેશમાં ત્રીજા નંબરે છે, પરંતુ એક્ટિવ કેસના મામલામાં તે ટોપ-10ની બહાર છે. અહીંયા માત્ર 10 હજાર 887 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મુંબઈની ઝૂંપડપટ્ટીમાં 57% કોરોના સંક્રમિત દિલ્હી પછી મુંબઈમાં પણ સીરો સર્વે થયો છે. જેનાથી ખબર પડે છે કે શહેરની ઝૂંપડપટ્ટીમાં 57% લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. સીરો સર્વેમાં વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગેની ખબર પડી શકે છે. જો એન્ટીબોડી મળે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ કાતો સંક્રમતિ છે અથવા તો સંક્રમિત થઈને સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં ઝૂંપડપટ્ટી સિવાયના અન્ય વિસ્તારમાં 16% લોકોમાં એન્ટીબોડી મળ્યા છે.

મુંબઈમાં 3 મહિનામાં એક દિવસમાં સૌથી ઓછા કેસ આવ્યા મુંબઈમાં ત્રણ મહિના પછી એક દિવસમાં સૌથી ઓછા કેસ સામે આવ્યા. રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.સોમવારે અહીંયા 8776 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી માત્ર 700નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શહેરમાં ડબલિંગ રેટ હવે વધીને 68 દિવસ અને રિકવરી રેટ 73% થઈ ગયો છે.

અપડેટ્સ

દેશમાં મંગળવારે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે. જેમાંથી 8 હજાર 944ની સ્થિતિ ગંભીર છે.મધ્યપ્રદેશમાં જળસંસાધન મંત્રી તુલસી સિલાવટ અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં સોમવારે એક પણ કેસ સામે આવ્યો નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. આ દિલ્હીમાં સંક્રમિતોની સારવાર કરતી સૌથી મોટી હોસ્પિટલ છે.પશ્વિમ બંગાળમાં સપ્તાહમાં 2 દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારી દેવાયું છે. પરંતુ સરકારે કહ્યું છે કે 1 ઓગસ્ટે બકરીઈદ પર લોકડાઉન નહીં રહે.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પછી એક મંત્રી સહિત ત્રણ ભાજપ નેતાઓમાં કોરોનાના લક્ષણ સામે આવ્યા છે. રાજ્યના જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ અને તેમના પત્ની, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી સુહાસ ભગત અને ભોપાલ તથા ગ્વાલિયરના સંગઠન મંત્રી આશુતોષ તિવારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 628 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 29,917 થઈ ગઈ છે. જેમાં 20,343 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 830 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં 7,717 નવા કેસ આવ્યા છે. 282 લોકોના મોત થયા અને 10,333 દર્દી સાજા થઈ ગયા છે. મુંબઈમાં મંગળવારે 717 નવા કેસ સામે આવ્યા, જે લગભગ 3 મહિનામાં કોઈ એક દિવસમાં મળેલા સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે. અહીંયા મંગળવારે આ મહામારીથી 55 લોકોના મોત થયા છે. રાજસ્થાનઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 1072 સંક્રમિત મળ્યા છે. 11 લોકોના મોત થયા અને 483 દર્દી સાજા થયા છે. મંગળવારે પાલીમાં 03, ભરતપુર-જોધપુરમાં 2-2, જયપુર-કોટા-ઉદેયપુર અને અન્ય રાજ્યોથી 1-1 સંક્રમિતના મોત થયા છે. આ બિમારીથી અત્યાર સુધી જયપુરમાં 183 લોકોના મોત થઈ ચુક્યા છે. આ ઉપરાંત જોધપુરમાં 81, ભરતપુરમાં 53, અજમેરમાં 38, બીકાનેરમાં 34, કોટામાં 33, પાલીમાં 27, નાગૌરમાં 23 અને ધૌલપુરમાં 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અન્ય રાજ્યોના 35 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ અહીંયા મંગળવારે 2,480 સંક્રમિત મળ્યા છે. 14 સંક્રમિતોના મોત થયા છે અને 1,376 સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 43,591 લોકો સંક્રમિત થયા છે. 269 લોકોના મોત થયા છે અને 29,220 સાજા થઈ ચુક્યા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 458 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 73,951 થઈ ગયો છે. જેમાંથી 44,52 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 41 લોકોના મોત થયા છે. મૃતકોનો આંકડો હવે 1,497 થઈ ચુક્યો છે.







CoronaVirus Live News And Updates Of 29th july





CoronaVirus Live News And Updates Of 29th july