Translate to...

15 જૂનની રાતે ચીને આપણા જવાનો ઉપર હુમલો કર્યો હતો, ભારતે અહીં ચીનનો સામનો કરવા પૂરતી તૈયારી કરી

15 જૂનની રાતે ચીને આપણા જવાનો ઉપર હુમલો કર્યો હતો, ભારતે અહીં ચીનનો સામનો કરવા પૂરતી તૈયારી કરી
ભારત અને ચીન વચ્ચે તણાવની શરૂઆત 5 મેના રોજ થઈ હતી. નોર્થ સિક્કિમના પેંગોંગ ત્સો લેક પાસે ભારત એક માર્ગ બનાવી રહ્યું હતું. ચીન તેનો વિરોધ કરી રહ્યું હતું. બન્ને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ. અહીંથી આગળ વધેલો વિવાદ લદ્દાખ પહોંચ્યો.પૂર્વ લદ્દાખમાં ફિંગર વિસ્તાર અને ગલવાન ઘાટીમાં ચીનના સેનાએ ટેન્ટ લગાવ્યા. ભારતે તેને હટાવવાનું કહ્યું.15 જૂનના રોજ અથડામણ થઈ. ભારતના 20 જવાન શહીદ થયા અને ચીનના 43 સૈનિકો માર્યા ગયા. જો કે તેણે આ વાતનો સ્વીકાર કર્યો નથી.

શુક્રવાર સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા. અહીં સૈનિકો સાથે મુલાકાત કરી. અહીં આપણે જાણીએ કે 15 જૂનથી અત્યાર સુધી શું મોટા ડેવલપમેન્ટ થયા.

15 જૂન: સૈન્ય અથડામણભારત અને ચીનના કમાંડરો વચ્ચે 6 જૂનના રોજ એ નક્કી થયું હતું કે બન્ને દેશના સૈનિકો જૂની પોઝિશન ઉપર પરત ફરશે. 15 જૂનની રાતે ભારતના કર્નલ સંતોષ બાબુ સૈનિકો સાથે એ જોવા ગયા કે સમજૂતી મુજબ ચીનના સૈનિકો પરત ગયા કે નહીં. પરંતુ ત્યા ચીનના સૈનિકો હાજર હતા. સંતોષ બાબુએ તેનો વિરોધ કર્યો. આ સમયે ચીનના સૈનિકોએ ષડયંત્રના ભાગ રૂપે હુમલો કર્યો. ભારતે સ્વિકાર્યું કે અમારા 20 સૈનિકો શહીદ થયા છે. મોદીએ કહ્યું કે સૈનિકો મારતા મારતા વીરગતિને પામ્યા.

17 જૂન: વાયુસેના પ્રમુખ લેહ પહોંચ્યાએરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા 17 જૂને લેહ અને 18 જૂનના રોજ શ્રીનગર એરબેઝ પર ગયા હતા. આ બન્ને એર બેઝ પૂર્વ લદ્દાખ પાસે છે. તેમણે કહ્યું કે વાયુસેના કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે. એરફોર્સે સુખોઈ-30 એમકેઆઈ, મરિઝ 2000 અને જગુઆર ફાઈટર એરક્રાફ્ટને ફોરવર્ડ બેઝ ઉપર તહેનાત કર્યા છે. અપાચે અને ચિનુક જેવા એરક્રાફ્ટ પણ તહેનાત છે.

18 જૂન: વિદેશ મંત્રી પ્રથમવાર બોલ્યાઅથડામણ પછી ભારતના વલણને જોઈને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી જયશંકરને ફોન કર્યો. તેના થોડા સમય પછી જયશંકરે કહ્યું કે ગલવાનમાં જે પણ થયું તે માટે ચીન જવાબદાર છે. આ પગલું તેણે સમજી-વિચારીને ભર્યું છે. આ દિવસે બન્ને દેશ વચ્ચે મેજર જનરલ લેવલની વાતચીત થઈ હતી. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને કિન્નોર જિલ્લાને એલર્ટ જાહેર કરાયા.

21 જૂન રણનીતિમાં મહત્વનો ફેરફારલદ્દાખમાં વધતા તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે મહત્વનો આદેશ આપ્યો. જેમાં કહેવામાં આવ્યું કે ફોરવર્ડ પોસ્ટ્સ ઉપર તહેનાત ફિલ્ડ કમાંડર સ્થિતિને જોઈને પોતાના જવાનોને હથિયાર ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. આ એટલા માટે મહત્વનું હતું કારણ કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલના બે કિલોમિટર વિસ્તારમાં ભારત-ચીનના જવાનો સમજૂતીના ભાગરૂપે હથિયાર ઉપયોગ ન કરી શકે.

24 જૂન: આર્મી ચીફ લદ્દાખ પહોંચ્યાભારતમાં બેઠકનો દોર ચાલું હતો. આ બધાની વચ્ચે રક્ષામંત્રી સાથેની મુલાકાત પછી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે લદ્દાખ ગયા હતા. અહીં તેમણે લેહમાં ઘાયલ સૈનિકોની મુલાકાત લીધી. ત્યા હાજર સૈનિકો પાસેથી વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી. પરત ફરીને રક્ષામંત્રી અને સીડીએસ બિપિન રાવતને જાણકારી આપી. આ દિવસે સીડીએસ રાવતે ત્રણેય સેનાના અધ્યક્ષ સાથે બેઠક કરી હતી.

26 જૂન: અમેરિકાનું મોટું નિવેદનઅમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકા પોતાના સૈનિકોનું શિફ્ટિંગ કરી રહ્યુ છે. યુરોપમાં મોટી સંખ્યામાં રહેલા અમારા સૈનિકો હવે એશિયામાં તહેનાત રહેશે. તેનું મોટું કારણ ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણ છે.

29 જૂન: જનરલ વીકે સિંહનો ખુલાસોકેન્દ્રિય મંત્રી જનરલ (રિટાયર) વીકે સિંહે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચેની અથડામણમાં નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે હિંસક અથડામણનું કારણ ચીનની સેના એક ટેન્ટ લગાવી રહી હતી. ઘટના પેટ્રોલિંગ પોઈન્ટ 14ની આસપાસ બની છે. 15 જૂનની રાતે આપણા સૈનિકો જોવા ગયા હતા કે ચીનના સૈનિકો હટ્યા કે નહીં, આ સમયે ચીને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દીધો.

30 જૂન: ચીનની 59 એપ્સ ઉપર પ્રતિબંધભારત સરકારે ચીનની 59 એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, હેલો અને શેર ઈટ સામેલ છે. સરકારે કહ્યું કે ચીનની એપના સર્વર ભારત બહાર છે. તેના દ્વારા યુઝરના ડેટા ચોરાઈ રહ્યા છે. તેનાથી દેશની સુરક્ષા અને એકતા ઉપર જોખમ છે. ચીને કહ્યું છે કે ભારતનું આ પગલું ખોટું છે.

2 જુલાઈ: ગ્લોબલ ટાઈમ્સનો દાવોચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારત અને ચીન તણાવ ઓછો કરવા માટે અલગ-અલગ બેચમાં પોતાના સૈનિકો ઓછા કરશે. ભારતે આ અંગે કોઈ રિએક્શન આપ્યું નથી.આ સેટેલાઈટ ઈમેજ ગલવાન વેલીની છે. જ્યાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. (ફોટો: પ્લેનેટ લેબ્સ/રોયટર્સ)