Translate to...

15 કલાક ચાલેલી વાતચીત પછી આર્મીએ કહ્યું- પૂર્વી લદ્દાખથી સેનાને પાછી ખસેડવી મુશ્કેલ, તેના પર સતત નજર રાખવાની જરૂર

15 કલાક ચાલેલી વાતચીત પછી આર્મીએ કહ્યું- પૂર્વી લદ્દાખથી સેનાને પાછી ખસેડવી મુશ્કેલ, તેના પર સતત નજર રાખવાની જરૂર




ભારત-ચીન સીમા વિવાદ પર ચીનના વિચિત્ર વલણના કારણે ગુરુવારે ભારતીય સેનાએ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું છે. સેનાના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, બંને દેશ સંપૂર્ણ રીતે સેના હટાવવાના પક્ષમાં છે. પરંતુ લદ્દાખથી સેનાને હટાવવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ છે, તેથી તેના પર સતત નજર રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દાને ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલ પર સતત બેઠકો દ્વારા આગળ લઈ જવામાં આવી રહ્યો છે.

સેનાના ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેના અને પીએલએના કમાન્ડર વચ્ચે 14 જુલાઈએ ચૂશુલમાં ચોથા તબક્કાની બેઠક થઈ હતી. ભારત-ચીનના પ્રતિનિધિઓ વચ્ચે સેનાને પાછળ ખસેડવા માટે 5 જુલાઈના રોજ થયેલી સહમતીને અમલમાં લાવવામાં આવી રહી છે. જ્યારે સીનિયર કમાન્ડોના પહેલા ફેઝમાં સેનાને હટાવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી છે. આ દરમિયાન બંને દેશોની સેનાઓને સંપૂર્ણ રીતે ખસેડવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભારતે LAC પર એપ્રિલ-મેની સ્થિતિ સુધારવાની ચર્ચા કરી હતીન્યૂઝ એજન્સીએ બુધવારે સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે, ચીન ફિંગર એરિયામાંથી સંપૂર્ણ રીતે સેના હટાવવા માટે તૈયાર નથી. બાકીના વિવાદિત વિસ્તારોમાંથી પાછળ હટવા તૈયાર છે. જ્યારે ભારતે LAC પર એપ્રિલ-મેની સ્થિતિ સુધારવા વિશે ચર્ચા કરી હતી.

શુક્રવારે રક્ષામંત્રી અને આર્મી ચીફ લેહ જશેરક્ષામંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે લેહ જવાના છે. અહીં તેઓ પૂર્વી લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. આ દરમિયાન રક્ષા મંક્ષી સેનાના મોટા ઓફિસરો સાથે હાઈલેવલની મીટિંગ પણ કરી શકે છે.







india China Standoff Update | Indian Army Statement On India China Ladakh Border Galwan Valley Dispute