146 દિવસમાં સંક્રમણના 5 લાખ કેસ આવ્યા, ત્યારપછી 9 લાખ કેસ વધવામાં ફક્ત 30 દિવસ લાગ્યા

146 દિવસમાં સંક્રમણના 5 લાખ કેસ આવ્યા, ત્યારપછી 9 લાખ કેસ વધવામાં ફક્ત 30 દિવસ લાગ્યા



દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા રવિવારે 14 લાખને પાર થઈ ગઈ છે. સતત બીજી વખત એક લાખ સંક્રમિત દર્દી વધવામાં ફક્ત બે દિવસનો સમય લાગ્યો છે. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. ત્યારબાદ એકથી પાંચ લાખ કેસ થવામાં 146 દિવસનો સમય લાગ્યો હતો, પણ 5થી 14 લાખ કેસ થવામાં એટલે કે સંક્રમણના 9 લાખ કેસ વધવામાં ફક્ત 30 દિવસનો સમય લાગ્યો છે. જેનો અર્થ એવો થાય છે કે દેશમાં પ્રત્યેક બીજા દિવસે એક લાખ કેસ વધી રહ્યા છે.

રાહતની વાત એ છે કે સંક્રમિતથી તંદુરસ્ત થનારા દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે દેશમાં કોરોના દર્દીનો રિકવરી રેટ 64.19 ટકા થઈ ગયો છે. એટલે કે 100 દર્દી પૈકી 64 દર્દીને સારું થઈ રહ્યું છે, જ્યારે મૃત્યુ દર 2.30 ટકા છે. એટલે કે 100 દર્દી પૈકી 2 દર્દનું મૃત્યુ થાય છે.

10 લાખ વસ્તીમાં 11,798 લોકોની તપાસ ભારતમાં 10 લાખ વસ્તીમાં હવે 11,798 લોકોની તપાસ થઈ રહી છે. 10 લાખ વસ્તીમાં તપાસને લગતા કેસમાં ભારત વિશ્વમાં 99માં ક્રમ પર છે. રાહતની વાત એ છે કે આટલી વસ્તીમાં સંક્રમિતો મળવાનો આંકડો હજુ પણ અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે.

હવે દરરોજ આશરે 50 હજાર નવા કેસ વધી રહ્યા છે દેશમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ એટલે કે 10 મેના રોજ આ આંકડો એક લાખ થયો હતો. ત્યારબાદ સંક્રમણમાં ગતિ આવતા 15 દિવસમાં આંકડો બે લાખને પાર થઈ ગયો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 2 લાખથી 3 લાખ થવામાં માંડ 10 દિવસનો સમય લાગ્યો. 3 લાખથી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને 4 લાખથી 5 લાખ કેસ થવામાં ફક્ત 6 દિવસ થયા છે. કેસ વધવામાં વધુ ઝડપ આવી છે. 5 લાખથી 6 લાખ તથા 6 લાખથી 7 લાખ થવામાં ફક્ત 5-5 દિવસનો સમય લાગ્યો. ત્યારબાદ 7 લાખથી 8 લાખ થવામાં ફક્ત 4 દિવસ થયા. બાદમાં ત્રણ દિવસે એક લાખ નવા કેસ આવવા લાગ્યા અને માંડ 12 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી 12 લાખ પહોંચી ગઈ. 12 લાખથી 13 લાખ તેમ જ 13 લાખથી 14 લાખ કેસ થવામાં ફક્ત 2-2 દિવસ લાગ્યા. કેસની સંખ્યામાં સૌથી વધુ વધારો થવામાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમ પર છે.

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસ મળવાનો દર સૌથી વધુ ભારતમાં સંક્રમણની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણામાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં હવે 3.66 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અહીં 10 લાખની વસ્તી દીઠ 13 હજાર 154 લોકોની તપાસ થાય છે. આ દ્રષ્ટિએ અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોની તપાસ થઈ છે અને તેમા 20.20 ટકા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ સંક્રમણનો સૌથી વધારે દર તેલંગાણામાં છે. અહીં 10 લાખની વસ્તીમાં 7 લાખ 97 લોકોની તપાસ થઈ રહી છે અને તેમા 16.8 ટકા સંક્રમિત મળ્યા છે. દિલ્હી ત્રીજા ક્રમ પર છે. અહીં સંક્રમણનો દર 14.9 ટકા છે.







In 146 days there were 5 lakh cases of transition, then it took only 30 days for 9 lakh cases to grow