Translate to...

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું



દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14.40 લાખને પાર થઈ ગયો છે. રવિવારે 48 હજાર 931 કેસ સામે આવ્યા હતા. આ સંક્રમિતોનો બીજો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શનિવારે પહેલી વખત 50 હજાર 72 સંક્રમિત વધ્યા હતા. સતત 5 દિવસથી 45 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. સતત ચોથા દિવસે 48 હજારથી વધુ કેસ વધ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 48 હજાર 931 કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 14 લાખ 36 હજાર 18 થઈ ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા છે. ICMRના જણાવ્યા પ્રમાણે, રવિવારે કુલ 5 લાખ 15 હજાર 472 લોકોની તપાસ કરાઈ છે. અત્યાર સુધી દેશમાં 1.68 કરોડ લોકોની તપાસ કરાઈ છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે ટેસ્ટીંગ પર વધુ ધ્યાન આપે. કારણ કે, સંક્રમણ ટેસ્ટીંગ અને ટ્રેકિંગ પછી સંક્રમિતોની સારવાર કરીને જ અટકાવી શકાશે.

સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 9 લાખને પાર થઈ ગઈ છે. 24 કલાકમાં 31 હજાર 501 સંક્રમિત સાજા થયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 9 લાખ 18 હજાર 734 થઈ ગઈ છે. આ સાથે જ સંક્રમણથી 32 હજાર 810 દર્દીઓના મોત પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 9431 કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. 7627 નવા દર્દીઓ સાથે તમિલનાડુ બીજા નંબરે રહ્યું છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. અપડેટ્સ

દિલ્હીમાં સંક્રમિતોનો રિકવરી રેટ 80% થઈ ગયો છે. અહીંયા હવે માત્ર 9% દર્દી છે. સીએમ કેજરીવાલે સોમવારે આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ગત મહિનાની તુલનામાં 44% ઓછા મોત થયા છે. આપણે મહામારીની શરૂઆતથી જ તેના માટે કામ કરી રહ્યા છીએ.અમે ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ જ્યાં સુધી મોતનો આંક શૂન્ય પર ન આવી જાય.કેરળના કાસરગોડામાં લગ્નમાં સામેલ થયા પછી 43 લોકો સંક્રમિત મળી આવ્યા છે. વર અને વધૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લગ્ન 17 જુલાઈએ થયા હતા. માહિતી મળ્યા પછી તમામનો ટેસ્ટ કરાયો હતો. જેમાં સામેલા થયેલા લોકો પર મહામારી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે લગ્નમાં આવેલા લોકોને તાત્કાલિક ધોરણે સેલ્ફ ક્વોરન્ટિન થવા માટે કહ્યું છે.સોમવારે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર 24 કલાકમાં 324 કેસ સામે આવ્યા છે. અહીંયાના તંત્રએ જણાવ્યું કે, આમાંથી 182 એવા છે જેમને પહેલા સાજા થયા પછી હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવાયા હતા.કેરળમાં સોમવારે પહેલી વખત મંત્રીમંડળની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમના નિવાસ સ્થાનેથી બેઠકની અધ્યક્ષતા કરશે. બાકીના તમામ મંત્રી તેમના આવાસથી આ બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન ફાઈનાન્સ બિલ અંગે વટહુકમ લાવવાની ચર્ચા થઈ શકે છે.તેલંગાણામાં સોમવારે 1,473 કેસ સામે આવ્યા અને 8 લોકોના મોત થયા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 55 હજારને પાર થઈ ગયો છે. અહીંયા અત્યાર સુધી 400થી વધુ લોકોના મોત થયા છે.

બેંગલુરુમાં કોરોનાના 3 હજાર દર્દી ગુમ બેંગલુરુ મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ત્રણ હજાર કોરોના દર્દીઓ સાથે સંપર્ક થઈ રહ્યો નથી. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની શોધનું કામ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ લોકોએ ટેસ્ટિંગ વખતે ખોટા ફોન નંબર આપી દીધા હતા. જેના કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. કર્ણાટકમાં અત્યાર સુધી 90,942 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ 24 કલાકમાં 874 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 27 હજાર 800 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 હજાર 752 સેમ્પલની તપાસ કરાઈ છે. જેમાંથી 168 સેમ્પલ રિજેક્ટ થયા હતા. હવે રાજ્યમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 7857 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ અહીંયા સંક્રમિતોની સંખ્યા 3.75 લાખને પાર થઈ ગઈ છે. એક દિવસમાં 9431 નવા સંક્રમિત સામે આવ્યા છે. 267 લોકોના મોત થયા છે. સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 13 હજાર 656 થઈ ગઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 56.74 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 3.63 ટકા છે. રાજ્યમાં 9 લાખ 8 હજાર 420 લોકો હોમ ક્વોરન્ટિન અને 44 હજાર 276 લોકો સંસ્થાગત ક્વોરન્ટિન છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ 3260 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 66 હજાર 988 પર પહોંચી ગઈ છે. જેમાંથી 41 હજાર દર્દી સાજા થઈ ચુક્યા છે. અહીંયા અત્યાર સુધી 18 લાખ 34 હજાર 297 સેમ્પલની તપાસ કરાઈ છે. રેકોર્ડ 1 કરોડ 37 લાખ ઘરોનો સર્વે કરાયો છે, જેમાં 6 કરોડ 96 લાખ લોકો રહે છે.

બિહારઃ રાજ્યમાં 24 કલાકમાં 2605 નવા સંક્રમિત મળ્યા છે જ્યારે 17 લોકોના મોત થયા છે. દરભંગાના SSP સહિત 14 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. SSP બાબૂ રામે પોતે આ અંગેની માહિતી આપી છે. તે સતત બીજી વખત પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોનો આંકડો 38 હજાર 919 થઈ ગયો છે. જેમાંથી 26 હજાર 308 લોકો સાજા થયા છે, જ્યારે 249 લોકોના મોત થયા છે. 12 હજાર 361 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.

રાજસ્થાનઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1132 નવા કેસ આવ્યા છે. જેમાં જોધપુરમાં 239, અલવરમાં 150 બીકાનેરમાં 82, જયપુરમાં 71, કોટામાં 68, ઝાલાવાડમાં 50, ભરતપુરમાં 49, નાગૌરમાં 49, પાલીમાં 45, ધૌલપુરમાં 37, ચુરુ અને અજમેરમાં 36-36, ઉદેયપુરમાં 33, બૂંદીમાં 29, બાડમેરમાં 28, કરૌલીમાં 23, સીકરમાં 20, ઝૂંઝનૂમાં 14, બારાં અને જાલૌરમાં 11-11 કેસ સામે આવ્યા છે.







CoronaVirus In India Live News And Updates Of 27th july





તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં રવિવારે માસ્ક લગાડીને ડ્યુટી કરી રહેલા પોલીસકર્મી.