14 દિવસ પછી BMCએ ત્રણેય બંગલાઓની બહાર લગાવેલા કન્ટેન્મેન્ટ ઝોનનાં પોસ્ટર કાઢી દીધા
બિગ બી અમિતાભ બચ્ચનના જલસા, જનક અને પ્રતીક્ષા બંગલાઓ કન્ટેન્મેન્ટ ઝોન મુક્ત થઇ ગયા છે. રવિવારે BMCની ટીમે દરેક બંગલાઓની બહાર લગાવેલા કન્ટેન્મેન્ટ ઝોનના પોસ્ટર કાઢી દીધા છે. આ પોસ્ટર અમિતાભ અને તેમના દીકરા અભિષેક બચ્ચનના નાણાવટી હોસ્પિટલમાં દાખલ બાદ સેનિટાઈઝેશન પ્રોસેસ કરીને લગાવ્યા હતા.

કન્ટેન્મેન્ટ ઝોનને લઈને અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ નિયમ છે. ઘણા શહેરોમાં તેનો સમયગાળો 28 દિવસનો હોય છે, તો અન્ય શહેરોમાં 7થી 14 દિવસનો હોય છે. અમિતાભના બંગલાઓ 14 દિવસ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર રહ્યા. 12 જુલાઈએ BMCએ બંગલાઓની બહાર પોસ્ટર લગાવ્યા હતા જે 26 જુલાઈએ કાઢી દીધા છે.

ઐશ્વર્યા-આરાધ્યા 6 દિવસ સુધી ‘જલસા’ બંગલામાં રહ્યા 11 જુલાઈએ 77 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સાંજે જ બંને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. તેના બીજા દિવસે બિગ બીની પુત્રવધૂ 46 વર્ષીય ઐશ્વર્યા રાય બચ્ચન અને 8 વર્ષીય પૌત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ત્યારે કોઈ લક્ષણો ન દેખાતા તેમણે હોમ ક્વોરન્ટીન કર્યા હતા.

મા-દીકરી 6 દિવસ સુધી ‘જલસા’માં જ રહ્યા, પરંતુ 17 જુલાઈએ તેમની તબિયત ખરાબ થઇ તો તેમને પણ હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલે કે બચ્ચન ફેમિલીના મેમ્બરે ચારેયની તબિયતને લઈને હજુ સુધી કોઈ અપડેટ કરી નથી.

અમિતાભ ની ઓફિસ ‘જનક’ બંગલામાં છે અમિતાભ અને ફેમિલી મેમ્બર્સ ‘જલસા’ બંગલામાં રહે છે. આ બંગલો વર્ષ 1982માં ‘સત્તે પે સત્તા’ ફિલ્મની સફળતા પછી ડિરેક્ટર રાજ એન. સિપ્પીએ ભેટ કર્યો હતો. બિગ બીનો પ્રથમ બંગલો ‘પ્રતીક્ષા’ છે, અહિ તેઓ 1976માં શિફ્ટ થયા હતા. બચ્ચનનો ત્રીજો બંગલો ‘જનક’ છે, તેનો ઉપયોગ તેઓ ઓફિસની રીતે કરે છે.Amitabh Bachchan's 3 House Are Not Containment Zone Now