Translate to...

12 વર્ષ બાદ અન્નૂ કપૂરે ટીવી પર કમબેક કર્યું, કહ્યું- 80 દિવસ બાદ શૂટિંગ માટે ફાર્મહાઉસથી બહાર નીકળ્યો

12 વર્ષ બાદ અન્નૂ કપૂરે ટીવી પર કમબેક કર્યું, કહ્યું- 80 દિવસ બાદ શૂટિંગ માટે ફાર્મહાઉસથી બહાર નીકળ્યો
એક્ટર, હોસ્ટ તથા સિંગર અન્નૂ કપૂર ટૂંક સમયમાં ટીવી પર કમબેક કરી રહ્યાં છે. હાલમાં જ એક્ટરે રાજન શાહીના આગામી શો ‘અનુપમા’ માટે શૂટિંગ કર્યું હતું. આ સિરિયલમાં લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની આસપાસ ફરે છે.

સેટ સાથે જોડાયેલ સૂત્રોના મતે, પ્રોડ્યૂસર રાજન શાહી પોતાના આગામી શો ‘અનુપમા’ને ભવ્ય રીતે લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છે. સિરિયલમાં અન્નૂ કપૂરને મહત્ત્વના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જ અન્નૂ કપૂરે સિરિયલનું શૂટિંગ કર્યું હતું. શૂટિંગ દરમિયાન રાજન શાહી પણ સેટ પર હાજર રહ્યાં હતાં. અન્નૂ કપૂરને સેટ પર કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અન્નૂ કપૂરે કહ્યું હતું કે તેઓ અંદાજે 80 દિવસ બાદ પોતાના ફાર્મહાઉસમાંથી કામ કરવા માટે બહાર નીકળ્યા. જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી તે પોતાના ફાર્મહાઉસમાં છે. અહીંયા તે ક્રિએટિવ ટીમ સાથે હતાં. તેમણે લોકડાઉનમાં ઘણું જ કામ કર્યું હતું અને આટલાં દિવસ બાદ શૂટિંગ કરીને તેમને ઘણી જ મજા આવી હતી. જોકે, તેમને પોતાના પાત્ર તથા સ્ટોરીલાઈનને લઈ વાત કરવાની પરવાનગી નથી. જોકે, સિરિયલમાં તેમને રોલ ઘણો જ રસપ્રદ છે.

છેલ્લે 2008માં જોવા મળ્યા હતાઅન્નૂ કપૂર 12 વર્ષ બાદ ટીવી પર જોવા મળ્યાં છે. 2008માં રિયાલિટી શો ‘છોટા પેકેટ બડા ધમાલ’માં કામ કર્યું હતું. હવે તેઓ ‘અનુપમા’માં જોવા મળશે. આ સિરિયલ પહેલાં 16 માર્ચના રોજ ટેલિકાસ્ટ થવાની હતી પરંતુ કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેથી જ આ સિરિયલનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું. અન્નૂ કપૂર ફિલ્મ ‘ખુદા હાફિઝ’માં વિદ્યુત જામવાલ સાથે જોવા મળશે. આ ફિલ્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.Annu Kapoor made a comeback on TV after 12 years, said- 80 days later he left the farmhouse for shooting