Translate to...

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની સંપત્તિ વેચીને એસેટ મોનિટાઈઝેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે BSNLની લેન્ડહોલ્ડિંગની પ્રક્રિયા શરુ કરી છે. તેના પ્રથમ તબક્કામાં, ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે (DIPAM) કોરોના કાળમાં પ્રોપર્ટી વેચવાની સંભાવનાઓ તપાસવા માટે કન્સલ્ટન્સી કંપનીઓ CBRE ગ્રુપ, જોન્સ લેંગ લાસેલ (JLL) અને નાઈટ ફ્રેન્કને સોપી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

દિલ્હી અને મુંબઈ સિવાય કાશ્મીરથી કન્યાકુમારી સુધી BSNL હતુંમુંબઈ અને દિલ્હી સિવાય આખા ભારતને જોડતા BSNLની આવી હાલત કેમ થઇ તે પણ એક રસપ્રદ વાત છે. BSNLની શરૂઆત ત્યારે થઈ જ્યારે દેશમાં કોઈ હરીફ કંપની ન હતી. આ હોવા છતાં, છેલ્લા 30 વર્ષોમાં, આ કંપનીએ તળિયે આવી ગઈ. આ 20 વર્ષોમાં, બીજી બાજુ, ખાનગી કંપનીઓએ ભારતીય બજારને સંપૂર્ણ રીતે કબજો કરી લીધી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાંજિયોએ 40 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ બનાવ્યા છે.

BSNLની શરૂઆતઆમ તો BSNLની શરૂઆત 2000માં થઇ હતી. પણ હકિકત કંઇક અલગ છે. કેન્દ્ર સરકારના અગાઉના ટેલિકોમ સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ (TDS) અને ટેલિકોમ ઓપરેશન્સ (DOT)ના ટેલિકોમ સેવા અને નેટવર્ક મેનેજમેન્ટ માટે 1 ઓક્ટોબર 2000થી તેની રચના કરવામાં આવી હતી. તે ભારતનું સૌથી મોટું અને મોટા જાહેર ક્ષેત્રના એકમોમાંનું એક છે, જે વિશાળ રેંજમાં ટેલિકોમ સેવાઓ પ્રદાન કરે છે.

બ્રિટીશ સરકારના જમાનાનો ઈતિહાસ છેભારત સંચાર નિગમ લિમિટેડ દેશની સૌથી જૂની ટેલીકોમ કંપની છે. તેના ઇતિહાસની જાણકારી બ્રિટીશ સરકારના જમાનાથી મળી શકે છે. ભારતમાં ટેલીકોમ નેટવર્કનો પાયો બ્રિટીશ સરકારે 19મી સદી આસપાસ નાખ્યો હતો. બ્રિટીશ સમયકાળમાં 1885માં પહેલી ટેલીગ્રાફ લાઈન કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે નાખવામાં આવી હતી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1851માં ટેલિગ્રાફની શરૂઆત કરી હતીબ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1851માં ટેલિગ્રાફનો ઉપયોગ શરૂ કર્યો હતો અને 1854 સુધીમાં દેશભરમાં ટેલિગ્રાફ લાઇનો નાખવામાં આવી હતી. 1854માં ટેલિગ્રાફ સર્વિસ જાહેર જનતા માટે ખુલી હતી અને પ્રથમ ટેલિગ્રામ મુંબઇથી પુણે મોકલવામાં આવ્યો હતો. 1885માં, ભારતીય ટેલિગ્રાફ એક્ટ બ્રિટિશ ઈમ્પિરીયલ લેજીસ્લેટીવ કાઉન્સિલ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. 1980ના દાયકામાં પોસ્ટ્સ અને ટેલિગ્રાફ્સ વિભાગના વિભાજન પછી, આખરે ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના અસ્તિત્વને લીધે સરકારની માલિકીની ટેલિગ્રાફ અને ટેલિફોન કંપનીની રજૂઆત થઈ, જેણે BSNL માટે પાયો નાખ્યો.

15 જુલાઈ 2013ના રોજ ટેલિગ્રાફ સેવાઓ બંધ થઈBSNLએ 160 વર્ષ સુધી આ સેવા પૂરી કર્યા પછી 15 જુલાઈ, 2013ના રોજ તેની ટેલિગ્રાફ સેવા બંધ કરી દીધી હતી. તેણે ફેબ્રુઆરી 1855માં લોકો સુધી ટેલિગ્રામ પહોંચાડવાનું શરૂ કર્યું. આ સેવાને 2010માં વેબ આધારિત મેસેજિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવામાં આવી હતી અને ભારતભરમાં 182 ટેલિગ્રાફ ઓફિસ દ્વારા સર્વિસ ઓફર કરવામાં આવતી હતી.

BSNLએ 1990માં લેન્ડલાઇન સેવા શરૂ કરી હતી1990ના દાયકાના પ્રારંભમાં કંપનીએ તેની લેન્ડલાઇન સેવા શરૂ કરી હતી. તે સમયે તે દેશની એકમાત્ર ફિક્સ લાઇન ટેલિફોન કંપની હતી. 1999માં, જ્યારે DOTએ નવી ટેલિકોમ પોલિસી રજૂ કરી ત્યારે MTNLને લેન્ડલાઇન સેવા આપવાની મંજૂરી મળી. 1990 અને થોડાક અંશે 2000ના દાયકામાં BSNLનો સુવર્ણ યુગ હતો. આજે જે રીતે વિદેશી બ્રાન્ડના ફોન લોન્ચ વખતે બુકિંગ માટે લાઈનો લાગે છે, તે સમયે, BSNLના લેન્ડ લાઇન ફોન માટે 6-6 મહિના લાગતા હતા.

ક્ષમતા અને સબ્સ્ક્રાઇબર30 એપ્રિલ 2019 સુધીમાં, કંપની પાસે 2.96 કરોડની બેઝીક ટેલિફોન ક્ષમતા હતી. WLLની ક્ષમતા 13.9 લાખ હતી. ફિક્સ્ડ એક્સચેન્જ ક્ષમતા 1.46 લાખ હતી. 11.58 કરોડ મોબાઇલ ફોન સબ્સ્ક્રાઇબર્સ છે. તેના 1.17 કરોડ વાયરલાઈન ફોન ગ્રાહકો છે. વાયરલાઇન અને વાયરલેસ બ્રોડબેન્ડ બંનેમાં 21.56 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

2007-08માં 40 હજાર કરોડના IPOની યોજના હતીBSNLએ 2007-08માં 40 હજાર કરોડના IPO લાવવાની યોજના બનાવી હતી. બોર્ડે તેની મંજુરી પણ આપી દીધી, પણ સરકારમાં આ યોજના અટકી પડી અને સરકારે તેની મંજુરી ન આપી. તે સમયનો આ સૌથી મોટો IPO હતો. BSNL આ રકમમાંથી રૂ. 15 હજાર કરોડ મોબાઈલ અને બ્રોડબેન્ડના વિસ્તરણ માટે ખર્ચ કરવાની હતી. 2010 સુધીમાં રૂ. 60 હજાર કરોડના રોકાણની યોજના બનાવી હતી.

2006-07માં સૌથી વધુ ગ્રાહકો ધરાવતી કંપની હતી12 વર્ષ પહેલા BSNLની વેલ્યુએશન રૂ. 4 લાખ કરોડ હતી. જો તે 12 વર્ષ પહેલાં લિસ્ટ થઇ હોત, તો આજે 10 લાખ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુએશનવાળી કંપની હોત. 2006-07માં BSNLના 7.5 કરોડ ગ્રાહકો હતા. ભારતી એરટેલના 5 કરોડ સબ્સ્ક્રાઇબર્સ અને આરકોમના 4 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા. તે સમયે BSNLની આવક અને સબ્સ્ક્રાઇબર્સ બંને રીતે સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. 2006-07માં કંપનીની કુલ આવક રૂ. 39,715 કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. 7,805 કરોડ હતો. 2008 એ સમયગાળો હતો જ્યારે બજાર તેની ટોચ પર હતું. રિલાયન્સ પાવરે તે જ સમયે જાન્યુઆરી 2008માં સૌથી મોટો IPO લાવીને રૂ. 10,400 કરોડ ઉભા કર્યા. BSNLની યોજના પણ જાન્યુઆરી, 2008 થી શરૂ થઈ હતી.

IPOની નિષ્ફળતાને કારણે રોકાણ અટક્યું અને કંપની ખોટમાં ગઈBSNLના બોર્ડે 7 નવેમ્બર 2008 ના રોજ IPOને મંજૂરી આપી હતી. BSNLના તત્કાલીન અધ્યક્ષ કુલદીપ ગોયલે કહ્યું હતું કે હવે શું કરવું તે સરકાર પર છે. તે સમયે ટેલિકોમ પ્રધાન એ.કે. રાજા હતા. જો કે, આ યોજના નિષ્ફળ થયા પછી, BSNLની કહાની સમાપ્ત થઇ જશે તેવું લાગવા માંડ્યું. 2012માં તેનો ખોટ રૂ. 9,000 કરોડ સુધી પહોંચી ગઈ. જ્યારે તેની આવક વર્ષ 2006-07ની તુલનામાં 30 ટકા ઘટીને રૂ. 28 હજાર કરોડ આવી ગઈ.

BSNL પાસે રૂ. 1,16,606 કરોડની એસેટ31 માર્ચ 2019 સુધીમાં BSNL પાસે રૂ. 116,606 કરોડની એસેટ હતી. આમાં તેની જમીન, બિલ્ડીંગ, કેબલ્સ, પ્લાન્ટ વગેરે શામેલ છે. 31 માર્ચ 2019 સુધી તેની ઇક્વિટી સાથેની લાયેબીલીટી રૂ. 1.35 લાખ કરોડ હતી જે 2018 માં રૂ. 1.32 લાખ કરોડ હતી. ઇક્વિટી વિનાની લાયેબીલીટી રૂ. 60,748 કરોડ અને રૂ. 43,125 કરોડ હતી.

આજે પણ તેની પાસે નવી ટેક્નોલોજી અને ઉત્પાદનો છેજોકે, વિકસતી ટેક્નોલોજીના યુગમાં BSNL પણ પાછળ રહી નથી. ગયા વર્ષે ભારત ફાઇબર લોન્ચ કર્યું હતું. આના માધ્યમથી IP ઉપર ટીવી, વિડિઓ ઓન ડિમાન્ડ, ઓડિઓ ઓન ડિમાન્ડ, બેન્ડવિડ્થ, રિમોટ એજ્યુકેશન, વિડિઓ કોન્ફરન્સિંગ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ વગેરે આપવામાં આવે છે. આટલું જ નહીં, 2018માં તેણે BSNL વિંગ સર્વિસ શરૂ કરી. આ 22 ટેલિકોમ સર્કલમાં લોન્ચ કર્યું. તેની વિશેષતા એ છે કે તમે સિમ કાર્ડ વિના અને કેબલ વાયરિંગ વિના વાત કરી શકો છો.12 years ago Rs. 4 lakh crore, forced to sell assets to pay off debts today, would have been the country's largest telecom company if listed in 2008