12 ઓગસ્ટ સુધીમાં રશિયાની કોરોના વાઈરસ રસીને મંજૂરી મળે તેવી શક્યતા;એવી માહિતી જે તમારે જાણવી જરૂરી છે

12 ઓગસ્ટ સુધીમાં રશિયાની કોરોના વાઈરસ રસીને મંજૂરી મળે તેવી શક્યતા;એવી માહિતી જે તમારે જાણવી જરૂરી છેસમગ્ર વિશ્વમાં Great Depression (મહામંદી)થી પણ મોટી મંદીનું કારણ બનેલા કોરોનાનો એકમાત્ર ઈલાજ રસી (vaccine) જ છે. વિશ્વમાં વેક્સીન શોધવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર છે. ગત સપ્તાહ સુધી એવું લાગતુ હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસી સૌથી પહેલા માર્કેટમાં આવી જશે. પણ રશિયાએ જાહેરાત કરી છે કે તેની રસી 10થી 12 ઓગસ્ટ વચ્ચે રજિસ્ટર થઈ જશે એટલે કે મંજૂરી મળી જશે.ભારત, ઈઝરાયલ, સાઉદી અરેબિયા સહિત 20 દેશોએ રશિયાની આ રસીમાં રસ દાખવ્યો છે. અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોની આંખોમાં દહેશત પણ જોવા મળી રહી છે. રશીયાની આ રસી શું છે અને તે કેવી રીતે સુરક્ષિત તથા અસરકારક સાબિત થશે? તો ચાલો આ રસી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએઃ આ રસી શું છે અને આટલી જલ્દીથી તે કેવી રીતે તૈયાર થઈ ગઈ?

આ રસીનું નામ છે Gam-Covid-Vac Lyo અને તેને મોસ્કોમાં આવેલી રશિયાના આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલી એક સંસ્થા ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.રશિયાની આ સંસ્થાએ જૂન મહિનામાં દાવો કર્યો હતો કે રસી તૈયાર કરી લેવામાં આવી છે. ફેઝ-1 ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યો છે. એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે રશિયાની અનેક અગ્રણી વ્યક્તિઓને આ રસી લગાવવામાં આવી રહી છે.રશિયાની રસીમાં હ્યૂમન એડેનોવાઈરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને નબળો પાડવામાં આવ્યો છે, જેથી તે શરીરમાં વિકાસ ન પામી શકે અને શરીરને સુરક્ષિત રાખી શકે.આ હ્યૂમન એડેનોવાઈરસને Ad5 અને Ad26 નામ આપવામાં આવ્યુ છે અને બન્નેનું તેમા કોમ્બિનેશન છે. બન્ને કોરોના વાઈરસ જીનથી એન્જીનિયર કરવામાં આવ્યા છે.વર્તમાન સમયમાં વિશ્વભરમાં વિકસાવવામાં આવી રહેલી મોટાભાગની વેક્સીન એક વેક્ટર પર આધાર રાખે છે, જ્યારે આ રસી બે વેક્ટર પર આધાર રાખે છે. દર્દીનેએ બીજો બૂસ્ટર શોટ પણ લગાવવો પડશે.રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે અન્ય રોગો સામે લડવા માટે તૈયાર કરેલી રસીને જ મોડિફાઈ (Modify) કરી છે અને તે ઝડપભેર તૈયાર થઈ ગઈ છે. આમ તો અન્ય દેશો અને અન્ય કંપનીઓ પણ આ અભિગમ અપનાવી રહ્યા છે. મોડર્નાએ મર્સ નામના એક સંબંધિત વાઈરસની વેક્સીનમાં થોડો ફેરફાર કર્યો છે.તેનાથી ડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બની જાય છે, પણ US અને યુરોપના દેશનાી નિયમનકાર(Regulator) આ રસીને લગતી સુરક્ષા તથા અસર પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.

રશિયા તરફથી કેવા દાવા કરવામાં આવી રહ્યા છે?

'@GovernmentRF: The launch of mass production of a @Covid19 vaccine developed by the Gamaleya National Research Center for Epidemiology and Microbiology of the Russian health ministry is planned for September 2020 ⚕️ https://t.co/2RyvBOSQOc #StopCOVID19 pic.twitter.com/NEvarFgiAU

— Russia in USA