10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે



બુધવારે સાંજ સુધીમાં 10 લાખ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પહોંચશે. દરરોજ મળી આવતા દર્દીઓની સંખ્યા 50 હજાર સુધી પહોંચી ગઈ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 40 હજારને વટાવી ગઈ છે. દર્દીઓની સંખ્યા વધતી હોવા છતાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. જો કે, રિકવરી વધવાની ગતિ થોડી ધીમી પડી છે. દેશમાં અત્યાર સુધી કુલ 64% કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા છે.

સંઘર્ષ યથાવત છે ... કારણ કે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 5 લાખ થઈ ગઈ છે ભારતમાં મંગળવારે કોરોના સંક્રમણના 50,788 નવા કેસ નોંધાયા છે. તે સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 14.83 લાખ થઈ ગઈ છે. તેમાંથી 5.09 લાખ એક્ટિવ દર્દી છે. દેશમાં એક્ટિવ દર્દીઓ દરરોજ 2.5% ના દરે વધી રહ્યા છે. એટલે કે 22-24 દિવસમાં ડબલ થઈ રહ્યા છે. એક્ટિવ દર્દીઓને અટકાવવા જ કોરોનાનું પીક માનવામાં આવે છે, એટલા માટે સૌથી મોટો પડકાર હજી બાકી છે.

આ દરમિયાન દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 15 લાખને પાર થઈ ગયો છે. સતત ત્રીજી વખત માત્ર 2 દિવસમાં સંક્રમણના એક લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં દર 10 લાખ વસ્તીમાં હવે 12,553 લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાંથી 1,082 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આટલી આબાદીમાં 24 લોકોના મોત થઈ રહ્યા છે.

146 દિવસમાં 5 લાખ કેસ નોંધાયા, બાકીના 10 લાખ કેસ 32 દિવસમાં 30 જાન્યુઆરીએ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ એકથી પાંચ લાખ કેસ થવામાં 146 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ 5થી 15 લાખ કેસ એટલે બાકીના 10 લાખ સંક્રમણના કેસ થવામાં ફક્ત 32 દિવસનો સમય લાગ્યો હતો.







1 million people beat corona, meaning 64% of patients recovered; Every day 40 thousand patients are recovering