Translate to...

10 લાખથી વધુ કેસઃ એક સપ્તાહમાં 2.10 લાખ સંક્રમિત મળ્યા, એક્ટિવ કેસ માત્ર 66 હજાર વધ્યા; 1.40 લાખ સાજા થયા

10 લાખથી વધુ કેસઃ એક સપ્તાહમાં 2.10 લાખ સંક્રમિત મળ્યા, એક્ટિવ કેસ માત્ર 66 હજાર વધ્યા; 1.40 લાખ સાજા થયા




દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસોમાં જ એક લાખથી વધુ કેસ આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખ 5 હજાર 637 થઈ ગઈ છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે મોટાભાગના દર્દી સાજા થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જોવા જઈએ તો 2.10 લાખથી વધુ કેસ આવ્યા હતા, પરંતુ આ દરમિયાન 1.40 લાખથી વધુ લોકો સાજા થયા હતા. એવામાં સંક્રમિતોની સંખ્યા (એક્ટિવ કેસ)માં માત્ર 65 હજાર 881નો વધારો થઈ શક્યો છે.છેલ્લા 24 કલાકમાં 35 હજાર 468 કેસ વધ્યા છે. રેકોર્ડ 22 હજાર 834 દર્દી સાજા થયા અને 680 દર્દીઓના મોત થયા છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

તારીખ કેસ સાજા થયા એક્ટિવ કેસ વધ્યા 10 જુલાઈ 27762 20289 6676 11 જુલાઈ 27757 19981 7227 12 જુલાઈ 29106 10408 18198 13 જુલાઈ 28176 9952 17683 14 જુલાઈ 29917 8351 20977 15 જુલાઈ 32607 11347 20646 16 જુલાઈ 35468 11920 22867 કુલ 210793 140641 65881

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ ઈન્દોરમાં ફરી એક વખત સંક્રમણ વધતુ જોવા મળી રહ્યું છે. અહીંયા 24 કલાકમાં સૌથી વધુ 136 કેસ આવ્યા છે. ત્યારપછી ગ્વાલિયરમાં 121 કેસ આવ્યા છે. ભોપાલથી થોડા રાહતના સમાચાર છે. અહીંયા ગઈકાલે 66 દર્દી મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી 100ની આસપાસ દર્દી મળી રહ્યા હતા. રાજ્યમાં હાલ 5562 કેસ છે.







આ તસવીર મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાની છે. જ્યાં કિલ કોરોના અભિયાન હેઠળ ડોક્ટર્સની ટીમ એક શંકાસ્પદના સેમ્પલ લઈ રહી છે.