'યે રિશ્તે હૈં પ્યાર કે','સાસ ભી કભી બહુ થી' અને 'કહાની ઘર ઘર કી' સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર સમીર શર્માએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ મલાડ સ્થિત ફ્લેટના કિચનમાં પંખા સાથે લટકતો હતો. અભિનેતાની અમુક સોશિયલ મીડિયા પોસ્ટ પણ તેઓ ડિપ્રેશનમાં હોવા તરફ ઈશારો કરી રહી છે. સમીરે છેલ્લે 10 જુલાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કેટલાક વીડિયો શેર કર્યા હતા, જેમાં તેઓ ફૂડ બ્લોગિંગ કરતા જોવા મળી રહ્યા હતા.
સમીર સતત પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ક્લિક કરવામાં આવેલા ફોટો શેર કરતો હતો. મૃત્યુના થોડા દિવસો પહેલા શેર કરેલા પોતાના વીડિયોમાં લોકલ ફૂડની મજા લેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક્ટર સ્ટ્રીટ ફૂડનો પરિચય કરાવી રહ્યો છે અને પોતાના માટે પાર્સલ પણ લીધું.
View this post on InstagramA post shared by Samir Sharma (@samir5d) on Jul 10, 2020 at 7:16am PDT
શેર કરવામાં આવેલા બીજા વીડિયોમાં સમીર મુંબઈના ટ્રાફિકની વચ્ચે અટવાયલો જોવા મળે છે. તેમણે આ વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા 5 મિનિટથી તેઓ ઝેબ્રા ક્રોસિંગને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ટ્રાફિકના કારણે તેઓ ફસાય ગયા છે. છેવટે 20 મિનિટ પછી સમીર યોગ્ય જગ્યાએ પહોંચે છે.
View this post on InstagramA post shared by Samir Sharma (@samir5d) on Jul 10, 2020 at 7:31am PDT
એક્ટરને બ્લોગિંગની સાથે લખવાનો પણ શોખ હતો. સમીર હંમેશાં પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત કરીને પોસ્ટ કરતો હતો. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમની લખેલી ઘણી કવિતાઓ પણ છે. એક્ટરે આત્મહત્યા કરતા પહેલા પણ પોતાની પોસ્ટ દ્વારા કેટલાક સંકેતો આપ્યા હતા.
Samir Sharma posted the last video on July 10, enjoying Mumbai's traffic and local food.