1.13 કરોડ કેસઃરશિયામાં 24 કલાકમાં 6,736 નવા કેસ, WHOએ કહ્યું- 24 કલાકમાં સંક્રમણના 2.12 લાખ કેસ નોંધાયા

1.13 કરોડ કેસઃરશિયામાં 24 કલાકમાં 6,736 નવા કેસ, WHOએ કહ્યું- 24 કલાકમાં સંક્રમણના 2.12 લાખ કેસ નોંધાયા



દુનિયાભરમાં કોરોના વાઈરસથી 1 કરોડ 13 લાખ 79 હજાર 083 લોકો સંક્રમિત થયા છે. જેમાં 64 લાખ 34 હજાર 012 દર્દી સાજા થઈ ચુક્યા છે. 5 લાખ 33 હજાર 388 લોકોના મોત થયા છે. રશિયામાં 24 કલાકમાં સંક્રમણના 6736 નવા કેસ મળ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 6.81 લાખ થઈ ચુકી છે.સાથે જ WHOના જણાવ્યા પ્રમાણે, 24 કલાકમાં સંક્રમણના 2 લાખ 12 હજાર 326 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ 1.29 લાખ કેસ અમેરિકન વિસ્તારમાં મળ્યા છે.અહીંયા અમેરિકામાં સૌથી વધુ 53 હજાર 213 અને બ્રાઝીલમાં 48 હજાર 105 નવા કેસ મળ્યા છે, ત્યારપછી દક્ષિણ એશિયા વિસ્તારમાં સૌથી વધુ કેસ મળ્યા છે. અહીંયા 24 કલાકમાં 27,947 કેસ મળ્યા હતા અને 534 લોકોના મોત થયા છે.

10 દેશ જ્યાં કોરોનાની સૌથી વધુ અસર

દેશ

કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા અમેરિકા 29,35,982 1,32,318 12,60,405 બ્રાઝીલ 15,78,376 64,365 9,78,615 રશિયા 6,81,251 10,161 4,50,750 ભારત 6,74,312 19,289 4,09,083 પેરુ 2,99,080 10,412 1,89,621 સ્પેન 2,97,625 28,385 ઉપલબ્ધ નથી ચિલી 2,91,847 6,192 2,57,445 બ્રિટન 2,84,900 44,198 ઉપલબ્ધ નથી મેક્સિકો 2,52,165 30,366 1,47,205 ઈટલી 2,41,419 34,854 1,91,944

આ આંકડાhttps://www.worldometers.info/coronavirus/પરથી લેવાયા છે.

મેક્સિકોઃ પાંચમો દેશ જ્યાં સૌથી વધુ મોતમેક્સિકોમાં મૃતકોની સંખ્યા 30 હજારથી વધુ થઈ ગી છે. મોતના કેસમાં આ પાંચમો સૌથી પ્રભાવિત દેશ છે. અહીંયા શનિવારે 6,914 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 523 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 2.25 લાખ સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1.47 લાખ લોકો સાજા થયા છે.

અમેરિકાથી મેક્સિકો આવનારા યાત્રીઓનું તાપમાન ચેક કરી રહેલા સ્વાસ્થ્યકર્મી. સૌથી વધુ મોતના કેસમાં મેક્સિકો પાંચમો દેશ છે.

બ્રાઝીલઃ 1 દિવસમાં 1091 લોકોના મોતબ્રાઝીલમાં 24 કલાકમાં 1091 દર્દીઓના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 64,265 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા શુક્રવારે 42,223 નવા કેસ નોંધાયા હતા અને 1290 લોકોના મોત થયા હતા. બ્રાઝીલ કોરોનાથી પ્રભાવિત થવા અને મોતના મામલામાં અમેરિકા પછી બીજા નંબરે છે.

બ્રાઝીલમાં ચર્ચ ખોલ્યા પછી પ્રિસ્ટ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. દેશમાં અત્યાર સુધી 64,265 લોકોના મોત થયા છે.

અમેરિકાઃ ટેક્સાસમાં 8258 નવા કેસસ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, શનિવારે જ્યારે દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો, એ જ દિવસે ટેક્સાસમાં કોરોનાના 8258 નવા કેસ નોંધાયા હતા. સાથે જ 33 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 1.91 લાખ લોકો પ્રભાવિત થઈ ચુક્યા છે. અને 2608 લોકોના મોત થયા છે. અહીંયા 97 હજાર લોક અત્યાર સુધી સાજા થયા છે. સાથે જ ફ્લોરિડામાં એક દિવસમાં 11,445 નવા કેસ સામે આવ્યા હતા.

દ.આફ્રિકાઃ લોકડાઉનના 100 દિવસ પુરાદક્ષિણ આફ્રિકામાં લોકડાઉનના 100 દિવસ થઈ ચુક્યા છે. દેશમાં 27 માર્ચે લોકડાઉન લગાવાયું હતું. અહીંયા 1 મેથી પ્રતિબંધોમાં રાહત આપવાનું શરૂ કરાયું છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 1.87 લાખ થઈ ગઈ છે. સાથે જ 3026 લોકોના મોત થયા છે.

દ. આફ્રિકામાં એક સ્ટોરમાં લોકો માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. અહીંયા 24 કલાકમાં 20 હજારથી વધુ સંક્રમિત મળ્યા છે.

ઈઝરાયલઃ29 હજારથી વધુ કેસઈઝરાયલમાં 24 કલાકમાં 977 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 29 હજારથી વધુ થઈ ગઈ છે. દેશમાં મૃતકોની સંખ્યા 330 થઈ ગઈ છે. અહીંયા 17 હજાર 773 લોકો સાજા થઈ ચુક્યા છે. શનિવારે પોલીસે કહ્યું કે, દેશની સીમા પોલીસ ચીફ યાકુવ શબ્દતાઈ કોરોના સંક્રમિત મળ્યા છે.

ચીનઃ હુબેઈમાં એક પણ નવો કેસ નથીનેશનલ હેલ્થ કમિશને શનિવારે કહ્યું હતું કે, રાજ્યમાં એક પણ નવો કેસ નથી મળ્યો. રાજ્યમાં હાલ 3 લક્ષણ વગરના દર્દી છે અને 121ની સારવાર ચાલી રહી છે. હાલ અહીંયા 68,135 લોકો સંક્રમિત છે. જેમાંથી 63,623ને હોસ્પિટલમાંથી રજા મળી ચુકી છે. રાજ્યમાં અત્યાર સુધી 4512 લોકોના મોત થયા છે.







રશિયામાં વિપક્ષ પાર્ટી બંધારણીય ફેરફારનો વિરોધ કરી રહી છે. વિરોધ વ્યક્ત કરવા માટે લેફ્ટ પાર્ટી સમર્થક રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર માસ્ક પહેરીને લાઈનમાં જોવા મળ્યા હતા.